Wimbledon 2022: રાફેલ નડાલ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો, જાંડશુલ્પ સામે આસાન જીત મેળવી

|

Jul 05, 2022 | 5:27 PM

Tennis : વિમ્બલ્ડન 2022 (Wimbledon 2022) રાફેલ નડાલ (Rafael Nadal) બોટિક વાન ડી જાંડશુલ્પ સામે 6-4 6-2 7-6 (8/6) થી જીત્યો. નડાલનું શાનદાર ફોર્મ ચાલુ છે. તેણે આ વર્ષે ઓસ્ટ્રેલિયન અને ફ્રેન્ચ ઓપન જીતી છે.

Wimbledon 2022: રાફેલ નડાલ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો, જાંડશુલ્પ સામે આસાન જીત મેળવી
Rafael Nadal (File Photo)

Follow us on

સોમવારે રાત્રે રમાયેલી વિમ્બલ્ડન ટેનિસ 2022 (Wimbledon 2022)ની મેચમાં સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલ (Rafael Nadal)એ આસાન વિજય નોંધાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. રાફેલ નડાલે બોટિક વાન ડી જાંડશુલ્પ સામે 6-4, 6-2, 7-6 (8/6)થી જીત મેળવી હતી. આ વર્ષે ઓસ્ટ્રેલિયન અને ફ્રેન્ચ ઓપન જીતીને રાફેલ નડાલનું શાનદાર ફોર્મ ચાલુ છે. સોમવારે રાત્રે સેન્ટર કોર્ટમાં રમાયેલી મેચમાં રાફેલ નડાલે પોતાના અનુભવનું સંપૂર્ણ પ્રદર્શન કર્યું અને જાંડશુલ્પ સામે સતત ત્રણ સેટમાં જીત મેળવી. પહેલા બે સેટ ખૂબ જ આસાન હતા. જ્યારે છેલ્લા સેટમાં તેને થોડો પરસેવો પાડવો પડ્યો હતો. નડાલે પહેલો સેટ 6-4થી જીત્યો હતો. જ્યારે બીજો સેટ 6-2થી જીત્યો હતો. ત્રીજો સેટ ટાઈબ્રેકર સુધી પહોંચ્યો હતો. પરંતુ નડાલે 7-6 (8/6)થી જીત મેળવીને મેચનો અંત કર્યો હતો.

હવે ટૂર્નામેન્ટમાં રાફેલ નડાલનો મુકાબલો 11મી ક્રમાંકિત અમેરિકન ખેલાડી ટેલર ફ્રિટ્ઝ સાથે થશે. આ વર્ષની શરૂઆતમાં ટેલરે ઈન્ડિયન વેલ્સ ફાઈનલમાં નડાલ સામે જીત મેળવી હતી. આવી સ્થિતિમાં આ મેચ રોમાંચક રહેવાની આશા છે. જોકે નડાલ અત્યારે અલગ જ ફોર્મમાં ચાલી રહ્યો છે. સ્પેનના 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલ (Rafael Nadal)એ શનિવારે મોડી રાત્રે રમાયેલી મેચમાં લોરેન્ઝો સોનેગોને 6-1, 6-2, 6-4થી હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

બીજી તરફ મહિલા કેટેગરીની વાત કરીએ તો રોમાનિયાની સિમોના હાલેપ (Simona Halep)એ શાનદાર પ્રદર્શન કરતા ચોથી ક્રમાંકિત પૌલા બડોસાને એક તરફી મેચમાં સીધા સેટમાં હરાવી વિમ્બલ્ડન (Wimbledon 2022) ટેનિસ ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. 16મી ક્રમાંકિત સિમોના હેલેપે બડોસા (Wimbledon 2022)ને 6-1, 6-2થી હરાવીને ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં તેની 11મી મેચ જીતી અને પાંચમી વખત વિમ્બલ્ડન ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

મહિલા ટેનિસ સ્ટાર સિમોના હાલેપે 2019માં વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું હતું. જ્યારે કોરોના વાઈરસ રોગચાળાને કારણે ટુર્નામેન્ટ પછીના વર્ષે રદ કરવામાં આવી હતી. રોમાનિયાનો ખેલાડી ગયા વર્ષે ડાબા પગની ઈજાને કારણે ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શક્યો ન હતો. સિમોના હાલેપ (Simona Halep) સોમવારે બડોસા સામે પ્રભુત્વ ધરાવે છે. તેની સર્વ પર માત્ર આઠ પોઈન્ટ ગુમાવ્યા હતા અને તેની સર્વ પર તેનો એકમાત્ર બ્રેક પોઈન્ટ બચાવ્યો હતો. રોમાનિયાની આ મહિલા ખેલાડીએ પણ બડોસાની સર્વિસ પર 55માંથી 30 પોઈન્ટ જીત્યા હતા. હાલેપનો આગામી મુકાબલો અમાન્દા અનિસિમોવા સાથે થશે.

Next Article