હવે આર્જેન્ટિનામાં ફૂટબોલ મેચ દરમિયાન નાસભાગમાં એકનું મોત, ઈન્ડોનેશિયામાં 174 લોકો માર્યા ગયા હતા

|

Oct 07, 2022 | 11:50 AM

આર્જેન્ટિનામાં (Argentina) ફૂટબોલ મેચ દરમિયાન મચેલી નાસભાગમાં એક વ્યક્તિનું મોત થયું છે. આવી જ ઘટના થોડા દિવસો પહેલા ઈન્ડોનેશિયામાં (Indonesia) બની હતી, જ્યાં ફૂટબોલ મેચ દરમિયાન 174 લોકો માર્યા ગયા હતા.

હવે આર્જેન્ટિનામાં ફૂટબોલ મેચ દરમિયાન નાસભાગમાં એકનું મોત, ઈન્ડોનેશિયામાં 174 લોકો માર્યા ગયા હતા
one dead during soccer match in Argentina

Follow us on

આર્જેન્ટિનામાં (Argentina) ફૂટબોલ મેચ દરમિયાન નાસભાગમાં એક વ્યક્તિનું મોત થયું છે. બોકા જુનિયર્સ અને જિમ્નેશિયા વાય એસ્ગ્રિમા વચ્ચે ફૂટબોલની મેચ રમાઈ રહી હતી ત્યારે કંઈક બન્યું કે, ભીડ સ્ટેડિયમની અંદર મેદાન એકાએક પહોંચી ગઈ, ભીડની નાસભાગને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. બ્યુનોસ આયર્સ પ્રાંતના સુરક્ષા મંત્રી સર્જિયો બર્નીએ કહ્યું – ‘હું પુષ્ટિ કરી શકું છું કે ફૂટબોલની મેચ દરમિયાન થયેલી ભાગદોડમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જો કે આ વ્યક્તિનું મૃત્યું કાર્ડિયાક અરેસ્ટથી થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા

ગુરુવારે રાત્રે આર્જેન્ટિનાની લીગ મેચ જોવા મેદાનમાં જવા ભારે દબાણ કરવાનો પ્રયાસ કરી રહેલા ફૂટબોલ ચાહકો સાથે પોલીસની અથડામણ બાદ રેફરીએ રમત થોડાક સમય સુધી બંધ કરી દીધી હતી. પોલીસે સ્ટેડિયમની અંદર ટીયર ગેસના શેલ છોડ્યા હતા. અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે હોમ ટીમના પ્રશંસકો પહેલેથી જ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમની અંદર પ્રવેશવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. પોલીસે ભીડને વિખેરવાના પ્રયાસમાં રબરની ગોળીઓ અને ટીયર ગેસ છોડ્યા હતા.

ઈન્ડોનેશિયામાં 174 લોકોના મોત થયા છે

તમને જણાવી દઈએ કે 3 ઓક્ટોબરે ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન મચેલી ભાગદોડમાં 17 બાળકો સહિત 174 લોકોના મોત થયા હતા. મેચ પછીની બોલાચાલીને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. જેના કારણે ચાહકોમાં નાસભાગ મચી ગઈ અને ભીડમાં કચડાઈ જવાના પરિણામે મોટાભાગના લોકો મૃત્યુ પામ્યા. મેદાન પર એકઠા થયેલા ચાહકોએ માંગ કરી હતી કે એરેમા મેનેજર સમજાવે કે શા માટે પેરેસબાયા સામે ઘરઆંગણે રમાયેલી મેચોમાં 23 વર્ષથી અજેય રહેલી ટીમ શનિવારે 3-2થી પાછળ રહી. અરેમાના 42,000 ચાહકોએ ખેલાડીઓ અને ફૂટબોલ અધિકારીઓ પર બોટલો અને અન્ય વસ્તુઓ ફેંકી હતી અને સ્ટેડિયમની બહાર ઓછામાં ઓછા પાંચ પોલીસ વાહનો પલટી અને સળગાવી દેવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

 

Published On - 11:48 am, Fri, 7 October 22

Next Article