Womens Hockey World Cup: ભારતીય મહિલા હોકી ટીમે સતત બીજી મેચ ડ્રો રમી, ચીન સામેની મેચ 1-1થી બરાબર પર રહી

|

Jul 06, 2022 | 7:06 AM

FIH: પ્રથમ બે ક્વાર્ટરમાં બોલ નિયંત્રણમાં હોવાથી ભારતનો હાથ ઉપર હતો અને તેણે ઘણી તકો બનાવી. પરંતુ ગોલમાં પરિવર્તિત કરી શક્યું નહીં. બીજી તરફ ચીનના ખેલાડીઓએ વળતો પ્રહાર કરીને ભારતીય ડિફેન્સને નુકસાન પહોંચાડ્યું હતું.

Womens Hockey World Cup: ભારતીય મહિલા હોકી ટીમે સતત બીજી મેચ ડ્રો રમી, ચીન સામેની મેચ 1-1થી બરાબર પર રહી
Indian Women Hockey Team (PC: Hockey India)

Follow us on

મહિલા હોકી વર્લ્ડ કપ 2022 ની શરૂઆત થઇ ચુકી છે. જેમાં ભારતીય મહિલા ટીમ પાસેથી મોટી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. ત્યારે ભારત હજુ પણ મહિલા હોકી વર્લ્ડ કપ (Women Hockey World Cup) માં પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે. ટીમે મંગળવારે પૂલ બીમાં ચીન સામે સતત બીજી ડ્રો રમી હતી. આ પહેલા ભારત (Hockey India) એ ઈંગ્લેન્ડ સાથે પણ 2-2 થી ડ્રો રમી હતી. ભારતે તેની છેલ્લી મેચ ગુરુવારે ન્યુઝીલેન્ડ સામે રમવાની છે.

વંદના કટારિયાએ ગોલ કર્યો

ટોક્યો ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેલી ભારતીય ટીમ (Hockey India) સામે ચીનના ઝેંગ જિયાલીએ 26મી મિનિટે ગોલ કર્યો હતો. વંદના કટારિયા (Vandana Kataria) એ 45મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગુરજીત કૌર (Gurjeet Kaur) ની સ્ટીક સાથે અથડાતાં ભારત માટે બરાબરીનો ગોલ કર્યો હતો. વંદનાએ પણ ઈંગ્લેન્ડ સામે ગોલ કરીને ટીમ ઈન્ડિયાને હારમાંથી બચાવી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તક સામે આવી પણ ગોલ કરી ના શક્યા

પ્રથમ બે ક્વાર્ટરમાં ભારતીય મહિલા હોકી ટીમ (Hockey India) નો બોલ પર અંકુશ વધુ હતો અને તેણે ઘણી તકો પણ બનાવી. પરંતુ ગોલમાં ફેરવી શક્યા નહીં. બીજી તરફ ચીન ના ખેલાડીઓએ વળતો હુમલો બોલીને ભારતીય ડિફેન્સ તોડી નાખ્યું હતું. નવમી મિનિટે નવનીત કૌરે ગોલ પર પહેલો હુમલો કર્યો. જેને ચીનના ગોલકીપર લિયુ પિંગે બચાવી લીધો.

 

પેનલ્ટી કોર્નર મળી પણ તેને ગોલમાં ફેરવી ન શક્યા

ભારત 23મી મિનિટે ગોલ કરવાની નજીક આવી ગયું હતું પરંતુ બોલ ગોલપોસ્ટના થાંભલા સાથે અથડાઇ ગયો હતો. જ્યોતિકાએ રિબાઉન્ડ પર ગોલ કર્યો હતો. પરંતુ રેફરલ બાદ તેને અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો. ભારતને તરત જ પેનલ્ટી કોર્નર મળી. જે નિરર્થક ગયો. હાફ ટાઈમ સુધીમાં ચીને એક ગોલની સરસાઈ મેળવી લીધી હતી. બીજા હાફમાં ભારતને 42મી મિનિટે સતત બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા. પરંતુ તેને ગોલમાં ફેરવી શક્યા નહીં.

Next Article