Tokyo Olympics: એક માત્ર આઉટડોર યોજાતી શુટીંગની શોટગન ઇવેન્ટ, મોંઘીદાટ ગણાતી આ રમતના નિયમોને જાણો

|

Jul 08, 2021 | 7:50 AM

સૈન્ય સાથે જોડાયેલા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજયવર્ધનસિંહ રાઠોડ (Rajyavardhan Rathore) એ વર્ષ 2004માં એથેંસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ ભારતને અપાવ્યો હતો. જે તેમણે ડબલ ટ્રેપ ઇવેન્ટમાં મેળવ્યો હતો. શોટગન શુટીંગ રાયફલ અને પિસ્ટલ શુટીંગ થી અલગ હોય છે.

Tokyo Olympics: એક માત્ર આઉટડોર યોજાતી શુટીંગની શોટગન ઇવેન્ટ, મોંઘીદાટ ગણાતી આ રમતના નિયમોને જાણો
Olympics Shooting

Follow us on

ઓલિમ્પિક (Olympics) માં શોટગન ઇવેન્ટમાં એક માત્ર મેડલ, ભારતને શુટર રાજ્યવર્ધન રાઠોડે (Rajyavardhan Rathore) અપાવ્યો હતો. રાજ્યવર્ધન રાઠોડ શુટર ખેલાડી રહ્યા બાદ કેન્દ્રીય પ્રધાન પદે પણ રહી ચૂક્યા છે. તેઓએ વર્ષ 2004માં એથેંસ ઓલિમ્પિક રમતોમાં શોટગન (Shotgun) ના ડબલ ટ્રેક ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. શોટગન માં તેમના ઉપરાંત અન્ય કોઇ જ ભારતીય ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં સફળ રહી શક્યુ નથી. શોટગન શુટીંગ રાયફલ અને પિસ્ટલ બંને ખૂબ જ ખર્ચાળ હોય છે. તેમજ આ એક માત્ર શુટીંગ (Shooting) ઇવેન્ટ છે જે આઉટડોર કરવામાં આવે છે.

શોટગન ઇવેન્ટમાં ત્રણ ઇવેન્ટ હોય છે. જેમં સ્કીટ, ટ્રેપ અને ડબલ ટ્રેપનો સમાવેશ થાય છે. આ તમામ ઇવેન્ટ આઉટ ડોર જ યોજવામાં આવે છે. ખેલાડી ઉડતા ક્લે બોર્ડ એટલે કે ટાર્ગેટ પર નિશાન લગાવે છે. અત્યાર સુધી ઓલિમ્પિકમાં શોટગન શુટીંગ ની તમામ ઇવેન્ટમાં ફક્ત બે જ વર્ગ હતા. જે મહિલા અને પુરુષ વર્ગ હતા. જોકે ટોક્યો ઓલિમ્પિકમાં ટ્રેપ મિક્સડ ટીમ નામ થી એક વધારે વર્ગ વધારવામાં આવી રહ્યો છે. જેમાં એક પુરુષ અને એક મહિલા જોડી ના રુપમાં હિસ્સો લેશે. સાથે જ ડબલ ટ્રેપ ઇવેન્ટને ઓલિમ્પિક થી હટાવી દેવામાં આવી છે.

સ્કીટ શુટીંગ નિયમ

સ્કીટ શુટીંગ ઇવેન્ટમાં ક્લે ટાર્ગેટ ને બે સ્થાનો પર થી ઉડાડવામા આવે છે. તે બંને સ્થાનો ને હાઉસ કહેવામાં આવે છે. તે હાઉસમાં ટાર્ગેટ ફેંકનાર મશીન લગાવેલ હોય છે. રેન્જની ડાબી બાજુ થી ક્લે ટાર્ગેટ ઉડાડવા વાળા સ્થાને હાઇ હાઉસ અને તેમાંથી નિકળનારા ટાર્ગેટને માર્ક કહેવામા આવે છે. જ્યારે જમણા હિસ્સાને લો હાઉસ કહેવામાં આવે છે. તેમાથી નિકળનારા ક્લે બર્ડને પુલ કહેવામાં આવે છે. શુટર 8 અલગ અલગ સ્થળો પર ઉભા રહીને ફાયર કરે છે. જે અલગ અલગ સ્થાનોને સ્ટેશન કહેવામાં આવે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દરેક શુટરને 5 રાઉન્ડમાં 1254 ટાર્ગેટ મળતા હોય છે. એટલે કે દરેક રાઉન્ડમાં 25 ટાર્ગેટ પર નિશાન લગાવવાનુ હોય છે. વધુમાં વધુ 6 ખેલાડીઓનુ ગૃપ બનાવવામાં આવે છે. જે એક એક કરીને સ્ટેશન નંબર 1 થી 8 સુધીના સ્થાનો પર થી નિશાન લગાવે છે. કયા સ્ટેશન પર થી પહેલા બે અને ક્યાંથી એક ટાર્ગેટ નિકળશે એ પહેલાથી નિશ્વિત હોય છે. જે ઇવેન્ટ 3 દિવસ સુધી ચાલે છે. સ્કીટ શુટીંગમાં ક્વોલીફિકેશન રાઉન્ડના બાદ ટાપ 6 નિશાનેબાજ મેડલની રેસમાં સામેલ થતા ફાઇનલ મેચ રમી શકે છે.

ટ્રેપ ઇવેન્ટ નિયમ

આ ઇવેન્ટમાં ક્લે બર્ડ નિશાનબાજો સામે 5 અલગ અલગ સ્થળે થી બર્ડ નિકળતા હોય છે. નિશાનેબાજોએ પાંચ અલગ અલગ સ્થાનો પર ઉભા રહીને તેમણે શૂટ કરવાનુ હોય છે. શુટરે 5 રાઉન્ડમાં કુલ 125 નિશાન લગાવવાના હોય છે. એટલે કે દરેક રાઉન્ડમાં 25 ટાર્ગેટ નિશાના પર લગાવવાના હોય છે. 5 અથવા 6 ખેલાડીઓનુ ગૃપ બનાવાવમાં આવે છે. જે એક એક કરીને સ્ટેશન નંબર 1 થી 5 માં નિશાન લગાવતા હોય છે. ટ્રેપ ઇવેન્ટમાં પણ ક્વોલિફીકેશન રાઉન્ડ બાદ સૌથી વધારે સ્કોર કરનારા 6 નિશાનેબાજો વચ્ચે ફાઇનલ મેચ રમાય છે.

તો મિક્સડ ટીમ ઇવેન્ટમાં મહિલા અને પુરુષ નિશાનેબાજો ની જોડી ને 25-25 શોટના 3 રાઉન્ડ રમવાના હોય છે. જેમાં બે ખેલાડીઓ ના હિસ્સામાં 75-75 ક્લે ટાર્ગેટ આવે છે. એટલે કે કુલ મળીને 150 ક્લે ટાર્ગેટ નિશાના પર લગાવવાના હોય છે. દરેક ગૃપમાં 3 મિક્સડ ટીમ સામેલ હોય છે. જેઓએ એક એક કરીને સ્ટેશન નંબર 1 થી 5 નિશાન લગાવવાના હોય છે. ટોપ 6 ટીમોને ફાઇનલ મેચ રમવાનો મોકો મળે છે.

 

આ પણ વાંચોઃ  Hockey: દિગ્ગજ પૂર્વ હોકી ખેલાડી કેશવ દત્તનું અવસાન, ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યું હતું

Next Article