FIFA World Cupની મેચ દરમિયાન ઉઠી ‘Save Ukraine’ માંગ, મેદાનમાં ઘુસી આવ્યો પ્રદર્શનકારી

|

Nov 29, 2022 | 5:11 PM

28 નવેમ્બરે પોર્ટુગલ અને ઉરુગ્વે વચ્ચેની મેચમાં મેદાન પર કંઈક એવુ થયુ જેના કારણે ધમાલ મચી ગઈ હતી. રોમાંચક મેચ દરમિયાન મેદાન પર એક પ્રદર્શનકારી ઘુસી ગયો હતો. જેના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

FIFA World Cupની મેચ દરમિયાન ઉઠી Save Ukraine માંગ, મેદાનમાં ઘુસી આવ્યો પ્રદર્શનકારી
Viral Video protester runs onto pitch during fifa world cup 2022 portugal v uruguay football Match
Image Credit source: Twitter/ESPNFC

Follow us on

કતારમાં હાલમાં ફૂટબોલનો સૌથી મોટો મહાકુંભ ચાલી રહ્યો છે. ફિફા વર્લ્ડકપ 2022ની શરુઆત 20 નવેમ્બરે થઈ હતી. હમણા સુધી ફૂટબોલ ફેન્સને એકથી એક ચઢિયાતી મેચો જોવા મળી છે. ગોલ, યલો કાર્ડ, રેડ કાર્ડ અને ફૂટબોલ ફેન્સના ઉત્સાહને કારણે આખી દુનિયામાં ફિફાનો ફિવર છવાયો છે. આ દરમિયાન કેટલાક વિવાદો પણ સામે આવ્યા છે. હાલમાં 28 નવેમ્બરે પોર્ટુગલ અને ઉરુગ્વે વચ્ચેની મેચમાં મેદાન પર કંઈક એવુ થયુ જેના કારણે ધમાલ મચી ગઈ હતી. રોમાંચક મેચ દરમિયાન મેદાન પર એક પ્રદર્શનકારી ઘુસી ગયો હતો. જેના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

આ રોમાંચક મેચ જ્યારે ચાલી રહી હતી, ત્યારે એક પ્રદર્શનકારી સુરક્ષા વોલ અને અધિકારીઓને ભેદીને મેદાન પર દોડવા લાગ્યો હતો. તેના હાથમાં રંગબેરંગી ઝંડો હતો. તેણે જે ટી-શર્ટ પહેરી હતી, તેના પર 2 સંદેશ લખ્યા હતા. ટી શર્ટની આગળનો સંદેશ હતો – સેવ યૂક્રેન અને બીજો સંદેશ હતો – ઈરાનિયન મહિલાઓનું સમ્માન કરો. આ પ્રદર્શનકારી દુનિયા સામે પોતાનો વિરોધ અને માંગ લઈને મેદાનમાં આવ્યો હતો. તેના આવવાથી મેચ થોડા સમય માટે અટકી ગઈ હતી. સુરક્ષા અધિકારીઓએ તેને પકડી મેદાનની બહાર લઈ ગયા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પ્રદર્શનકારીની ઘૂષણખોરીના ચારેય તરફના જુઓ વીડિયો

 

 

 

ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધી 32 મેચ રમાઈ છે. જેમાં 9 મેચ ડ્રો રહી છે. આ મેચોમાં 3 મેચ 1-1ના સ્કોરથી ડ્રો રહી છે. જ્યારે બાકીની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી છે. જ્યારે એક મેચ 3-3થી ડ્રો રહી હતી. ફિફા વર્લ્ડકપ 2022માંથી યજમાન દેશ 2 મેચમાં હાર સાથે જ બહાર થઈ ગઈ છે. કેનાડાની ટીમ પણ આ ફિફા વર્લ્ડકપમાંથી બહાર થઈ ચૂકી છે. વર્લ્ડકપમાં સતત 2 મેચ જીતીને ડિફેન્ડિગ ચેમ્પિયન ટીમ ફ્રાન્સ પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચનાર પહેલી ટીમ બની છે. પોર્ટુગલ અને બ્રાઝિલની ટીમ પણ ફિફા વર્લ્ડકપ 2022ની પ્રી કવાર્ટરફાઈનલમાં પહોંચી ગઈ છે.

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

Next Article