Tokyo Olympic 2020: શરુ થતા પહેલા જ કોરોના સંક્રમણની શરુઆત, રશિયા અને બ્રાઝિલ બાદ જાપાનની ટીમ સંક્રમિત

|

Jul 15, 2021 | 11:46 PM

આગામી 23 જૂલાઈથી ટોક્યો ઓલિમ્પિક્સ 2020 (Tokyo Olympics 2020)ની શરુઆત થઈ રહી છે. આ પહેલા જ કોરોના સંક્રમણે ચિંતા વધારી મુકી છે. એક બાદ એક ત્રીજા દેશની ટીમની જાપાન પહોંચી કોરોના પ્રભાવિત થઈ છે.

Tokyo Olympic 2020: શરુ થતા પહેલા જ કોરોના સંક્રમણની શરુઆત, રશિયા અને બ્રાઝિલ બાદ જાપાનની ટીમ સંક્રમિત
Tokyo Olympics 2020 (File Image)

Follow us on

કોરોના (Corona)એ જેમ ક્રિકેટ જગતને હચમચાવી રાખ્યુ છે એમ હવે ટોકિયો ઓલિમ્પિકસ (Tokyo Olympics 2020)માં પણ તેનુ સંકટ વર્તાઈ રહ્યું છે. એકાદ સપ્તાહ બાદ ઓલિમ્પિક રમતોની ઓપનિંગ સેરેમની થવાની છે. આ પહેલા જ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના લોકો કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવવા લાગ્યા છે. ગુરુવારે જાપાનના ઓલિમ્પિક દળના એક એથલેટ અને પાંચ ઓલિમ્પિક કર્મચારીઓ કોરોના પોઝિટિવ જણાયા હતા. આ પહેલા રશિયા અને બ્રાઝિલની ટીમના ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હતા.

 

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ટોક્યો ઓલિમ્પિક રમતો ગત વર્ષ 21 જૂલાઈએ આયોજીત થવાની હતી. પરંતુ કોરોનાને લઈ આયોજનને એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવ્યુ હતુ. ઓલિમ્પિક રમતો હવે આ વર્ષે 23 જૂલાઈથી આયોજીત કરવામાં આવનાર છે. જોકે હજુ પણ આ રમતો પર હજુ પણ કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

સંક્રમિતોમાં એક એથલેટ

જે મુજબ નિવેદન સામે આવ્યુ હતુ એ મુજબ છ લોકો કોરોના સંક્રમિત જણાઈ આવ્યા છે. જેમાં એક એથલેટ પણ સામેલ છે. આ ઉપરાંત કેટલાક કોન્ટ્રાકટર અને ગેમ્સ સ્ટાફ સભ્યો પણ સામેલ છે. જોકે એમાંથી કોઈની પણ ઓળખ જાહેર કરવામાં આવી નથી.

 

આ સમાચારોથી રમતોના આયોજન પર પણ સવાલ ઉઠી રહ્યા છે. જોકે આયોજકોનું કહેવુ છે કે, 1 જૂલાઈથી અત્યાર સુધીમાં 8 હજાર લોકો જાપાન આવી ચુક્યા છે. જેમાંથી માંડ કેટલાક લોકો જ સંક્રમિત જણાયા છે.

રશિયા અને બ્રાઝિલના ઓલિમ્પિક સમુહ પણ ઝપેટમાં

આ અગાઉ જાપાનની ઓલિમ્પિક હોટલમાં સામેલ હમામાત્સુ શહેરની એક હોટલના 8 કર્મચારીઓ કોરોના પોઝિટિવ જણાયા હતા. જે હોટલમાં બ્રાઝિલની જૂડો ટીમના 30 સભ્યો રોકાયેલા હતા. જે 10 જૂલાઈએ ત્યાં પહોંચ્યા હતા. રિપોર્ટનુસાર, શહેરના સ્વાસ્થ્ય અને રમત અધિકારીઓએ જોકે સ્પષ્ટ કર્યુ હતુ કે કોઈ પણ સંક્રમિત સ્ટાફ બ્રાઝિલના એથલેટોના સંપર્કમાં નથી આવ્યો. હાલમાં તેનો કોઈને પણ ખતરો નથી.

 

રશિયાના ખેલાડીઓ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. રગ્બી-7 ટીમના સ્ટાફનો એક સભ્ય ટોક્યો પહોંચવા પર સંક્રમિત જણાયો હતો. જેના બાદ તેને મુનકાટાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રગ્બી-7ની ટીમના તે જૂથમાં 26 સભ્યો હતા. જેમાં 16 એથલીટ અને સપોર્ટ સ્ટાફ ના 10 લોકો સામેલ હતા.

 

 આ પણ વાંચોઃ IND vs ENG: ઋષભ પંતના પોઝિટિવ થયા બાદ વિવાદનો નવો ફણગો ફુટ્યો, BCCI એન્ટી કરપ્શન યૂનિટ પર ઉઠ્યા સવાલ

આ પણ વાંચોઃ BCCIએ ભીડથી દૂર રહેવા ક્રિકેટરોને Euro 2020 અને Wimbledonથી દૂર રહેવા પત્ર લખ્યો, છતાં મજા માણી

Next Article