FIFA World Cup 2022: ફ્રાંસ ઉલટફેરનો શિકાર, છતાંય ટ્યૂનીશિયા બહાર થયુ, ઓસ્ટ્રેલિયા નોકઆઉટમાં પહોંચ્યુ

|

Nov 30, 2022 | 11:44 PM

FIFA World Cup 2022 Match Report: ફ્રાંન્સે શરુઆતમાં જ બે મેચોમાં જીત મેળવી લીધી હતી અને તેમણે આગળના તબક્કામાં સ્થાન મેળવી લીધુ હતુ. જેને લઈ હાર છતાં પણ કોઈ જ ફરક પડ્યો નહીં.

FIFA World Cup 2022: ફ્રાંસ ઉલટફેરનો શિકાર, છતાંય ટ્યૂનીશિયા બહાર થયુ, ઓસ્ટ્રેલિયા નોકઆઉટમાં પહોંચ્યુ
TUN vs FRA and AUS vs DEN Match report

Follow us on

FIFA World Cup 2022: બુધવાર ફિફા વિશ્વકપ માં ગજબનો રહ્યો હતો. એક જ રાતમાં કતાર વર્લ્ડ કપ 2022 માં બે અપસેટ જોવા મળ્યા હતા. અંતિમ ગ્રુપ રાઉન્ડની મેચોમાં આ અપસેટ સર્જાયા હતા. ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાંસે પોતાની અંતિમ મેચમાં ટ્યુનિશિયાના હાથે 0-1 થી હારનો સામનો કરવો પડ્યો હતો. અંતિમ ઘડી સુધી ચાલેલા ડ્રામા બાદ ટ્યુનિશિયા જીત મેળવવામાં સફળ રહ્યુ હતુ. ટ્યુનિશિયાએ જીત મેળવવા છતાં ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો જોવો પડ્યો હતો. કારણ કે એ જ સમયે ચાલી રહેલી બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અપસેટ સર્જયો હતો. ઓસ્ટ્રેલિયાએ ડેનમાર્કને 1-0 થી હાર આપી હતી.

ફ્રાન્સે આ ગ્રૂપમાંથી પોતાની શરૂઆતની બંને મેચો જીતીને પહેલાથી જ આગળના રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી હતી. આવી સ્થિતિમાં આ હારની તેના પર બહુ અસર થઈ ન હતી. પરંતુ ઓસ્ટ્રેલિયાએ ડેનમાર્કને હરાવીને આગલા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. આ રીતે આ વર્લ્ડ કપમાં ડેનમાર્ક અને ટ્યુનિશિયાની સફર અહીં પૂરી થઈ. ટ્યુનિશિયાએ જીત નોંધાવી હતી, પરંતુ ડેનમાર્ક કોઈ જીત્યા વિના વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું.

ઓસ્ટ્રેલિયા 16 વર્ષ બાદ સફળ

30 નવેમ્બર બુધવારની રાત્રે રમાયેલી આ બંને મેચમાં ફ્રાન્સ સિવાય બાકીની ત્રણેય ટીમો નોકઆઉટ રાઉન્ડ માટે લડી રહી હતી. ઓસ્ટ્રેલિયાનો સામનો યુરોપની સૌથી મોટી ટીમોમાંની એક ડેનમાર્ક સામે થયો હતો. ક્રિશ્ચિયન એરિક્સન, કેસ્પર શ્મીશેલ જેવા અનુભવી ખેલાડીઓ સાથેની આ ટીમ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ ગ્રુપમાં સતત સારું પ્રદર્શન કરી રહેલી ઓસ્ટ્રેલિયા તેને રોકવામાં સફળ રહી. ઓસ્ટ્રેલિયા માટે મેચનો એકમાત્ર ગોલ મેથ્યુ લેકીએ બીજા હાફમાં 60મી મિનિટે કર્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ ગોલના આધારે ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષ બાદ વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં જગ્યા બનાવી છે. ઓસ્ટ્રેલિયાએ આ પહેલા 2006માં માત્ર એક જ વખત ગ્રુપ સ્ટેજ પાર કર્યું હતું.

ટ્યુનિશિયાની ઉલટફેર પૂરતી નથી

ફ્રાન્સ પહેલાથી જ સુરક્ષિત હતું અને તેથી શરૂઆતના 11માં તેમના મુખ્ય ખેલાડીઓને સ્થાન આપવાને બદલે તેમણે બાકીના ખેલાડીઓને અજમાવ્યા. તેની અસર તેના હુમલા પર જોવા મળી હતી. ટ્યુનિશિયાએ પહેલા હાફમાં જ એક ગોલ કર્યો હતો, પરંતુ તેને ઓફસાઈડ માટે નામંજૂર કરવામાં આવ્યો હતો. આ છતાં ટ્યુનિશિયાએ હાર ન માની અને બીજા હાફમાં પણ હુમલા કરવાનું ચાલુ રાખ્યું. અંતે 58મી મિનિટે કેપ્ટન વાહબી ખજરીએ મહત્વનો ગોલ કરીને તેને લીડ અપાવી હતી.

ફ્રાન્સે પાછળથી તેમના ત્રણેય મુખ્ય હુમલાખોરો જેમ કે કાયલિયાન એમબાપ્પે, એન્ટોઈન ગ્રીઝમેન અને ઓસમાન ડેમ્બેલેને મેદાનમાં ઉતાર્યા. ઈન્જરી ટાઈમની છેલ્લી સેકન્ડમાં ગ્રીઝમેને ગોલ કરીને ટ્યુનિશિયાની જીતની આશા તોડી નાખી હતી. જોકે, થોડા સમય બાદ રેફરીએ રિપ્લે જોયો અને તેને ઓફ સાઈડ આપી દીધો. આ સાથે તેણે વર્લ્ડ કપમાં મોટો અપસેટ સર્જ્યો હતો. જો કે આની થોડી મિનિટો પહેલા જ તેની સફર ઓસ્ટ્રેલિયાની જીત સાથે પૂરી થઈ ગઈ હતી.

Published On - 11:37 pm, Wed, 30 November 22

Next Article