Wimbledon 2022: સાનિયા મિર્ઝા-પાવિચની જોડી ક્વાર્ટર ફાઇનલમાં, 34 વર્ષની તાત્યાના મારિયા પણ જીતી

|

Jul 04, 2022 | 9:52 AM

Tennis : વિમ્બલ્ડન 2022 ક્વાર્ટર ફાઇનલમાં આ જોડીનો સામનો બ્રાઝિલની બ્રુનો સોરેસ અને બીટ્રિઝ હદ્દાદ મૈયા અથવા ઓસ્ટ્રેલિયન-કેનેડિયન જોડી જોન પીર અને ગેબ્રિએલા ડાબ્રોસ્કીની જોડી સામે થશે. સાનિયા પહેલા જ જાહેરાત કરી ચૂકી છે કે આ તેની કારકિર્દીની છેલ્લી સિઝન છે.

Wimbledon 2022: સાનિયા મિર્ઝા-પાવિચની જોડી ક્વાર્ટર ફાઇનલમાં, 34 વર્ષની તાત્યાના મારિયા પણ જીતી
Wimbledon 2022

Follow us on

સાનિયા મિર્ઝા (Saniz Mirza) અને મેટ પેવિક (Mate Pavic) ની ભારતીય અને ક્રોએશિયન જોડી રવિવારે વિમ્બલ્ડન (Wimbledon 2022) 2022 માં મિક્સ્ડ ડબલ્સ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. સાનિયા મિર્ઝા અને પાવિચની છઠ્ઠી ક્રમાંકિત જોડીને બીજા રાઉન્ડની મેચમાં ઇવાન ડોડિગ અને લતિશા ચાન તરફથી વોકઓવર મળ્યો હતો. સાનિયા અને પેવિકે શરૂઆતના રાઉન્ડમાં ડેવિડ વેગા હર્નાન્ડીઝ અને જ્યોર્જિયાની નાટેલા જાલામીજેની સ્પેનિશ જોડીને 6-4, 3-6, 7-6થી માત આપી હતી.

હવે ક્વાર્ટર ફાઇનલમાં સાનિયા મિર્ઝા અને પાવિચની જોડીનો મુકાબલો બ્રાઝિલની બ્રુનો સોરેસ અને બીટ્રિઝ હદાદ મૈયાની જોડી અથવા ઓસ્ટ્રેલિયન-કેનેડિયન જોડી જોન પીર અને ગેબ્રિએલા ડાબ્રોવસ્કી સામે થશે. સાનિયા મિર્ઝા પહેલા જ જાહેરાત કરી ચૂકી છે કે આ તેની કારકિર્દીની છેલ્લી સિઝન છે. મહિલા ડબલ્સમાં સાનિયા મિર્ઝા પહેલા જ રાઉન્ડમાં ચેક પાર્ટનર લુસી હ્રેડેકા સામે હારી ગઈ હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તાત્યાના મારિયા પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

બીજી તરફ તાત્યાના મારિયાએ બીજા સેટમાં બે મેચ પોઈન્ટ બચાવ્યા અને 2017ની ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન યેલેના ઓસ્ટાપેન્કોને હરાવી 34 વર્ષની ઉંમરે તેની પ્રથમ ગ્રાન્ડ સ્લેમમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. વિશ્વ રેન્કિંગમાં 103મા સ્થાને રહેલી મારિયાએ નંબર વન કોર્ટ પર મહિલા સિંગલ્સની રોમાંચક મેચમાં 5-7, 7-5, 7-5 થી જીત મેળવી હતી. જર્મન ખેલાડી સિંગલ ડ્રોમાં સૌથી મોટી વયની મહિલા છે. તેણે ઓસ્ટાપેન્કો સામે બીજા સેટમાં 5-4 થી આગળ જતાં બે વખત મેચ પોઈન્ટ બચાવ્યા અને પછી લાતવિયન ખેલાડીને પછાડીને સેટ જીત્યો.

 

ગ્રાન્ડ સ્લેમમાં મારિયાનું અગાઉનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2015 માં વિમ્બલ્ડનના ત્રીજા રાઉન્ડમાં પહોંચવાનું હતું. તેણી તેની છેલ્લી આઠ ગ્રાન્ડ સ્લેમ મેચોના પ્રથમ રાઉન્ડમાં હારી ગઈ હતી. આગામી રાઉન્ડમાં તેનો સામનો પોતાના જ દેશની જુલ નિમેયર સામે થશે. પ્રથમ વખત વિમ્બલ્ડનમાં ભાગ લઈ રહેલા નિમેયરે સ્થાનિક દિગ્ગજ હિથર વોટસનને માત આપી હતી.

મે મહિનામાં ફ્રેન્ચ ઓપનના પ્રથમ રાઉન્ડમાં હારી ગયેલા 22 વર્ષીય નિમેયરે વોટસનને સેન્ટર કોર્ટ પર 6-2, 6-4થી હરાવ્યો હતો. અગાઉ ચેક રિપબ્લિકની મેરી બુજાકોવા વિમ્બલ્ડનની મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ખેલાડી બની હતી.

Next Article