WWE VIDEO : સૌરવ ગુર્જરને ચઢ્યો ‘પુષ્પા’ ફિવર, કુસ્તીની રિંગમાં આ રીતે કરી જીતની ઉજવણી

|

Jul 04, 2022 | 12:20 PM

સૌરભનું રિંગ (Saurav Gurjar)માં નામ સાંગા છે અનેક મહારથીઓને ટક્કર આપી ચૂક્યો છે. આ સિવાય સૌરભ પૂર્વ નેશનલ કિક બોક્સિંગ ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે. બ્રહ્માસ્ત્રથી સૌરભ બોલિવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે.

WWE VIDEO : સૌરવ ગુર્જરને ચઢ્યો પુષ્પા ફિવર, કુસ્તીની રિંગમાં આ રીતે કરી જીતની ઉજવણી
સૌરવ ગુર્જર ચઢ્યો 'પુષ્પા' ફિવર, કુસ્તીની રિંગમાં આ રીતે કરી જીતની ઉજવણી
Image Credit source: Twitter

Follow us on

WWE VIDEO: અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna)ની ફિલ્મ પુષ્પાનો ક્રેઝ હજુ પણ જોવા મળી રહ્યો છે, આ ક્રેઝ એટલો ફેલાયો છે કે વિદેશમાં પણ લોકો પુષ્પાનો સિગ્નેચર સ્ટેપ મારવા લાગ્યા છે, તેમાં પણ ખાસ ખેલાડીઓ પર પુષ્ષાની સ્ટાઈલ ખુબ જામી છે. ક્રિકેટના મેદાનથી લઈ વર્લ્ડ રેસિલિંગ એન્ટરટેનમેન્ટ સુધી પુષ્પરાજ આઈકન સ્ટાઈલ જોવા મળી રહી છે, જ્યારે ખેલાડી જીતની નજીક પહોંચે છે ત્યારે આ સ્ટાઈલ ખુબ જોવા મળી રહી છે,આજે અમે તમને પુષ્પાના આઈકોનિક સ્ટાઈલની વાત કરી રહ્યા છે.સૌરવ ગુર્જરે (Saurav Gurjar) પણ પુષ્પા સ્ટાઈલમાં પોતાની જીતનું સેલિબ્રેશન કર્યું

જેમાં હાલમાં વર્લ્ડ રેસિલિંગ એન્ટરટેનમેન્ટ (WWE)ના ઈન્ડિયન રેસલર સાંગા એટલે કે, સૌરવ ગુર્જરે પણ પુષ્પા સ્ટાઈલમાં પોતાની જીતનું સેલિબ્રેશન કર્યું હતુ, સોશિયલ મીડિયા પર તો સૌરવનો મૈં ઝુકેગા નહિ નો વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

 

WWEના સૌથી શાનદાર રેસલર (WWE Wrestler Saurav Gurjar) તરીકે ઓળખાય છે. તે ભલે એક એથલીટ છે પરંતુ તેની fan following વિદેશમાં પણ ખુબ જોવા મળી રહી છે,તમને જણાવી દઈએ કે, સાંગા મહાભારતમાં ભીમનું પાત્ર નિભાવી ચૂક્યો છે. હાલમાં એક સ્પર્ધામાં તેમણે (Xyon Quinn)ને હાર આપી હતી. આ ટૂર્નામેન્ટ દરમિયાન તેણે પુષ્પા સ્ટાઈલથી પોતાની જીતનો જશ્ન મનાવ્યો હતો. આ વીડિયો સૌરવે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે સાથે કેપ્શનમાં લખ્યું છે કે, મૈં ઝુકેગા નહિ … જય હિન્દ,આ પહેલા પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પણ પુષ્પા સ્ટાઈલ અને ડાયલોગને કોપી કરતા જોવા મળ્યા છે.

બ્રહ્માસ્ત્રમાં વિલનના પાત્રમાં સૌરભ ગુર્જર જોવા મળશે

આ સૌરભ એ છે જેમણે સ્ટાર પ્લસ શો મહાભારતમાં ભીમનું પાત્ર પ્લે કર્યુ હતુ. ભીમ બની સૌરભે દર્શકોના દિલ જીતી લીધા છે, હવે આ ફિલ્મમાં તે અનોખા પાત્રમાં જોવા મળશે. મહાભારત જ નહિ સૌરભ સંકટમોચન મહાબલી અને યે ઝુકી ઝુકી નજર ટીવી શોમાં કામ કરી ચૂક્યો છે.બ્રહ્માસ્ત્ર (Brahmastra)માં વિલનનું પાત્ર સૌરભ ગુર્જર (Saurabh Gurjar )નિભાવી રહ્યો છે.

 

Next Article