PV Sindhu ને લાગ્યો મોટો ઝટકો, CWGમાં ચેમ્પિયન બનેલી World Championship ટુર્નામેન્ટમાંથી બહાર

|

Aug 13, 2022 | 8:56 PM

પીવી સિંધુએ (PV Sindhu) 2019માં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો અને આવું કરનાર ભારતની પહેલી ખેલાડી બની હતી.

PV Sindhu ને લાગ્યો મોટો ઝટકો, CWGમાં  ચેમ્પિયન બનેલી World Championship ટુર્નામેન્ટમાંથી બહાર
PV SINDHU

Follow us on

કોમનવેલ્થ ગેમ્સ 2022માં (CWG 2022) ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ (PV Sindhu) દેશ માટે યાદગાર ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિંધુએ પહેલી વખત CWGમાં મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ગોલ્ડ માટે સિંધુએ પણ દરેક મુશ્કેલી સહન કરી હતી, પરંતુ હવે તેને તેની કિંમત ચૂકવવી પડશે. ગોલ્ડ જીતવાની કોશિશમાં સિંધુ ઈજા હોવા છતાં ફાઈનલ રમી હતી અને હવે આ ઈજા ગંભીર બની ગઈ છે, જેના કારણે તે આ મહિને યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમી શકશે નહીં.

જાપાનની રાજધાની ટોક્યોમાં આ મહિને 22 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે અને ભૂતપૂર્વ મહિલા સિંગલ્સ ચેમ્પિયન સિંધુ પોતાનો દાવો રજૂ કરી શકશે નહીં. સિંધુને હાલમાં કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ઈજા થઈ હતી. સિંધુને આ ઈજા વિમેન્સ સિંગલ્સની સેમિફાઈનલ મેચ દરમિયાન થઈ હતી. ઈજા થઈ હોવા છતાં તેણે મેચ જીતી હતી અને ત્યારબાદ 8 ઓગસ્ટના રોજ યોજાયેલી ફાઇનલમાં ઈજાના કારણે પીડાને સહન કરીને પોતાના અને દેશ માટે યાદગાર ગોલ્ડ જીત્યો હતો.

સ્પોર્ટસ્ટારના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સિંધુ હજુ સુધી ઈજામાંથી બહાર આવી નથી અને વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ શકશે નહીં. રિપોર્ટમાં સ્ટાર ઈન્ડિયન શટલરના પિતા પીવી રમન્નાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સિંધુને તેના ડાબા પગની ઘૂંટીમાં સ્ટ્રેસ ફ્રેક્ચર છે. આ કારણે તે એક મહિનાથી વધુ સમય સુધી કોર્ટની બહાર રહેશે. તેના પિતાએ કહ્યું કે હાલમાં આરામ અને રિકવરી પર ફોકસ છે અને સિંધુ ઓક્ટોબરમાં કોર્ટમાં પરત ફરવાનું લક્ષ્ય ધરાવે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય ખેલાડી છે. 2019 માં સિંધુએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો અને આવું કરનાર ભારતની પ્રથમ ખેલાડી બની. સિંધુ 2013થી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહી છે અને અત્યાર સુધીમાં તેણે એક ગોલ્ડ સહિત કુલ 5 મેડલ જીત્યા છે. તેણે બે વખત સિલ્વર અને બે વખત બ્રોન્ઝ પણ જીત્યો છે.

48 મિનિટમાં સિંધુએ જીત્યો હતો ગોલ્ડ

ભારતીય સ્ટારને ગોલ્ડ જીતવામાં 48 મિનિટનો સમય લાગ્યો હતો. સિંધુની કેનેડાની આ ખેલાડી પર 9મી જીત છે. આ પહેલા મિશેલ લીએ 2018 કોમનવેલ્થ ગેમ્સમાં સિંગલ અને ટીમ ઈવેન્ટ્સમાં સિંધુને હરાવીને તેનું સપનું તોડી નાખ્યું હતું, પરંતુ આ વખતે સિંધુ તે બંને હારનો બદલો લેવામાં સફળ રહી હતી. પરંતુ લી ફાઇનલમાં બંને ગેમની શરૂઆતમાં સિંધુ પર વર્ચસ્વ જમાવવાની કોશિશ કરી રહી હતી, પરંતુ ભારતીય સ્ટારે પછી જોરદાર જવાબ આપ્યો.

Next Article