Tennis: અમરેલીના યુવા ટેનિસ પ્લેયરે પંચકુલામાં મારી ‘સુવર્ણ’ બાજી, ખેલો ઈન્ડિયામાં ગોલ્ડ મેડલ જીત્યો

|

Jun 18, 2022 | 5:46 PM

ટેનિસ ખેલાડી ધ્રુવે હરીયાણાના પંચકુલામાં રમાયેલી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ અંડર 18 ની ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અમરેલી અને ગુજરાતનુ ગૌરવ વઘાર્યુ

Tennis: અમરેલીના યુવા ટેનિસ પ્લેયરે પંચકુલામાં મારી સુવર્ણ બાજી, ખેલો ઈન્ડિયામાં ગોલ્ડ મેડલ જીત્યો
Dhruv Hirpara અમરેલી જિલ્લાનો છે

Follow us on

દેશ માટે રમત રમતા રમતવીરોમાં મિલખાસિંગથી લઈને નીરજ ચોપડા (Neeraj Chopra) સુધીના ખેલાડીઓ ભારતના પ્રસિદ્ધ ખેલાડીઓ બની ચુક્યા છે. આવા ખેલાડીઓની પ્રેરણા વડે ખેલાડીઓમાં ઉત્સાહ અને લક્ષ્ય સુધી પહોંચવાની ઝૂનૂન પેદા થતુ હોય છે. અમરેલી જિલ્લાના વડિયા ગામની સુરગવાળા હાઈસ્કૂલના વિદ્યાર્થી ધ્રુવ હીરપરા (Dhruv Hirpara) એ દેશ લેવલની ખેલો ઇન્ડિયા (Khelo India) સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત રાજ્ય સાથે અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ દરમિયાન જ તેણે ટેનિસની રમતમાં પોતાનુ કૌશલ્ય દર્શાવ્યુ છે. તેણે 13 વર્ષની વયથી જ ટેનિસમાં હાથ અજમાવ્યો છે અને તે દેશ અને વિદેશમાં પણ પોતાની રમત રમી ચુક્યો છે.

યુવાઓને રમત ગમતની રુચિ દેશના સીમાડાઓ વટાવીને વિશ્વ પ્રસિદ્ધ કરી આપે છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ અંડર 18 ની ટુર્નામેન્ટ હરિયાણાની પંચકુલામાં રમાઈ હતી. જેમાં દેશના અલગ અલગ રાજ્ય માંથી નામાંકિત ખેલાડીઓએ હિસ્સો લીધો હતો. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના તોરી ગામના ધ્રુવ હિરપરાએ ટેનિસની રમતમાં તેમાં ભાગ લીધો હતોય ટેનિસ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ધ્રુવે ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ધ્રુવ 13 વર્ષનો હતો ત્યારથી ટેનિસમાં ખૂબ જ રુચિ ધરાવે છે. તેની માતાની હુંફ અને આ દીશા માટે સતત પ્રેરણા આપતા રહેવાને લઈ ધ્રુવ હિરપરાએ આખા ભારત દેશની સ્પર્ધામાં કાઠું કાઢીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

મીડિયા સાથેની વાતચીતમાં ધ્રુવે કહ્યુ હતુ કે, મે તેર વર્ષની વયથી આ રમતમાં હાથ અજમાવ્યો હતો. મારા માતા પિતા અને કોચનો આ માટે ખૂબ ફાળો રહ્યો છે. ખેલા ઈન્ડિયામાં પણ હું બ્રોન્ઝ મેડલ મેળવી ચુક્યો છુ.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

માતા-પિતાએ ધ્રૂવ માટે કર્યો સફળ પ્રયાસ

ધ્રુવની માતાએ તેને આગળ વધારવા માટે ખૂબ જ મહેનત કરી છે. તે ટેનિસની રમત માટેની તૈયારી કરવા માટે સતત ધ્રુવની સાથે રહેતી અને તેની પ્રેકટીશ માટે તમામ પ્રકારે ટેકો આપતા હતા. એક રીતે કહીએ તો તે પડછાયો બનીને ધ્રુવની સાથે રહ્યા છે. જેને લઈ ધ્રુવ હવે દેશ ભરના ટેનિસ ખેલાડીઓને આ ટુર્નામેન્ટમાં પછડાટ આપીને પોતાનો સિક્કો પંચકુલામાં જમાવ્યો છે. એટલે કે, ગોલ્ડ મેડલ જીત્યો છે. પિતા વિક્રમ હિરપરાએ કહ્યુ હતુ કે, નાનપણ થી ધ્રુવને રમતમાં રસ હતો અને તેના પ્રકારના રસને લઈ અમે તેને એ દીશામાં આગળ લઈ જવા માટે પ્રયાસ કર્યો છે. તે અત્યાર સુધીમાં નાની મોટી સ્થાનિક ટૂર્નામેન્ટમાં 50 જેટલી ટ્રોફી મેળવી ચુક્યો છે. પંચકુલામાં ધ્રુવ એક માત્ર ખેલાડી ગુજરાતમાં થી આ રમત માટે પસંદગી થઈ હતી.

Published On - 11:10 am, Sat, 18 June 22

Next Article