Swiss Open 2022: પીવી સિંધુ, કિદામ્બી શ્રીકાંત અને કશ્યપે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો, સાયના નેહવાલ અને ચિરાગ-સાત્વિકની જોડી બહાર

|

Mar 25, 2022 | 8:19 AM

પીવી સિંધુ અને કિદામ્બી શ્રીકાંત, જેઓ ગયા અઠવાડિયે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં હારી ગયા હતા, તેઓએ સ્વિસ ઓપનમાં જોરદાર પ્રદર્શન કરીને પોતાની ખિતાબની આશા જીવંત રાખી છે.

Swiss Open 2022: પીવી સિંધુ, કિદામ્બી શ્રીકાંત અને કશ્યપે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો, સાયના નેહવાલ અને ચિરાગ-સાત્વિકની જોડી બહાર
PV Sindhu એ શાનદાર શરુઆત કરી હતી.

Follow us on

સ્વિટ્ઝર્લેન્ડના બેસલમાં રમાઈ રહેલી BWF સ્વિસ ઓપન સુપર 300 (BWF Swiss Open Super 300) ટુર્નામેન્ટમાં ભારતીય શટલર્સનો દિવસ સારો રહ્યો અને પીવી સિંધુ (PV Sindhu) સહિત ઘણા મોટા ખેલાડીઓએ પોતપોતાની મેચો જીતી લીધી હતી. મહિલા સિંગલ્સમાં બીજી ક્રમાંકિત સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. બીજી તરફ, કિદામ્બી શ્રીકાંતને કઠિન મેચ જીતીને અંતિમ-8માં એન્ટ્રી મળી હતી, જ્યારે પારુપલ્લી કશ્યપને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ઓલિમ્પિક ચેમ્પિયન વિક્ટર એક્સેલસેને વોકઓવર આપ્યો હતો. બીજી તરફ મહિલા સિંગલ્સમાં અનુભવી શટલર સાયના નેહવાલ (Saina Nehwal) ની સફર બીજા રાઉન્ડમાં જ સમાપ્ત થઈ ગઈ હતી.

ગયા અઠવાડિયે ઓલ ઈંગ્લેન્ડમાં અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલી ભારતની નંબર વન શટલર સિંધુ એ શાનદાર શરુઆત કરી હતી. સ્વિસ ઓપનમાં બીજા રાઉન્ડમાં પણ તેની સારી શરૂઆત ચાલુ રાખી હતી. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય દિગ્ગજ ખેલાડીને તુર્કીના નેસ્લિહાન યિગિતને હરાવવા માટે વધુ સંઘર્ષ કરવો પડ્યો ન હતો. તુર્કીની ખેલાડીએ પ્રથમ ગેમમાં જોરદાર લડત આપી હતી, પરંતુ બીજી ગેમ સુધીમાં સિંધુએ સંપૂર્ણ રીતે પોતાની ગતિ પાછી મેળવી લીધી હતી અને 42 મિનિટમાં યિગિતને 21-19, 21-14 થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

કિદામ્બી અને પ્રણયે સંઘર્ષ બાદ જીત મેળવી

મેન્સ સિંગલ્સમાં પણ ભારતના તમામ ખેલાડીઓ માટે દિવસ સારો સાબિત થયો. ટોચના ક્રમાંકિત ભારતીય કિદામ્બી શ્રીકાંતે ફ્રાન્સના ક્રિસ્ટો પોપોવને ત્રણ ગેમના મુકાબલામાં 13-21, 25-23, 21-11 થી હરાવ્યો હતો. ટૂર્નામેન્ટમાં, સાતમી ક્રમાંકિત ભારતીય સ્ટારે નીચલા ક્રમાંકિત ફ્રેન્ચ ખેલાડીને હરાવવા માટે એક કલાક અને 13 મિનિટનો સમય લીધો હતો. માત્ર કિદામ્બી જ નહીં, પરંતુ એચએસ પ્રણોયે પણ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને તેને તેના માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પ્રણોયે ફિનલેન્ડના કોલ કોલજોનેનને 19-21, 21-13, 21-9 થી હરાવ્યો હતો. બીજી તરફ સમીર વર્માએ અઝરબૈજાનના ખેલાડીને 23-21, 21-7 થી હરાવ્યો, જ્યારે પારુપલ્લી કશ્યપને એક્સેલસન સામે વોકઓવર મળ્યો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સાયના નેહવાલ ઝડપથી બહાર

આ સિવાય ભારતની અગ્રણી મહિલા શટલર સાયના નેહવાલને ટૂંક સમયમાં જ ટુર્નામેન્ટમાંથી બહારનો રસ્તો જોવો પડ્યો હતો. લંડન ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇનાને મલેશિયાની કિસોના સેલવાદુરેએ 17-21, 21-13, 21-13 થી હાર આપી હતી. તેના સિવાય ટોચની ભારતીય પુરૂષ જોડી, ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને ઈન્ડોનેશિયાની જોડીએ 21-19, 22-20 થી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચતા અટકાવી હતી.

 

આ પણ વાંચોઃ IPL 2022: રવિન્દ્ર જાડેજાને શુ 7 મહિના પહેલાથી જ જાણ હતી ? CSK ની કેપ્ટનશીપ અંગે UAE માં પોતે જ કરી હતી ભવિષ્યવાણી!

આ પણ વાંચો: MS Dhoni Quits CSK Captaincy: રવિન્દ્ર જાડેજાને આ દિગ્ગજ ખેલાડીનુ બહાર થવુ ફળી ગયુ, આ રીતે કેપ્ટનશીપનો તાજ મળ્યો

 

Published On - 8:14 am, Fri, 25 March 22

Next Article