Wimbledon 2022: સેરેના વિલિયમ્સ પહેલી જ મેચમાં 115 મી ક્રમાંકિત ખેલાડી સામે હારતા મેજર અપસેટ સર્જાયો

|

Jun 29, 2022 | 11:25 AM

Tennis : સાત વખતની વિમ્બલડન ચેમ્પિયન 40 વર્ષની સેરેના વિલિયમ્સ (Serena Williams) વિશ્વની 115 ક્રમાંકની ફ્રાન્સની હારમની ટેન (Harmony Tan) સામેની પ્રથમ રાઉન્ડની મેચમાં હારી.

Wimbledon 2022: સેરેના વિલિયમ્સ પહેલી જ મેચમાં 115 મી ક્રમાંકિત ખેલાડી સામે હારતા મેજર અપસેટ સર્જાયો
Serena Williams (PC: The New York Times)

Follow us on

અમેરિકાની ટેનિસ જગતી દિગ્ગજ ખેલાડી પૂર્વ વર્લ્ડ નંબર વન સેરેના વિલિયમ્સ (Serena Williams) એ મહિલા સિંગલ્સમાં 364 દિવસ પછી પુનરાગમન કર્યું હતું. પરંતુ વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટ (Wimbledon Open 2022) ના પ્રથમ રાઉન્ડમાં તે હારી જતાં ટુર્નામેન્ટમાંથી બહાર ફેકાઇ ગઇ હતી અને મેજર અપસેટ સર્જાયો હતો.

વિમ્બલડન ઓપન 2022 માં સેરેના વિલિયમ્સ (Serena Williams) નો સામને ફ્રાન્સની 115 મી ક્રમાંકીત ખેલાડી હારમની ટેન સામે થયો હતો. પહેલા લાગી રહ્યું હતું કે સેરેના વિલિયમ્સ માટે આ મેચ સરળ રહેશે. પરંતુ આ મેચમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. કેટલીકવાર એવું લાગતું હતું કે સેરેના વિલિયમ્સ મેચમાં બિલકુલ લયમાં જોવા મળતી ન હતી. જ્યારે ઘણી વખત તેનું પ્રદર્શન એવું લાગતું હતું કે તે તેના 23મા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવા માટે આગળ વધશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તમને જણાવી દઇએ કે મહિલા ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ (Serena Williams) એ ગયા વર્ષે 29 જૂને વિમ્બલ્ડન ઓપનમાં તેની છેલ્લી સિંગલ્સ મેચ રમી હતી. પરંતુ પહેલા સેટમાં જ ઈજાને કારણે તે બહાર થઈ ગઈ હતી.

 

સેરેના વિલિયમ્સ પહેલા જ રાઉન્ડમાં હારી

ભૂતપૂર્વ સાત વખતની વિમ્બલડન ચેમ્પિયન 40 વર્ષની સેરેના વિલિયમ્સ જીત નોંધાવવાથી બે પોઈન્ટ આગળ પહોંચી. તેણે વિમ્બલ્ડનમાં પદાર્પણ કરીને વિશ્વની 115 ક્રમાંકની ફ્રાન્સની હારમની ટેન (Harmony Tan) સામેની પ્રથમ રાઉન્ડની મેચમાં આખરે 7-5, 1-6, 7-6 (10-7) થી હારનો સામનો કરવો પડ્યો હતો.

 

 

હારમની ટેનનો સામનો સ્પેનની સારા સોરિબેસ સામે થશે

ગુરુવારે બીજા રાઉન્ડ માં ફ્રાન્સ ની યુવા ટેનિસ ખેલાડી હારમની ટેન (Harmony Tan) નો સામનો 32મી ક્રમાંકિત સ્પેનની સારા સોરિબેસ ટોર્મો સામે થશે. તેણે પ્રથમ રાઉન્ડમાં અમેરિકન ક્વોલિફાયર ક્રિસ્ટીના મેકહેલને 6-2, 6-1 થી માત આપી હતી.

 

Next Article