Wimbledon 2022: યુકી ભાંબરી અને રામકુમાર રામનાથન ક્વોલિફાયના પ્રથમ રાઉન્ડમાં હાર્યાં

|

Jun 21, 2022 | 10:55 AM

Wimbledon 2022: વર્ષનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનના ક્વોલિફાઈંગ રાઉન્ડ સામે રમાઈ રહ્યો છે. પ્રથમ દિવસે બે ભારતીય ટેનિસ ખેલાડીઓ કોર્ટ પર ઉતર્યા હતા. પરંતુ બંને નિરાશ થયા હતા. દેશના નંબર વન ટેનિસ ખેલાડી રામકુમાર રામનાથન (Ramkumar Ramanathan) ને પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે યુકી ભામ્બરી (Yuki Bhambri) પણ પ્રથમ રાઉન્ડમાં નિષ્ફળ રહ્યો હતો.

Wimbledon 2022: યુકી ભાંબરી અને રામકુમાર રામનાથન ક્વોલિફાયના પ્રથમ રાઉન્ડમાં હાર્યાં
Yuki Bhambri and Ramkumar Ramanathan (File Photo)

Follow us on

દેશના નંબર વન ટેનિસ ખેલાડી રામકુમાર રામનાથન (Ramkumar Ramanathan) અને યુકી ભામ્બરી (Yuki Bhambri) વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન 2022 (Wimbledon 2022) ના ક્વોલિફાઈંગ રાઉન્ડના પ્રથમ રાઉન્ડમાં હારી જતાં વિમ્બલ્ડન ઓપન 2022 ની રેસમાંથી બહાર નીકળી ગયા છે. યુકી ભાંબરીને સ્પેનના બર્નાબે જપ્તા મિરાલ્સે હરાવ્યો હતો. જ્યારે રામનાથનને ચેક રિપબ્લિકના વિટ કોપરિવાએ હરાવ્યો હતો. યુકીને સ્પેનિશ ખેલાડીએ 7-5, 6-1થી હરાવ્યો હતો. જ્યારે રામનાથનને કોપરિવાએ 7-5, 6-4થી હરાવ્યો હતો.

મહત્વનું છે કે યુકી ભાંબરીએ સારી શરૂઆત કરી હતી. તેણે શરૂઆતમાં 5-3 ની સરસાઈ મેળવી હતી. પરંતુ મિરાલેસે ટૂંક સમયમાં જ મેચમાં વાપસી કરી લીધી હતી. સ્પેનિશ ખેલાડીએ ફરીથી ભારતીય ખેલાડીને તક આપી ન હતી અને શાનદાર જીત નોંધાવી હતી. 29 વર્ષીય યુકી ભાંબરીને ઈજાથી સુરક્ષિત રેન્કિંગ દ્વારા ક્વોલિફાઈમાં રમવાની તક મળી હતી. જો કે તેને મુશ્કેલ ડ્રો મળ્યો હતો. મિરાલ્સે તાજેતરમાં ઘણી સારી જીત નોંધાવી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

મિરાલેસ ફ્રેન્ચ ઓપનમાં ચોથા રાઉન્ડમાં પહોંચ્યો હતો

સ્પેનિશ ખેલાડી બર્નાબે જાપ્તા મિરાલેસે ગયા મહિને ક્વોલિફાઈંગ દ્વારા વર્ષના બીજા ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ ફ્રેન્ચ ઓપન (French Open 2022) ના ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. આ દરમિયાન તેણે અમેરિકાના ટેલર ફ્રિટ્ઝ અને જોન ઈસ્નર જેવા ખેલાડીઓને હરાવ્યા હતા. જો કે ત્યાર બાદ તેને એલેક્ઝાન્ડર ઝવેરેવ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વ ક્રમાંકિત 90મી ખેલાડી મિરાલેસ હવે ફ્રાન્સના એન્ટોઈન હોંગ સામે ટકરાશે.

 

કોપારિવા હવે સેબેસ્ટિયન ઓફનર સામે ટકરાશે

19મી ક્રમાંકિત કોપરિવાએ રામનાથનને માત આપી હતી. કોપરિવા ગયા વર્ષે સૌપ્રથમ ચર્ચામાં આવ્યો હતો. જ્યારે તેણે ડેનિસ શાપાવાલોવ જેવા ખેલાડીને ક્લેકોર્ટ પર સેમિ ફાઇનલ મેચમાં હરાવ્યો હતો. પ્રથમ સેટ ગુમાવ્યા બાદ રામનાથનને બીજા સેટમાં પ્રારંભિક લીડ હોવા છતાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોપારિવા આગામી રાઉન્ડમાં ઓસ્ટ્રિયાના સેબેસ્ટિયન ઓફનર સામે ટકરાશે.

Next Article