ચેમ્પિયન દેશ આર્જેન્ટિનામાં ઉમટયો ફેન્સનો ‘જનસાગર’, ભવ્ય જીત માટે ભવ્ય ઉજવણીઓ શરુ

|

Dec 19, 2022 | 6:17 PM

ફિફા વર્લ્ડકપ 2022માં આર્જેન્ટિનાની ટીમ ચેમ્પિયન બની છે. દુનિયાભરમાં આર્જેન્ટિના અને મેસ્સીના કરોડો ફેન્સ છે, જીત બાદ તેમની ભવ્ય જીતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ચેમ્પિયન દેશ આર્જેન્ટિનામાં ઉમટયો ફેન્સનો જનસાગર, ભવ્ય જીત માટે ભવ્ય ઉજવણીઓ શરુ
Fans celebrate victory at iconic argentina monument
Image Credit source: Twitter

Follow us on

ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચમાં ફ્રાન્સની ટીમને પેન્લટી શૂટઆઉટમાં હરાવીને ફ્રાન્સની ટીમ વર્લ્ડકપ ચેમ્પિયન બની છે. મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમે પેનલટી શૂટઆઉટમાં 4-2થી જીત મેળવી હતી. આ સાથે જ આર્જેન્ટિનાની ટીમ ત્રીજીવાર વર્લ્ડકપ ચેમ્પિયન બની હતી. આ જીત સાથે આખી દુનિયામાં મેસ્સી અને આર્જેન્ટિના ટીમના ખેલાડીઓ ઝૂમી ઉઠયા હતા. આર્જેન્ટિના એક આઈકોનિક મેમોરિયલ પાસે આ રોમાંચક જીત બાદ હજારો ફેન્સ ભેગા થયા હતા. તેમની ભવ્ય ઉજવણીના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ખેલાડીઓથી લઈને દુનિયાના ખૂણે ખૂણે મેચ જોઈ રહેલા ફેન્સે આ જીતની ઉજવણી કરી હતી. ભવ્ય જીતની ઉજવણીના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યા છે. તેની સાથે સાથે આર્જેન્ટિના ખેલાડીઓના લોકર રુમના પણ કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ભવ્ય જીત બાદ ભવ્ય ઉજવણી

 

 

 

આર્જેન્ટિના લોકરુમમાં ઊજવણીના

 

ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચમાં શું થયુ ?

આર્જેન્ટિનાના મેસ્સી એ મેચની 23મી મેચમાં પેનલ્ટીનો લાભ ઉઠાવીનેે આ વર્લ્ડકપનો છઠ્ઠો ગોલ કર્યો હતો. મેચની 36મી મિનિટમાં આર્જેન્ટિનાના Ángel Di María એ રોમાંચક ગોલ કરીને આર્જેન્ટિનાને 2-0થી પ્રથમ હાફમાં લીડ અપાવી હતી. ફ્રાન્સની ટીમે બીજા હાફમાં ગોલ કરવાના ઘણા પ્રયાસ કર્યા હતા. ફ્રાન્સની ટીમના લોકપ્રિય ખેલાડી Kylian Mbappé એ મેચની 80 અને 81મી મિનિટમાં ગોલ કરીને મેચમાં ફ્રાન્સની ટીમની જોરદાર વાપસી કરવી હતી.

રમતની 90મી મિનિટ બાદ મેચમાં 8 મિનિટ વધારાની ઉમેરવામાં આવી હતી. મેચ દરમિયાન ખેલાડીની ઈજાને કારણે કે કોઈ અન્ય કારણસર જે સમય બગડ્યો હોય તે દરેક હાફમાં છેલ્લે ઉમેરવામાં આવે છે. તે વધારાની 8 મિનિટમાં પણ સ્કોર 2-2 રહેતા મેચ એકસ્ટ્રા ટાઈમમાં પહોંચી હતી.

મેચની 108મી મિનિટમાં મેસ્સી એ ફરી ગોલ કરીને આર્જેન્ટિનાને લીડ અપાવી હતી. આ તેનો વર્લ્ડકપનો 7મો ગોલ હતો. ત્યારે જ મેચની 118મી મિનિટમાં Kylian Mbappé એ હેટ્રિક ગોલ કરીને મેચનો સ્કોર 3-3 કર્યો હતો. તે ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં ફાઈનલમાં હેટ્રિક ગોલ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. અંતે મેચમાં સ્કોર 3-3 રહેતા, વર્લ્ડકપ ઈતિહાસમાં ત્રીજીવાર ફાઈનલ મેચમાં પેનલટી શૂટઆઉટ થયુ હતુ. પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાની ટીમે 4-2ના સ્કોરથી જીત મેળવી હતી.

Next Article