વોલીબોલ જોયો ન હતો એ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે રીમે અનેક મેડલ જીતી ચૂકી છે

|

Sep 22, 2022 | 2:29 PM

જ્યારે ગુજરાત આજે નેશનલ ગેમ્સ માટે યજમાન બન્યું છે ત્યારે પુર્ણા શુક્લા ને પણ ખુબજ આનંદ છે તે કહે છે સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા રમત ગમત પ્રોત્સાહન યોજનાનો લાભ મળવો એજ મારા જીવન નો મોટો બદલાવ છે.પુર્ણા આજે નડિયાદ ખાતે કોલેજનો અભ્યાસ કરી રહી છે.

વોલીબોલ જોયો ન હતો એ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે રીમે અનેક મેડલ જીતી ચૂકી છે
ભાવનગરની પુર્ણા શુક્લા નેશનલ અને ઈન્ટરનેશનલ ક્ષેત્રે મેડલ જીતી ચૂકી છે
Image Credit source: File photo

Follow us on

Purna Shukla : ગુજરાત સરકાર અને SAG સહયોગ થી પુર્ણા શુક્લા (Purna Shukla) નું કિસ્મત બદલાયું, ભાવનગરના એક અત્યંત ગરીબ પરિવારની પુત્રી આંતરરાષ્ટ્રીય ખેલાડી (International player) બની છે. પુર્ણા શુક્લા મૂળ ભાવનગરની રહેવાસી જેણે ક્યારેય વોલીબોલ જોયો ન હતો. ઘરની પરિસ્થિતિ પણ સારી ન હતી. તેના પરિવારનું ઘર તેની માતા પર નિર્ભર હતી. પુર્ણા આમતો એક ખેલાડી ને શોભે તેવી પર્સનાલિટી ધરાવતી હતી. ભાવનગરમાં ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. ત્યારે કેટલીક રમતના કોચ ની નજર તેની હાઈટ પર હતી.આ કોચ ચિન્મય શુક્લા ,ત્રિવેણી સરવૈયા, મહમદ કુરેશી તેઓએ તેની ઉંચાઈ ને ધ્યાને રાખીને ગુજરાત ને એક સારો ખેલાડી આપવા મક્કમ નિર્ધાર કર્યો હતો. પુર્ણા શુક્લા ને પ્રોત્સાહન અને પ્રેરણા તેમજ જરૂરી મદદ પણ કરી અને વોલીબોલ ખેલાડી બનાવવા સફળ પ્રયાસ શરૂ કર્યા અને સફળતા પણ મેળવી.

પુર્ણાની ઇન્ડિયાની વોલીબોલ ટીમમાં પસંદગી થઈ

રાજ્યભરમાંથી 170 સેમીની ઉંચાઈ ધરાવતી 25 જેટલી દિકરીઓ ને કોચ દ્વારા પસંદ કરવામાં આવી અને રહેવા,ભોજન સહિતની સંપૂર્ણ સુવિધા યુક્ત એવી નડિયાદ વોલીબોલ એકેડેમીમાં દાખલ કરવામાં આવી હતી. તેમજ વિવિધ કોચ દ્વારા તાલીમ આપવામાં આવી મહારાષ્ટ્ર થી પણ એક્સપર્ટ કોચ બોલાવવામાં આવ્યા ખેલાડીઓની વિશિષ્ઠ તાલીમ શરૂ થઈ જેમાં પુર્ણા શુક્લા નો પણ સમાવેશ થતો હતો.બે વર્ષીય તાલીમ બાદ પુર્ણાની ઇન્ડિયાની વોલીબોલ ટીમમાં પસંદગી થઈ. જે પુર્ણાના જીવનનો મોટો પડાવ બન્યો હતો અને ઇન્ટર નેશનલ ખેલાડી બની બેંગકોક ખાતે ટીમ ગઇ અને સારો દેખાવ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ગુજરાત સરકારની યોજનાનો લાભ મળ્યો

થાઇલેન્ડમાં પુર્ણા ની ટીમ ને Silver medal પણ મેળવ્યો હતો ત્યારબાદ પુર્ણા શુક્લા ખેલો ઇન્ડિયામાં પણ પસંદગી થઈ અને ગુજરાત સરકારની યોજનાનો લાભ મળ્યો હતો. ઓથોરિટી દ્વારા 10 હજાર નું માસિક પ્રોત્સાહન પણ મળ્યું એક સાથે 10 હજાર રૂપિયા મળે એ પણ પુર્ણા ના જીવન માં આનંદ અને ઉત્સાહ ભર્યું બન્યું હતું. ગુજરાત સરકાર ની યોજનાઓ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા સંખ્યા બંધ રમતવીરો ને આર્થિક પ્રોત્સાહન મળી રહ્યું છે અને રમતવીરોનું જીવન ધોરણ ઉંચુ આવી રહ્યું છે સાથે સાથે ખેલાડી ઓ ને રમત ગમત માટે સારામાં સારી કીટ , સાધનો , પણ પ્રાપ્ત થઈ રહ્યા છે

Next Article