FIH Odisha Hockey Men’s World Cup 2023: ભૂવનેશ્વર-રૂરકેલાનું શેડ્યૂલ જાહેર

|

Sep 27, 2022 | 7:48 PM

પુરૂષોના હોકી વિશ્વ કપના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. હોકી વિશ્વ કપ વર્ષ 2023માં ભારતમાં યોજાવાનું છે. ભારતના ઓડિશામાં હોકી વિશ્વ કપનું આયોજન કરવામાં આવવાનું છે. ભારત ચોથી વખત વિશ્વ કપનું આયોજન કરવા જઇ રહ્યું છે.

FIH Odisha Hockey Mens World Cup 2023: ભૂવનેશ્વર-રૂરકેલાનું શેડ્યૂલ જાહેર
The schedule for FIH Odisha Hockey Men's World Cup 2023 is out

Follow us on

પુરૂષોના હોકી વિશ્વ કપ 2023ના (Hockey World Cup 2023) શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. હોકી વિશ્વ કપ વર્ષ 2023માં ભારતમાં યોજાવાનું છે. ભારતના ઓડિશામાં હોકી વિશ્વ કપનું આયોજન કરવામાં આવવાનું છે. હોકી વિશ્વ કપનું આયોજન ભૂવનેશ્વર અને રૂરકેલામાં કરાશે. હોકી વિશ્વ કપની શરૂઆત 13 જાન્યુઆરી 2023ના દિવસે થશે. હોકી વિશ્વ કપનો ફાઈનલ મુકાબલો 29 જાન્યુઆરીએ રમાશે. અત્યાર સુધી હોકી વિશ્વ કપના 14 સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે. 2018માં પણ હોકી કપનું આયોજન ભારતમાં જ કરવામાં આવ્યું હતું. 2018માં ભારતના ઓડિશામાં હોકી વિશ્વ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. 2018માં હોકી વિશ્વ કપની તમામ મેચો ભૂવનેશ્વરમાં રમાઈ હતી.

ભારતનો ગ્રુપ D માં સમાવેશ 

ભારતીય હોકી ટીમનો ગ્રુપ Dમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત સાથે ગ્રુપમાં ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્પેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત હોકી વિશ્વ કપનો પ્રાંરભ 13 જાન્યુઆરીએ તેની પ્રથમ મેચ સ્પેન સામે રમીને કરશે. ભારત તેની બીજી મેચ 15 જાન્યુઆરીએ ઈંગ્લેન્ડ સામે રમશે અને ભારત તેની અંતિમ ગ્રુપ મેચ 19 જાન્યુઆરીએ વેલ્સ સામે રમશે. ભારત તેની પ્રથમ બે મેચ રૂરકેલા ખાતે રમશે અને અંતિમ ગ્રપ મેચ ભૂવનેશ્વર ખાતે રમશે. 16 ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ગ્રુપ A – ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા

ગ્રુપ B – બેલ્જિયમ, જર્મની, કોરિયા, જાપાન

ગ્રુપ C – નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, મલેશિયા, ચિલી

ગ્રુપ D – ભારત, ઈંગ્લેન્ડ, સ્પેન, વેલ્સ

 

ભારત ચોથી વખત વિશ્વ કપની કરશે યજમાની

ભારત 2023માં પુરૂષ હોકી વિશ્વ કપની ચોથી વખત યજમાની કરવા જઈ રહ્યું છે. અગાઉ ભારતે 1982માં  મુંબઈ ખાતે, 2010માં દિલ્હી ખાતે , 2018માં ઓડિશા ખાતે વિશ્વ કપનું આયોજન કર્યું હતું. ભારત 2023માં પણ ઓડિશા ખાતે હોકી વિશ્વ કપનું આયોજન કરશે. 13 જાન્યુઆરીએ ગ્રુપ સ્ટેજની મેચો સાથે વિશ્વ કપની શરૂઆત થશે. 24 અને 25 જાન્યુઆરીએ ક્વાર્ટર ફાઈનલ મુકાબલા રમાશે. 27 જાન્યુઆરીએ સેમિફાઈનલ મુકાબલાઓ રમાશે. ફાઈનલ મુકાબલો 29 જાન્યુઆરીના રોજ ભૂવનેશ્વર ખાતે રમાશે.

ભારતે 1975માં જીત્યો હતો વિશ્વ કપ

ભારતે પુરૂષ હોકી વિશ્વ કપ 1975માં જીત્યો હતો. તે પછી ભારત હોકી વિશ્વ કપ જીતવામાં નિષ્ફળ રહ્યું છે. સૌપ્રથમ હોકી વિશ્વ કપ 1971માં યોજાયો હતો, જેમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. પાકિસ્તાને સૌથી વધુ 4 વખત વિશ્વ કપ જીત્યો છે. નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ ત્રણ-ત્રણ વખત વિશ્વ કપ જીત્યો છે. જર્મનીએ બે વખત અને ભારત-બેલ્જિયમ ની ટીમે એક-એક વખત વિશ્વ કપ જીત્યો છે. 2018માં બેલ્જિયમે હોકી વિશ્વ કપ જીત્યો હતો અને તે ડિફેન્ડીંગ ચેમ્પિયન છે. 

Published On - 7:48 pm, Tue, 27 September 22

Next Article