Russia Ukraine War: રશિયા પર રમત ગમત સંસ્થાઓના પ્રતિબંધોની યાદી થઇ લાંબી, શૂટીંગ, ટેનિસ, ફોર્મ્યૂલા વન સહિત અનેક સ્પર્ધાઓ પર રોક

|

Mar 02, 2022 | 10:03 AM

Russia Ukraine war: યુક્રેન પર હુમલા બાદ રશિયા અનેક પ્રકારના પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. રમતના મેદાનમાં પણ તેના પર દબાણ વધી રહ્યું છે.

Russia Ukraine War: રશિયા પર રમત ગમત સંસ્થાઓના પ્રતિબંધોની યાદી થઇ લાંબી, શૂટીંગ, ટેનિસ, ફોર્મ્યૂલા વન સહિત અનેક સ્પર્ધાઓ પર રોક
Russia Ukraine war: યુક્રેન પર હુમલાને પગલે દરરોજ નવા પ્રતિબંધો રશિયા પર ખેલજગત લાદી રહ્યુ છે.

Follow us on

યુક્રેન પર હુમલા (Russia Attack on Ukraine) બાદ રશિયા પર રમતગમત (Russia Sports sanctions) ના પ્રતિબંધોમાં પણ વધારો થઈ રહ્યો છે. 1 માર્ચે, વિવિધ રમતોની વિશ્વ સંસ્થાઓએ રશિયાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. તે જ સમયે, રશિયા દ્વારા આયોજિત ટૂર્નામેન્ટ પણ પાછી ખેંચી લેવામાં આવી હતી. જોકે, રશિયન ખેલાડીઓને રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત વિના વ્યક્તિગત ઈવેન્ટ્સમાં રમવાની છૂટ આપવામાં આવી છે. આ સાથે ઘણી મોટી બ્રાન્ડોએ પણ પોતાને રશિયાથી દૂર કરી લીધા છે. ટીમો રશિયન કંપનીઓને પણ દૂર કરી રહી છે. ફૂટબોલ, ટેનિસ, સાયકલિંગ, ફોર્મ્યુલા વન, એથ્લેટિક્સ, શૂટિંગ, બેડમિન્ટન, હોકીનું સંચાલન કરતી સંસ્થાઓએ અત્યાર સુધી રશિયા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ રશિયાનું સમર્થન કરી રહેલા બેલારુસ (Belarus) પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.

ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશને રશિયા અને બેલારુસને મોટી ટેનિસ ટુર્નામેન્ટમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશને 1 માર્ચના રોજ અહેવાલ આપ્યો હતો કે રશિયા અને બેલારુસને ડેવિસ કપ, બિલી જીન કિંગ કપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ આ બંને દેશોની ITF મેમ્બરશિપ પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. ઓક્ટોબર 2022માં મોસ્કોમાં યોજાનારી મહિલા અને પુરુષોની ટેનિસ ટૂર્નામેન્ટને પણ સ્થગિત કરી દેવામાં આવી છે.

જોકે રશિયા અને બેલારુસના ખેલાડીઓ ગ્રાન્ડ સ્લેમ અને અન્ય સમાન ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે, તેઓ રશિયા અને બેલારુસના ધ્વજ કે નામનો ઉપયોગ કરી શકશે નહીં. ITFનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ડેનિલ મેદવેદેવ નંબર વન પુરુષ ટેનિસ ખેલાડી બની ગયો છે. તે રશિયાથી જ આવે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ફોર્મ્યુલા વન પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા

એ જ રીતે ફોર્મ્યુલા વન રેસમાં રશિયાના ધ્વજ અને રાષ્ટ્રગીત પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. FIAએ મંગળવારે આ નિર્ણય લીધો છે. અગાઉ તેણે રશિયામાં યોજાનારી ગ્રાન્ડ પ્રિકસને પણ રદ કરી દીધી હતી. જો કે રશિયા અને બેલારુસના ડ્રાઈવરો રેસમાં ભાગ લઈ શકશે, પરંતુ તેઓ આ માત્ર FIAના ધ્વજ હેઠળ જ હિસ્સો લઇ શકશે. ઉપરાંત ફોર્મ્યુલા વન રેસમાં રશિયાનો એક જ ડ્રાઈવર છે અને તેનું નામ નિકિતા મેઝપિન છે. અમેરિકન ટીમ હાસે પોતાને રશિયન ટાઇટલ સ્પોન્સરથી દૂર રાખ્યું છે.

સાઇકલિંગ ટીમ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો

રશિયા અને બેલારુસની સાઇકલિંગ ટીમોને પણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાયકલિંગની વૈશ્વિક સંસ્થા UCI એ 1 માર્ચના રોજ આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે રશિયા અને બેલારુસની કોઈપણ રાષ્ટ્રીય ટીમને કોઈપણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવાની મંજૂરી નથી. જો કે, ખેલાડીઓ વ્યક્તિગત ઇવેન્ટમાં રમી શકે છે.

આ સાથે શૂટિંગ, એથ્લેટિક્સ સાથે જોડાયેલી સંસ્થાઓએ પણ રશિયા પર કાર્યવાહી કરી છે. તેઓએ રશિયન ટીમોને ભાગ લેવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે રશિયાના ધ્વજ અને રાષ્ટ્રગીત પર પણ પ્રતિબંધ રહેશે.

 

આ પણ વાંચોઃ ISSF World Cup: સૌરભ ચૌધરીએ ગોલ્ડ જીતી ભારતને અપાવ્યો પ્રથમ મેડલ, ઇશા સિંહે સિલ્વર મેડલ પોતાને નામ કર્યો

આ પણ વાંચોઃ IPL 2022: જેસન રોયે ભલે હાર્દિક પંડ્યાનો છોડી દીધો સાથ, ગુજરાત ટાઇટન્સ ટીમ પાસે છે 4 વિકલ્પ!

Published On - 9:55 am, Wed, 2 March 22

Next Article