Sania Mirza ને દુબઇના ગોલ્ડ વિઝા પ્રાપ્ત થયા, ત્રીજી ભારતીય વ્યક્તિ પસંદ થતા સંપૂર્ણ સન્માન ગણી આભાર વ્યક્ત કર્યો

|

Jul 17, 2021 | 2:46 PM

સાનિયા મિર્ઝા (Sania Mirza ) મોટે ભાગે દુબઇમાં રહેતી હોય છે. મૂળ હૈદરાબાદની સાનિયા એ પાકિસ્તાનની ક્રિકેટર સાથે લગ્ન કર્યા હતા.

Sania Mirza ને દુબઇના ગોલ્ડ વિઝા પ્રાપ્ત થયા, ત્રીજી ભારતીય વ્યક્તિ પસંદ થતા સંપૂર્ણ સન્માન ગણી આભાર વ્યક્ત કર્યો
Sania Mirza

Follow us on

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza ) ચોથી વખત ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic) માં ભાગ લેવા તૈયારીઓ કરી રહી છે. આ દરમ્યાન તેને દુબઇથી સોનેરી સમાચાર મળ્યા છે. સાનિયા મિર્ઝાને દુબઇના ગોલ્ડન વિઝા (Dubai Golden Visa) આપવામાં આવ્યા છે. દુબઇ એ આ સાથે ત્રીજી ભારતીય વ્યક્તિની ગોલ્ડન વિઝા આપ્યા છે. ગોલ્ડ વિઝા પ્રાપ્ત કરનારી ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા હવે દુબઇમાં દશ વર્ષ માટે રોકાઇ શકશે.

સાનિયા મિર્ઝા અને તેના પાકિસ્તાની ક્રિકેટર પતિ શોએબ મલિક UAE માં રહે છે. સાનિયા મિર્ઝા અગાઉ બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન અને સંજય દત્તને ગોલ્ડ વિઝા મળ્યા હતા. સાનિયા મિર્ઝા એ પોતાને મળેલા સંપૂર્ણ સન્માન ગોલ્ડન વિઝાને ગણાવ્યા હતા. તેણે દુબઇના શેખ મહંમદ બિન રાશિદનો આભાર વ્યક્ત કર્યો હતો.

મીડિયા રિપોર્ટનુસાર, સાનિયા મિર્ઝાએ વાત કરતા આભાર માન્યો હતો તેણે કહ્યુ કે, સૌ પેહલા હું શેખ મહંમદ બિન રાશિદ, ફેડરલ ઓથોરીટી ફોર આઇડેન્ટીટી એન્ડ સિટીઝનશિપ અને જનલર ઓથોરીટી ઓફ સ્પોર્ટસનો હું આભાર માનુ છુ. જેમણે મને દુબઇ ગોલ્ડન વિઝા આપ્યો છે. દુબઇ મારા અને મારા પરિવાર ના ખૂબ જ નજીક છે. આ મારુ બીજુ ઘર છે અને અમે અહી વધારે સમય વિતાવવા માટે આશા કરી રહ્યા છીએ.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ભારતના કેટલાક પસંદગીના નાગરીકોમાંથી એક હોવાને નાતે, આ અમારા માટે એક પૂર્ણ સન્માન જેવુ છે. તેનાથી અમને અમારી ટેનિસ અને ક્રિકેટ રમત એકેડમી પર કામ કરવાનો અવસર મળશે. જેનાથી અમને આગળના કેટલાક મહિનાઓમાં તે ખોલવા માટે લક્ષ્ય બની રહેશે.

શું છે ગોલ્ડન વિઝા

ગોલ્ડન વિઝાનો સૌથી પહેલો અને મોટો ફાયદો છે કે લાંબા સમય સુધી રહેવા માટેની પરવાનગી મળે છે. જે 5 થી 10 વર્ષ જેટલા સમયગાળાના હોય છે. ગોલ્ડન વિઝા કેટલાક ખાસ વર્ગના લોકોને જ આપવામાં આવે છે, એટલે કે સામાન્ય લોકોને તે મળી શકતા નથી. આ પ્રકારના વિઝા રોકાણકારો, તબીબી, વૈજ્ઞાનિક, ઉત્કૃષ્ટ પ્રતિભા ધરાવનારા લોકો, ખેલાડીઓ અને અભિનેતાઓને ગોલ્ડન વિઝા મળે છે. 2019 માં યુએઇ એ લોન્ગ ટર્મ રેસીડેન્ટ વિઝાની નવી સિસ્ટમ લાગુ કરી હતી. જેના મુજબ વિદેશી નાગરીક અહી લાંબો સમય રોકાઇને વ્યવસાય કરી શકે છે.

આ પણ વાંચોઃ Shivam Dube Marriage: સિક્સર સ્પેશ્યાલિસ્ટ શિવમ દુબે એ કર્યા લગ્ન, ગર્લફ્રેન્ડ અંજૂમ ખાન સાથે બંને ધર્મની પરંપરાથી કર્યા લગ્ન

Next Article