Shooting: ભરુચની ખુશી ચુડાસમાએ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મેળવ્યો સિલ્વર મેડલ, ઈન્ડિયન ટીમમાં પહોંચવાનુ લક્ષ્ય

|

Jul 08, 2022 | 11:04 PM

ખુશી ચુડાસમા (Khushi Chudasma) એ 50 મીટર થ્રી પોઝીશન જુનિયર વુમન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા સેકન્ડ રેન્ક મેળવ્યો છે. શૂટર ખુશીએ પોતાનો પર્સનલ બેસ્ટ સ્કોર 580/600 ચેઝ કરી પોતાનો જ રેકોર્ડ બ્રેક કરેલ છે.

Shooting: ભરુચની ખુશી ચુડાસમાએ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મેળવ્યો સિલ્વર મેડલ, ઈન્ડિયન ટીમમાં પહોંચવાનુ લક્ષ્ય
Khushi Chudasama વડોદરામાં અભ્યાસ કરે છે

Follow us on

ભરુચ જિલ્લાની શૂટરે રાષ્ટ્રીય કક્ષાએ નામ ઝળકાવ્યુ છે. 20 મી કુમાર સુરેન્દ્રસિંહ મેમોરીયલ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ (National Shooting Championship) આઈએસએસ મેચમાં ભરુચ (Bharuch) ની યુવતીએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. 50 મીટર થ્રી પોઝીશન જુનિયર વુમન કેટેગરીમાં ખુશી ચુડાસમા (Khushi Chudasma) એ ઓલ ઇન્ડિયા સેકન્ડ રેન્ક મેળવ્યો છે. શૂટરે પોતાનો પર્સનલ બેસ્ટ સ્કોર 580/600 ચેઝ કરી પોતાનો જ રેકોર્ડ બ્રેક કરેલ છે. ખુશી સતત છેલ્લા ત્રણ વર્ષથી પોતાની શ્રેણીમાં રાજ્ય કક્ષાએ ચેમ્પિયન બની હતી. હવે તેણે રાષ્ટ્રીય કક્ષાએ પણ સફળતા મેળવીને ભરુચ અને ગુજરાતને ગર્વ અપાવ્યુ છે. તો વળી આ ગુજરાતી ગર્લ આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ પોતાનુ કૌશલ્ય દર્શાવી સફળતા મેળવે એ આશા સેવાઈ રહી છે.  આ માટે તેણે નેશનલ ટીમમાં પહોંચવાનુ લક્ષ્ય બનાવ્યુ છે.

શૂટર ખુશી ચુડાસમા વડોદરા નજીક બી ટેક કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. તે વડોદરામાં અભ્યાસની સાથે પોતાની રમતમાં પણ પ્રગતિ હાંસલ કરવા માટે સતત પ્રયાસ કરે છે. તેની શૂટીંગ પ્રત્યેની લગન વડે મેળવેલી સફળતાને લઈ તેને અગાઉ ભરુચ રત્ન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી. ખુશીએ જિલ્લા કક્ષાથી લઈને રાજ્ય કક્ષાએ વિવિધ ચેમ્પિયનશીપમાં ભાગ લઈને સપળતા મેળવી છે. તેણે વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશીપમાં પણ સફળતા મેળવી હતી. વિવિધ ઈવેન્ટમાં તે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળીને ત્રીસેક જેટલા મેડલ પોતાને નામ કરી ચુકી છે. આ માટે ભરૂચ જિલ્લા રાયફલ ક્લબ માટે તેણી ના માતા-પિતા, કોચ મિત્તલ ગોહિલ, ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેશનના સેક્રેટરી અજય પંચાલ, પ્રેસિડેન્ટ અરુણસિંહ રાણા અને ગુજરાત સ્ટેટ રાયફલ એસોસિએશનનો આભાર માને છે કે, ભરૂચ જિલ્લાને અત્યાધુનિક શૂટિંગ રેન્જ મળી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ખુશીનુ લક્ષ્ય ઈન્ડિયન ટીમમાં સ્થાન મેળવવાનુ

ભરૂચની ખુશી ચુડાસમા નેશનલ લેવલે સેમિફાઇનલ માં પ્રથમ અને ફાઇનલમાં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કરી ભરૂચ અને ગુજરાતનું નામ આખા દેશમાં રોશન કરેલ છે. આવનાર ઇન્ટરનેશનલ શૂટિંગ ઇવેન્ટ માટે હાલ ખુશી ચુડાસમા તેના કોચ મિત્તલ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ ભરૂચ શૂટિંગ રેન્જ ખાતે તૈયારી કરી રહેલ છે. ખુશી ચુડાસમાનું લક્ષ્ય આગામી દિવસોમાં આવનાર રાયફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ ઇવેન્ટ માં ભાગ લઈ ઇન્ડિયન ટીમમાં સ્થાન મેળવવાનો છે.

Published On - 10:56 pm, Fri, 8 July 22

Next Article