Pro Kabaddi League: પવન સહરાવત સૌથી મોંઘો ખેલાડી બન્યો, 2.26 કરોડમાં તમિલ થલાઇવાએ ખરીદ્યો

|

Aug 06, 2022 | 9:20 AM

Pro Kabaddi League તમિલ થલાઈવાસે શનિવારે સ્ટાર રેડર પવન સેહરાવતને હરાજીમાં 2.26 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે આ લીગમાં વેચાયેલો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. વિકાસ ખંડોલાને બેંગલુરુ બુલ્સે રૂ. 1.70 કરોડમાં ખરીદ્યો.

Pro Kabaddi League: પવન સહરાવત સૌથી મોંઘો ખેલાડી બન્યો, 2.26 કરોડમાં તમિલ થલાઇવાએ ખરીદ્યો
Pawan Sehrawat (File Photo)

Follow us on

તમિલ થલાઈવાસે (Tamil Thalaivas) શનિવારે હરાજીમાં સ્ટાર રેડર પવન સેહરાવત (Pawan Sehrawat) ને 2.26 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે આ લીગમાં વેચાયેલો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. વિકાસ ખંડોલાને બેંગલુરુ બુલ્સ (Bengaluru Bulls) માં એક નવો પરિવાર મળ્યો છે. બેંગ્લોરની ટીમે તેને રૂ. 1.70 કરોડમાં ખરીદ્યો. તે લીગનો બીજો સૌથી મોંઘો ખરીદનાર બન્યો છે.

ફઝલ અત્રાચલી સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો

ઈરાની કબડ્ડીના દિગ્ગજ ખેલાડી ફઝલ અત્રાચલીને પુનેરી પલ્ટને રૂ. 1.70 કરોડમાં ખરીદ્યો હતો અને આ સાથે તે ડિફેન્ડર તરીકે લીગમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો હતો. છેલ્લી હરાજીમાં સૌથી મોંઘા ખેલાડી પરદીપ નરવાલ હતો. જેને યુપી યોદ્ધા દ્વારા પરત લાવ્યો હતો જ્યારે ફ્રેન્ચાઇઝી લાસ્ટ બિડ મેચ (એફબીએમ) કાર્ડનો ઉપયોગ કરીને રૂ. 90 લાખમાં જોડાણ કર્યું હતું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પવન સેહરાવત સૌથી મોંઘો ખેલાડી બન્યા બાદ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યું કે, પ્રો-કબડ્ડીમાં ખેલાડીઓની હરાજીમાં ઈતિહાસ રચાયો છે. પવન સેહરાવતને 2.26 કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી લાગી હતી. જ્યારે અમે આ લીગ શરૂ કરી ત્યારે ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે ખેલાડીઓ આટલી જલ્દી ભારતની દેશી રમતમાં નામ અને પૈસા મેળવશે.’

 

પવન સેહરાવતે એશિયન ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો

તમને જણાવી દઈએ કે પવન સેહરાવતે વર્ષ 2019માં દક્ષિણ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ભારતીય ટીમે તેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 23 વર્ષીય પવન સેહરાવતે પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League) માં ઘણી ટીમોનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. વર્ષ 2014 થી 2016 સુધી તે બેંગ્લોર બુલ્સ (Bengaluru Bulls) નો ભાગ હતો. પરંતુ તે પછી તે વર્ષ 2017 માં ગુજરાત જાયન્ટ્સ (Gujarat Gaints) માટે રમતા જોવા મળ્યો હતો. ત્યાર બાદ તે ફરીથી વર્ષ 2018 માં બેંગ્લોર બુલ્સ ટીમમાં જોડાયો અને 2022 સુધી આ ટીમ માટે રમ્યો. પરંતુ આ વખતે તેને 2023ની સિઝન માટે સૌથી વધુ બોલી લગાવીને તમિલ થલાઈવાસે ખરીદ્યો.

Next Article