Tokyo Olympics: મેરિકોમે જીતથી શરુઆત કરી બોક્સિંગમાં જીતની આશા જગાવી

|

Jul 25, 2021 | 4:21 PM

રાઉન્ડ ઓફ 32 ની ટક્કરમાં 6 વખતની વિશ્વ ચેમ્પિયને ડોમેનિક રિપબ્લિકની મહિલા બોક્સરની સામે મેરી કોમે ટક્કર જીતી લીધી હતી.

Tokyo Olympics: મેરિકોમે જીતથી શરુઆત કરી બોક્સિંગમાં જીતની આશા જગાવી
Mary Kom

Follow us on

ટોક્યો ઓલિમ્પિકસ (Tokyo Olympics) ની રિંગમાં ભારતની સ્ટાર મહિલા બોક્સર મેરીકોમ (Mary Kom) એ જીત થી ખાતુ ખોલ્યુ છે. રાઉન્ડ ઓફ 32 ની રમતમાં 6 વખતની વિશ્વ ચેમ્પિયન ડોમેનિક રિપબ્લિકની મહિલા બોક્સરની સામેની ટક્કર જીતી લીધી હતી. આ સાથે જ મેરીકોમના મુક્કાએ ટોક્યોની રીંગમાં ભારત માટે મેડલની આશા લગાવી લગાવી દીધી છે. મેરીકોમ એ મહિલાઓની 51 કિગ્રા શ્રેણીમાં બોક્સીંગ ના રાઉન્ડમાં 32મી ટક્કર 4-1 થી જીતી હતી.

ટોકયો ની રીંગમાં મેરીકોમ એ પોતાની પ્રથમ મેચની શરુઆત સમજપૂર્વકની રણનીતિ સાથે કરી હતી. તેણે આખીય ટક્કર દરમ્યાન
પોતાના અનુભવનો ભરપૂર ઉપયોગ કરીને મેચને જીતી હતી. 3 રાઉન્ડની મેચમાં મેરીકોમએ પ્રથમ રાઉન્ડ સંભાળીને રમ્યો હતો. આ
રાઉન્ડમાં તેણે સંપૂર્ણ ફોકસ પોતાની એનર્જી બચાવી રાખવા પર કર્યુ હતુ. તે ફક્ત મોકો મળવા પર જ વિરોધી પર હુમલો કરતી
જોવા મળતી હતી.

બીજા રાઉન્ડમાં બરાબરની જોવા મળી ટક્કર

મેચના બીજા રાઉન્ડમાં મેરીકોમ થોડી આક્રમક હુમલો કરતી જોવા મળી હતી. જોકે આ ક્રમમાં વિરોધી બોક્સરથી પણ તેને આકરી
ટક્કર મળી હતી. ડોમિનિક રિપબ્લિક ની બોક્સર પણ મેરીકોમના હુમલાનો જવાબ બીજા રાઉન્ડમાં ભરપૂર આપ્યો હતો. આ જ કારણ
રહ્યુ કે, આ તે રાઉન્ડ સમાપ્ત થયો ત્યરે સ્કોર ફિફટી-ફિફ્ટી રહ્યો હતો. એટલે કે 2 જજ એ મેરીકોમને 10-10 પોઇન્ટ આપ્યા હતા.
જ્યારે બે એ ડોમિનિક રિપબ્લિકની બોક્સરને પણ 10-10 પોઇન્ટ આપ્યા હતા.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ત્રીજા રાઉન્ડમાં આક્રમક બોક્સિંગનુ પ્રદર્શન

બીજો રાઉન્ડ બેશક બરાબરી પર રહ્યો હતો. ત્રીજા રાઉન્ડમાં મેરીકોમ પુરી તરફ હાવી રહી હતી. તેણે વિરોધી બોક્સર પર મુક્કા
વરસાવ્યા હતા. મેરીકોમ એ આ રાઉન્ડમાં આક્રમક બોક્સિંગ અપનાવી હતી. આ રાઉન્ડને જીતવા માટે મેરીકોમે પોતાની પુરી એનર્જી
સાથે અનુભવ પણ લગાવી દીધો હતો. તેનુ ફળ પણ તેને ટોક્યો ઓલિમ્પિકની રિંગમાં પ્રથમ જીતના રુપમાં મળી હતી.

મેરીકોમ એ લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટોક્યો તેના માટે આખરી ઓલિમ્પિક થઇ શકે છે. આવામાં મેરી પોતાના
અંતિમ ઓલિમ્પિકને યાદગાર બનાવવા ઇચ્છશે. અને તેને યાદગાર બનાવવા આના થી વધારે કોઇ સારો કોઇ પ્રકાર ના હોઇ શકે કે,
મેડલનો રંગ બદલવામાં આવે. આ વખતે મેરિકોમની નજર બ્રોન્ઝને ગોલ્ડમાં બદલવા પર હશે.

 

આ પણ વાંચોઃ Wrestling : પ્રિયા મલિકે વર્લ્ડ કૈડેટ કુશ્તી ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો

Published On - 4:07 pm, Sun, 25 July 21

Next Article