US Open: 23 કલાક અને 40 મિનિટમાં જીત્યો, જાણો 19 વર્ષના ચેમ્પિયનની 5 મોટી વાતો

|

Sep 12, 2022 | 10:31 AM

કાર્લોસ અલ્કેરેઝે (Carlos Alcaraz) ફાઇનલમાં પાંચમી ક્રમાંકિત નોર્વેના ખેલાડી કેસ્પર રૂડને હરાવ્યો હતો. આ મેચ 3 કલાક 20 મિનિટ સુધી ચાલી હતી, જે સ્પેનિશ ટેનિસ સ્ટાર અલકેરેઝે ચાર સેટમાં જીતી હતી.

US Open:  23 કલાક અને 40 મિનિટમાં જીત્યો, જાણો 19 વર્ષના ચેમ્પિયનની 5 મોટી વાતો
Carlos Alcaraz win US Open

Follow us on

ના નડાલ, ના જોકોવિચ, યુએસ ઓપન (US Open) ને આ વખતે નવો ચેમ્પિયન મળ્યો છે. આ નવા ચેમ્પિયનની ઉંમર માત્ર 19 વર્ષ છે. અને, આટલી નાની ઉંમરે તેણે યુએસ ઓપનમાં પોતાની ઓળખ બનાવી છે.  ટેનિસની આ નવી સનસની છે કાર્લોસ અલ્કેરેઝ (Carlos Alcaraz), જેણે પોતાનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું છે. તેણે ફાઈનલ મેચમાં 5મા ક્રમાંકિત નોર્વેના ખેલાડી કેસ્પર રૂડ ને હરાવ્યો હતો. આ મેચ 3 કલાક 20 મિનિટ સુધી ચાલી હતી, જે સ્પેનિશ ટેનિસ સ્ટાર અલકેરેઝે ચાર સેટમાં જીતી હતી. આમ આ વખતે સ્ટાર ખેલાડીઓને બદલે નવો જ ચેમ્પિયન મળ્યો છે. ટેનિસ જગતને એક નવો સ્ટાર મળ્યો છે અને જે એકદમ યુવાન છે.

4 સેટમાં ફાઈનલ જીતી લીધી

કાર્લોસ અલ્કેરેઝે યુએસ ઓપનની ફાઇનલમાં 4 સેટમાં જીત્યા પહેલા સેમિફાઇનલ મેચ 5 સેટમાં જીતી હતી. આ પહેલા ક્વાર્ટર ફાઈનલ પણ 5 સેટમાં જીતી હતી. જ્યારે રાઉન્ડ 4 મેચમાં પણ અલ્કેરેઝે 5 સેટમાં જીત હાંસલ કરી હતી. કાર્લોસ અલ્કેરેઝ યુએસ ઓપન ચેમ્પિયન બનવું ઘણી બાબતોમાં ખાસ હતું. ચાલો આ મોટી બાબત પર એક નજર કરીએ. જોઈએ 5 મોટી જાણવા જેવી બાબતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

19 વર્ષીય યુએસ ઓપન ચેમ્પિયન વિશે 5 મોટી બાબતો

  1. મેન્સ સિંગલ્સમાં ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર રાફેલ નડાલ પછી 19 વર્ષીય કાર્લોસ અલ્કેરેઝ સૌથી યુવા ટેનિસ સ્ટાર છે. નડાલે આ અદ્ભુત કામ 2005 માં કર્યું હતું.
  2. કાર્લોસ અલ્કેરેઝે યુએસ ઓપન 2022 માં કોર્ટ પર 23 કલાક અને 40 મિનિટ વિતાવી હતી. ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટના મેન્સ સિંગલ્સમાં કોર્ટ પર વિતાવેલો આ સૌથી વધુ સમય છે. અગાઉ વિમ્બલ્ડન 2018 માં કેવિન એન્ડરસને 23 કલાક અને 21 મિનિટ કોર્ટ પર વિતાવી હતી.
  3. પીટ સામ્પ્રાસ પછી યુએસ ઓપન જીતનાર કાર્લોસ અલ્કેરેઝ ઓપન એરા નો બીજો સૌથી યુવા ખેલાડી છે. સામ્પ્રાસે 1990 માં આ સિદ્ધિ મેળવી હતી.
  4. યુએસ ઓપન ચેમ્પિયન બન્યા બાદ કાર્લોસ અલ્કેરેઝ પણ વિશ્વનો નંબર વન બની ગયો છે. તે 1971 પછી એટીપી રેન્કિંગમાં નંબર વન બનનાર સૌથી યુવા ખેલાડી છે.
    એક વર્ષ પહેલા, કાર્લોસ અલ્કેરેઝ નું વિશ્વ રેન્કિંગ 55 મું હતું. પરંતુ 12 મહિનામાં તેની રેન્કિંગમાં અસાધારણ ઉછાળો આવ્યો. આજે તે વિશ્વનો નવો નંબર વન ટેનિસ ખેલાડી છે.

Published On - 10:06 am, Mon, 12 September 22

Next Article