Pro Kabaddi League: લીગના એલિમિનેટર રાઉન્ડમાં આ ચાર ટીમો ટકરાશે, જાણો સમગ્ર કાર્યક્રમ

|

Feb 20, 2022 | 10:21 PM

પ્રો કબડ્ડી લીગ 2021-22 માં લીગ સ્ટેજની મેચ પુરી થઇ ગઇ છે, હવે એલિમિનેટર સ્ટેજની શરૂઆત થશે. જ્યા ચાર ટીમો સામ સામે ટકરાશે.

Pro Kabaddi League: લીગના એલિમિનેટર રાઉન્ડમાં આ ચાર ટીમો ટકરાશે, જાણો સમગ્ર કાર્યક્રમ
Pro Kabaddi League 2022 (PC: Pro Kabaddi)

Follow us on

પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League) 2022 માં લીગ સ્ટેજની મેચ પુરી થઇ ગઇ છે. હવે એલિમિનેટર (Eliminator) રાઉન્ડની શરૂઆત થશે. આ સ્ટેજમાં બે મેચ રમાશે. આ બંને મેચમાં વિજેતા ટીમો સેમિ ફાઇનલમાં(Semi Final)  પહેલાથી પહોંચેલી પટના પાયરેટ્સ અને દબંગ દિલ્હી ટીમ સામે ટકરાશે. એલિમિનેટર રાઉન્ડમાં આ બંને મેચમાં કોણ-કોણ ટીમો ટકરાશે અને આ મેચ ક્યારે અને ક્યા રમાશે તેના વિશેની વિગતો અહીં જાણો…

1. પ્રો કબડ્ડી લીગની એલિમિનેટર રાઉન્ડમાં કઇ – કઇ ટીમો વચ્ચે ટક્કર થશે.

આ રાઉન્ડમાં બે મેચ રમાશે. પહેલી મેચમાં યુપી યુદ્ધા અને પુનેરી પલટન સામ સામે ટકરાશે. જ્યારે બીજી મેચમાં  ગુજરાત જાયન્ટ્સની ટક્કર બેંગ્લુરૂ બુલ્સ સામે થશે.

2. આ મેચ ક્યારે રમાશે?

લીગની પહેલી એલિમિનેટર મેચ 21 ફેબ્રુઆરીના રોજ સાંજે 7.30 વાગે રમાશે. જ્યારે બીજી એલિમિનેટર મેચ એજ દિવસે રાત્રે 8.30 કલાકે રમાશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

3. મેચ ક્યા રમાશે?

પ્રો કબડ્ડી લીગની તમામ મેચ કોરોના કહેરના કારણે શેરેટન ગ્રાન્ડ બેંગ્લોર વ્હાઇટફીલ્ડ હોટલ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે રમાઇ રહી છે.

4. મેચ ક્યા જોવા મળશે.?

સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રો કબડ્ડીની તમામ મેચ જોવા મળશે.

5. શું મેચ ઓનલાઇન જોવા મળી શકે છે.?

હા, ડિઝની+ હોટસ્ટાર એપ્લિકેશન પર દરેક મેચ લાઇવ જોઇ શકાશે. મેચ જોવા માટે એપ્લિકેશન સબસ્ક્રાઇબ કરવું જરૂરી રહેશે.

આ પણ વાંચો : IND vs WI: રોહિત શર્માએ બેટીંગ પોઝિશન બદલવાનો કરેલો પ્રયોગ રહ્યો નિષ્ફળ, નવા નિશાળીયાએ ઉડાવી દીધી ગીલ્લીઓ

આ પણ વાંચો : પુર્વ ક્રિકેટરે ભારતીય ટેસ્ટ ટીમ પર સવાલ ઉઠાવ્યા, જણાવ્યું ક્યા બે યુવા ખેલાડીઓને તક મળવી જોઇતી હતી

Next Article