WWE Video: ધ ગ્રેટ ખલીએ જોન સીનાને શીખવાડી હિન્દી, પણ અંતે એક સવાલથી ખલીની બોલતી બંધ!
આ વીડિયોમાં દેશી રેસલર ધ ગ્રેટ ખલી પોતાના મિત્ર સમાન ધ ગ્રેટ ખલીને હિન્દીનો પ્રખ્યાત ડાયલોગ શીખવાડે છે. જોન સીના તેની કોપી કરીને તે ડાયલોગ બોલી પણ જાય છે. પણ અંતે જોન સીના તેનો અર્થ પૂછે છે. ત્યારે ધ ગ્રેટ ખલીની બોલતી બંધ થઈ જાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
Hyderabad : ભારતીય રેસલિંગ ફેન્સને WWE સુપરસ્ટાર સ્પેક્ટેકલમાં શાનદાર રેસલિંગ જોવા મળી. શોમાં, ભારતીય સુપરસ્ટાર્સ સહિત ઘણા ટોચના રેસલર્સે ઉત્કૃષ્ટ ઇન-રિંગ એક્શન દ્વારા ચાહકોનું મનોરંજન કર્યું. ઈવેન્ટની મુખ્ય ક્ષણ ત્યારે આવી જ્યારે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને WWE હોલ ઓફ ફેમર ધ ગ્રેટ ખલી શોમાં દેખાયા અને તેણે ગર્જના કરી. આખુ સ્ટેડિયમ દિગ્ગજ દેશી રેસલરની એન્ટ્રી સાથે ગૂંજી ઉઠયુ હતુ.
જોન સીના સહિત ઘણા સુપરસ્ટાર રેસલર્સ WWE ઈવેન્ટ માટે ભારત આવ્યા હતા. આ રેસલિંગ મેચની બહાર દરેક રેસલર એકબીજાના સારા ફ્રેન્ડ છે. હાલમાં સોશિયલ મીડિયા પર જોન સીના અને ધ ગ્રેટ ખલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેશી રેસલર ધ ગ્રેટ ખલી પોતાના મિત્ર સમાન ધ ગ્રેટ ખલીને હિન્દીનો પ્રખ્યાત ડાયલોગ શીખવાડે છે. જોન સીના તેની કોપી કરીને તે ડાયલોગ બોલી પણ જાય છે. પણ અંતે જોન સીના તેનો અર્થ પૂછે છે. ત્યારે ધ ગ્રેટ ખલીની બોલતી બંધ થઈ જાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : આ સુપરસ્ટાર રેસલરે 56 વર્ષની મહિલાની કરી હતી છેડતી, જાણો 5 વાર જેલની હવા ખાનાર રેસલર વિશે
જોન સીના શીખ્યો હિન્દી, જુઓ Video
The great Khali trying to teach John Cena some Hindi before his match at #WWESuperstarSpectacle pic.twitter.com/fjyDiSA0NJ
— JohnCenaCrews™ (@JohnCenaCrews) September 8, 2023
આ પણ વાંચો : Pic of the Day : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વચ્ચે મુલાકાત, સાથે રમ્યા ગોલ્ફ
WWEમાં ધ ખલીની હુંકાર
THE GREAT KHALI IS BACK
says he has one more match in him #WWESuperstarSpectacle pic.twitter.com/4zH4x4sc0K
— FADE (@FadeAwayMedia) September 8, 2023
ખલીને વર્ષ 2021માં હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો. રેસલમેનિયા 37 પહેલા, તે છેલ્લે WWEની એક મોટી ઇવેન્ટનો ભાગ બન્યો હતો. તે મેટ રિડલ અને આરવીડી બેકસ્ટેજ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. હિન્દીમાં રિડલને સલાહ આપતાં તેણે કહ્યું કે તેણે શીમસ સામેની મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
આ શો ભારતમાં થયો હોવા છતાં, આ ઇવેન્ટમાં કોઈ ભારતીય સુપરસ્ટાર જીતી શક્યો ન હતો. જ્યારે સિંધુ શેર (વીર, જિન્દર મહેલ અને સાંગા) 6 રેસલર્સની ટેગ ટીમ મેચમાં કેવિન ઓવેન્સ, સામી ઝેન અને ડ્રૂ મેકઇન્ટાયરની ટીમ દ્વારા હરાવ્યો હતો, ગુંથરે શેન્કીને હરાવ્યો હતો.