Women’s Hockey World Cup 2022: ભારત ક્વાર્ટર ફાઈનલની રેસમાંથી બહાર, સ્પેને તોડ્યું સપનું

|

Jul 11, 2022 | 11:40 AM

હોકી વર્લ્ડકપ (Women's Hockey World Cup 2022)ના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવા માટે ભારતને કોઈ પણ સંજોગોમાં સ્પેન વિરુદ્ધ જીત જરુરી હતી, પરંતુ ટીમ સફળ થઈ શકી નહીં.

Women’s Hockey World Cup 2022: ભારત ક્વાર્ટર ફાઈનલની રેસમાંથી બહાર, સ્પેને તોડ્યું સપનું
ભારત ક્વાર્ટર ફાઈનલની રેસમાંથી બહાર, સ્પેને તોડ્યું સપનું
Image Credit source: Hockey India

Follow us on

Women’s Hockey World Cup 2022: ભારતીય મહિલા ટીમ હોકી વર્લ્ડ કપ (Women’s Hockey World Cup 2022)ના ખિતાબથી દુર થઈ ગઈ છે, સ્પેને ભારતનું સપનું તોડી નાંખ્યું, ક્રોસઓવરના મુકાબલામાં ભારતને સ્પેનના હાથે 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. ક્વાર્ટર ફાઈનલમાં 13 જુલાઈના રોજ સ્પેનનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે, જ્યારે રેન્કિંગના નિર્ણય માટે ભારતનો મુકાબલો કનાડા સામે થશે. ભારતીય ટીમ પૂલ બીમાં અંતિમ મેચમાં ન્યુઝીલેન્ડ (New Zealand)ના હાથે 3-4થી હાર થઈ ગઈ છે,  ક્વાર્ટર ફાઈનલ (Quarter finals)માં પહોંચવા માટે તેનો સ્પેન વિરુદ્ધ ક્રોસઓવર મેચ જીતવી જરુરી હતી. આ પહેલા ટીમે ઈંગ્લેન્ડ અને ચીન વિરુદ્ધ ડ્રો મેચ રમી હતી.

ટૂર્નામેન્ટના ફોર્મેટ અનુસાર તમામ ટીમ 4 પૂલ ટીમમાં વહેંચાઈ હતી અને તમામ પુલમાં ટૉપ પર રહેનારી ટીમની ક્વાર્ટર ફાઈનલમાં સીધી એન્ટ્રી થઈ, જ્યારે બીજા અને ત્રીજા સ્થાન પર રહેનારી ટીમો ક્રોસઓવર રમત રમવી પડશે. ક્રૉસઓવર મુકાબલાની વિજેતા ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરશે.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

 

 

ક્રોસઓવરની વિજેતા સીધી ક્વાર્ટર ફાઈનલમાં

આ પહેલા ટીમ ઈંગ્લેન્ડ અને ચીન વિરુદ્ધ ડ્રો મેચ રમાઈ હતી, ટૂર્નામેન્ટના ફોર્મેટ અનુસાર તમામ ટીમોને 4 ભાગમાં વહેંચવામાં આવી હતી, તમામ પૂલમાં ટોપ પર રહેનારી ટીમોની ક્વાર્ટર ફાઈનલમાં સીધી એન્ટ્રી થઈ, જ્યારે બીજા અને ત્રીજા સ્થાન પર રહેનારી ટીમને ક્રોસ ઓવરમાં રમવું પડ્યું હતુ. ક્રોસઓવર મુકાબલાની વિજેતા ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરશે.

છેલ્લી મિનિટ પર રોમાંચક મુકાબલો થશે

ક્રોસઓવરના મુકાબલામાં બંન્ને વચ્ચે શાનદાર મુકાબલો જામ્યો હતો. હાફ ટાઈમ ગોલ વગર રહ્યો હતો. બીજા હાફમાં સ્પેનની મારતા સેગુએ રિબાઉન્ડથી ગોલ કરી તેની ટીમની લીડ આપી હતી, જેને સ્પેન અંતિમ સમય સુધી જાળવી રાખ્યું, સ્પેને છેલ્લી મિનીટોમાં ભારતનો સ્કોર બરાબર કરી તેનો કોઈ તક આપી નહીં ,સ્પેન 9 ખેલાડી સાથે રમી રહી હતી ગ્રેસિયાને યેલો કાર્ડ મળ્યું જ્યારે સેગુને ગ્રીન કાર્ડ મળ્યું હતુ

Next Article