Tokyo Olympic: દિપીકા કુમારીએ જન્મથી જ પડકારો વેઠ્યા, ટોક્યો ઓલિંમ્પિકમાં ભારત માટે આશાનુ કિરણ

|

Jul 05, 2021 | 8:28 AM

ભારત માટે આશાનુ કિરણ બનેલી દિપીકા ઝારખંડ ની છે. ઝારખંડને ધોની (MS Dhoni) અને દિપીકાએ ઝારખંડને ગૌરવ અપાવ્યુ છે.

Tokyo Olympic: દિપીકા કુમારીએ જન્મથી જ પડકારો વેઠ્યા, ટોક્યો ઓલિંમ્પિકમાં ભારત માટે આશાનુ કિરણ
Deepika Kumari

Follow us on

રમતની દુનિયામાં ઝારખંડ માં એક નામ ગુંજતુ રહે છે , તે છે મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) . પરંતુ ક્રિકેટ સિવાય અહી તીરંદાજ દિપીકાકુમારી (Deepika Kumari) નુ પણ એટલુ જ માનપાન છે. ધોનીની માફક જ દિપીકાએ રાંચી ના ગૌરવને વધાર્યુ છે. દિપીકા તીરંદાજી (Archery) માં થોડાક સમય અગાઉ જ પેરિસમાં વિશ્વ નંબર વનનો ફરી એકવાર તાજ મેળવી ચુકી છે. તેના કમાલને લઇને તે ખૂબ જ ચર્ચામાં રહી હતી. તેની તિરંદાજી હવે ટોકિયો ઓલિમ્પિક (Tokyo Olympic)માં મેડલનુ નિશાન સાધવા પ્રયાસ કરશે.

દિપીકા જ્યારે પહેલીવાર તિરંદાજીમાં વિશ્વમાં નંબર વન બની હતી, ત્યારે તેનાથી તે અજાણ હતી. ત્યારે તેને ખ્યાલ જ નહોતો કે, વિશ્વમાં નંબર વન બનવાનો મતલબ શુ છે તે તેની સમજ બહાર હતો. દિપીકાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, વર્ષ 2012માં તે ફક્ત 18 વર્ષની હતી. તે સમયે તે પ્રથમ વખત વિશ્વ નંબર વન ના સ્થાનને હાંસલ કર્યુ હતુ. ત્યારે તેના કોચ એ સમજાવી ત્યારે તેને એ વાતની સમજ આવી કે, વર્લ્ડ રેન્કિંગ નંબર વન હોવાનો મતલબ શુ હોય છે.

દિપીકા હાલમાં 27 વર્ષની થઇ ચુકી છે. તીરંદાજીની સફર તેમે 14 વર્ષ લાંબી ખેડી છે. દિપીકા નો જન્મ ઝારખંડના એક ગરીબ પરિવારમાં થયો હતો. પિતા શિવ નારાયણ મહતો ઓટો રિક્ષા ચલાવવાનુ કામ કરતા હતા. જ્યારે માતા ગીતા મહતો એક મેડિકલ કોલેજમાં ગૃપ ડી કર્મચારી છે. ઓલિંમ્પિક મહાસંઘ એ એક શોર્ટ ફિલ્મ બનાવી છે. જેમાં દિપીકા ના જીવન સફર સાથે જાડાયેલા પડકારો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં દિપીકા એ બતાવ્યુ હતુ કે, તેનો જન્મ ચાલુ ઓટો રિક્ષામાં થયો હતો. કારણ કે તેની માતા હોસ્પીટલ સુધી પહોંચી શકી નહોતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

મોસાળમાં જતા આર્ચરીનુ આકર્ષણ થયુ

શોર્ટ ફિલ્મમાં કહ્યુ હતુ કે, તે 2007 ના દરમ્યાન પોતાના મોસાળમાં ગઇ હતી, જ્યાં મામાની દિકરી એ અર્જૂન એકેડમી વિશે વાત કરી હતી. જ્યાં તેવે રહેવા જમવા થી લઇને કિટ સુધી ફ્રી સુવિધા મળે છે. પરીવાર આર્થિક તંગીમાં ભીંસાયેલો હતો, જેથી તિરંદાજી શિખવાની મને ડીલ સારી લાગી હતી. પિતા સામે આ વાત રાખી તો તેઓએ ઇન્કાર કરી દીધો હતો. પરંતુ આખરે રાંચી થી 200 કીલોમીટર દુર ખરસાવા માં આવેલી આર્ચરી એેકેડમીમાં એડમીશન મળી ગયુ હતુ.

પડકારો વચ્ચેથી સફળતાનો માર્ગ શોધ્યો

દિપીકા એ આગળ વાત કરતા કહ્યુ, એકડમીમાં બાથરુમ નહોતુ. નહાવા માટે નદીએ જવુ પડતુ હતુ. રાત્રે વોશરુમ માટે બહાર નહોતા જઇ શકતા. કારણ કે જંગલી હાથી આવતા હતા. આમ આવી વિકટ પરિસ્થીતી વચ્ચે દિપીકાએ મક્કમતા પૂર્વક પોતાની શિખવાની ધગશ જારી રાખી હતી. તેણે પડકારોની વચ્ચે થી સફળતાનો માર્ગ શોધવાનુ ચાલુ રાખ્યુ હતુ. દિપીકાએ ખરસાવામાં તિરંદાજી શિખી હતી અને ટાટા આર્ચરી એકડમીમાં જઇ નિપુર્ણ બની હતી.

9 વર્ષ પહેલા ઓલિમ્પિકમાં હારી હતી

વિશ્વ કપ ટૂર્નામેન્ટોમાં અત્યાર સુધીમાં 9 ગોલ્ડ, 12 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ દિપીકાએ જીત્યા છે. હવે દિપીકાની નજર ઓલિંમ્પિક મેડલ પર નજર છે. તે ટોક્યો ઓલિંમ્પિકમાં ભાગલેનાર એક માત્ર ભારતીય તિરંદાજ છે. દિપીકા કુમારી વિશ્વ નંબર વન ખેલાડી છે, પરંતુ હવે તે ટોક્યોમાં ઓલિંમ્પિક મેડલ જીતે તેની પર ભારતીયોની આશા છે. 9 વર્ષ પહેલા વિશ્વ નંબર વન બનવા બાદ દિપીકા એ લંડન ઓલિંમ્પિકમાં બ્રિટીશ ખેલાડી એમી ઓલિવર થી 6-2 થી હાર નો સામનો કરવો પડ્યો હતો. તે હારનો અફસોસ આજે પણ સતાવી રહ્યો છે.

કોચ પૂર્ણિમા કહે છે, 2012 માં લંડન ઓલિંમ્પિક બાદ દિપિકા પોતાના પ્રદર્શન થી ખૂબ નિરાશ હતી. જોકે મને વિશ્વાસ છે કે, તે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનુ નામ રોશન કરશે.

 

આ પણ વાંચોઃ Ind vs SL: શ્રીલંકા ઉતરતા દરજ્જાની ટીમને મેદાને ઉતારવા મજબૂર બનશે, નવા અને જૂનિયર ચહેરા જોવા મળશે

 

Published On - 7:28 am, Mon, 5 July 21

Next Article