UEFA Europa League final: ફ્રેંકફર્ટ અને રેંજર્સ વચ્ચે થશે યુરોપા લીગની ફાઇનલ જંગ

|

May 07, 2022 | 11:01 AM

UEFA : ફ્રેન્કફર્ટે (Eintracht Frankfurt FC) વેસ્ટ હેમને હરાવીને 42 વર્ષ બાદ યુરોપીયન ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફાઇનલમાં ફ્રેન્કફર્ટનો મુકાબલો સ્કોટિશ ક્લબ રેન્જર્સ (Rangers Football Club) સામે થશે.

UEFA Europa League final: ફ્રેંકફર્ટ અને રેંજર્સ વચ્ચે થશે યુરોપા લીગની ફાઇનલ જંગ
Frankfurt Football Club (PC: Frankfurt Twitter)

Follow us on

યુરોપની જાણીતી ફૂટબોલ ક્લબ આઇંટ્રાચ્ટ ફ્રેન્કફર્ટ (Eintracht Frankfurt) યુરોપા લીગમાં (UEFA Europa League) વેસ્ટ હેમને હરાવીને 42 વર્ષમાં પ્રથમ વખત યુરોપીયન ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું. ફાઇનલમાં યુરોપિયન ક્લબ આઇંટ્રાચ્ટ ફ્રેન્કફર્ટનો મુકાબલો સ્કોટિશ ક્લબ રેન્જર્સ ક્લબ (Rangers Football Club) સામે થશે. સેમિ ફાઇનલના બીજા તબક્કામાં આઇંટ્રાચ્ટ ફ્રેન્કફર્ટે વેસ્ટ હેમને 1-0 થી હરાવ્યું અને આમ કુલ 3-2 ના સ્કોરથી જીત મેળવી.

ફુટબોલ ક્લબ આઇંટ્રાચ્ટ ફ્રેન્કફર્ટ માટે રાફેલ સાન્તોસ બોરી મૌરીએ 26 મી મિનિટે એન્ગર નોફના પાસ પર ગોલ કર્યો હતો. જે અંતમાં નિર્ણાયક સાબિત થયો હતો. બીજી તરફ રેન્જર્સ ક્લબે પ્રથમ ચરણમાં 0-1 થી પાછળ રહ્યા બાદ બીજા તબક્કામાં શાનદાર પુનરાગમન કર્યું હતું અને આરબી લેઇપઝિગને 3-1 થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

તમને જણાવી દઇએ કે યુરોપિયન ક્લબ આઇંટ્રાચ્ટ ફ્રેન્કફર્ટ અગાઉ 1980 માં યુઇએફએ (UEFA) કપની ફાઇનલમાં પહોંચ્યું હતું. પછી તેણે પોતાના જ દેશના જર્મન ક્લબ બોરુસિયા મોશેનગ્લાબચને હરાવી ટાઇટલ જીત્યું હતું. બાદમાં યુઇએફએ કપની જગ્યાએ યુરોપા લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, રેન્જર્સ 50 વર્ષમાં તેના પ્રથમ યુરોપિયન ટાઇટલની શોધમાં છે. આ પહેલા તેણે છેલ્લે 1972માં વિનર્સ કપ જીત્યો હતો.

 

ચેલ્સિયાના સંપાદનથી ટીમને અસર થઈ: તુચેલ

પ્રીમિયર લીગ (Premier League) ક્લબ ચેલ્સિયાના મેનેજર થોમસ તુચેલે શુક્રવારે જણાવ્યું હતું કે, ચેલ્સિયાના ટેકઓવરથી ડ્રેસિંગ રૂમ પર અસર થઈ રહી છે. “દેખીતી રીતે તેની અસર ટીમ પર પડી છે.” દરેકની ભાવિ સ્થિતિ સ્પષ્ટ નથી. કારણ કે તેના વિશે કોઈ વાત કરવામાં આવી નથી. બહાના તરીકે આનો ઉપયોગ ન કરવો તે મહત્વપૂર્ણ છે.

ચેમ્પિયન્સ લીગમાં રિયલ મેડ્રિડ ફાઇનલમાં પહોંચ્યું

રિયલ મેડ્રિડ (Real Madrid) ક્લબે ચેમ્પિયન્સ લીગ (Champions League) માં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. ચેમ્પિયન્સ લીગની ફાઇનલની ટીમો હવે નક્કી થઇ ગઇ છે. રિયલ મેડ્રિડ અને લિવરપુલ ક્લબ વચ્ચે ટાઇટલ માટે જંગ ખેલાશે. ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલ મેચની વાત કરીએ તો બીજા લેગમાં માન્ચેસ્ટર સિટી (Manchester City) ને 3-1 થી હરાવીને રિયલ મેડ્રિડ ક્લબ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં 6-5 ના કુલ સ્કોર સાથે પહોંચ્યું હતું. જ્યાં રિયલ મેડ્રિડનો 28 મેના રોજ લિવરપૂલ (Liverpool FC) સામે ટકરાશે. માન્ચેસ્ટર સિટીએ સેમિ ફાઇનલના બીજા તબક્કામાં 13 વખતના યુરોપિયન ચેમ્પિયન પર 1-0 ની લીડ મેળવી હતી. રિયલ મેડ્રિડે શાનદાર વાપસી કરીને સબસ્ટિટ્યૂટ રોડ્રિગોએ અંતે 2 મિનિટમાં 2 ગોલ કરીને માન્ચેસ્ટર યુનાઇટેડ (Manchester United) ને 3-1 થી હરાવ્યું હતું.

Next Article