Nikhat Zareen: ટ્વીટર બોક્સર નિકહત ઝરીનનું ફેન બન્યું, આપી ખાસ ભેટ

|

Jun 19, 2022 | 1:11 PM

Boxing : નિખત ઝરીન (Nikhat Zareen) નું સપનું ટ્વિટર (Twitter) પર ટ્રેન્ડ કરવાનું હતું, જે પૂરું થયું છે. હવે ટ્વિટરે આ સ્ટાર મહિલા બોક્સરને એક ખાસ ભેટ આપી છે.

Nikhat Zareen: ટ્વીટર બોક્સર નિકહત ઝરીનનું ફેન બન્યું, આપી ખાસ ભેટ
Nikhat Zareen (File Photo)

Follow us on

ભારતીય બોક્સર નિખત ઝરીન (Nikhat Zareen) એ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ (Women’s World Boxing Championship) માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ગોલ્ડ મેડલ જીત્યા બાદ નિખાત ઝરીન ટ્વિટર (Twitter) પર ટ્રેન્ડ થવા લાગી હતી. ભારતની સ્ટાર મહિલા બોક્સર નિખત ઝરીને ગોલ્ડ મેડલ જીત્યા બાદ પત્રકાર પરિષદમાં પુછ્યું હતું કે, તેનું સપનું ટ્વિટર પર ટ્રેન્ડ થયું કે નહીં. જોકે તે ગોલ્ડ મેડલ જીતતા જ ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગી હતી. આ ઘટના બાદ હવે ટ્વિટરે નિખત ઝરીનને એક ખાસ ભેટ આપી છે.

નિખાત ઝરીને ટ્વીટરનો માન્યો આભાર

ભારતીય બોક્સર નિખાત ઝરીન (Nikhat Zareen) ને આપવામાં આવેલા સ્મૃતિચિહ્નો તેને ટ્વિટર પર નંબર-1 ટ્રેન્ડ તરીકે દર્શાવે છે. નિખાત ઝરીને આ ખાસ ભેટ માટે પોતાના સોશિયલ મીડિયા પર તેને ફોટો શેર કરીને ટ્વિટર ઈન્ડિયાનો આભાર માન્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

ભારતીય બોક્સર નિખત ઝરીને ગયા મહિને 52 કિગ્રા વર્ગમાં થાઈલેન્ડ ની જીતપોંગ જુટામાસને 5-0 થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યા બાદ તેલંગાણા સરકારે નિખતને 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. આ સાથે નિખાતે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે પણ મુલાકાત કરી હતી.

તમને જણાવી દઇએ કે 25 વર્ષીય નિખાત ઝરીન મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પાંચમી ભારતીય મહિલા બોક્સર છે. ભારતીય દિગ્ગજ એમસી મેરી કોમ (MC Mary Kom) એ આ ચેમ્પિયનશિપમાં રેકોર્ડ 6 ગોલ્ડ મેડલ જીત્યા છે. તો સરિતા દેવી (Sarita Devi), જેની આરએલ અને સી. લેખા પણ આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય બોક્સર છે.

નિખત ઝરીનની નજર પેરિસ ઓલિમ્પિક 2024 પર છે

નિખત ઝરીન (Nikhat Zareen) એ સ્ટ્રેન્ડજા મેમોરિયલમાં પણ મેડલ જીત્યો હતો. જેનાથી તે ટુર્નામેન્ટમાં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. તેણે આ ટુર્નામેન્ટમાં ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતાને હરાવી હતી. હવે વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ચાહકોની નિખત ઝરીન પાસેથી અપેક્ષાઓ વધી ગઈ છે. નિખતની નજર 2024 પેરિસ ઓલિમ્પિક (Paris Olympic 2024) પર રહેશે.

Next Article