Video: ગજબનો લગાવ્યો ગોલ ! ખતરનાક એક્શન જોઈને લાગશે કે ફુટબોલ પ્લેયર છે કે ‘જેમ્સ બોન્ડ’

|

Oct 05, 2022 | 11:30 PM

રશિયન ફૂટબોલ નોરિક અવદલિયાને (Norik Avdalyan) 2018માં આવો જ ગોલ કરીને સનસનાટી મચાવી હતી અને હવે 4 વર્ષ બાદ તેણે ફરીથી પોતાની સિનિયર કરિયરમાં પહેલીવાર આવો શોટ ફટકાર્યો હતો.

Video: ગજબનો લગાવ્યો ગોલ ! ખતરનાક એક્શન જોઈને લાગશે કે ફુટબોલ પ્લેયર છે કે જેમ્સ બોન્ડ
Norik Avdalyan back flip goal penalty shot

Follow us on

જો ફૂટબોલ (Football) મેચ હોય અને તેમાં ગોલ ન હોય તો મેચ અધૂરી લાગે છે. માત્ર એક ગોલ હોય કે વરસાદ, મજા ત્યારે જ આવે છે જ્યારે ખેલાડીનો શોટ અથવા હેડર બોલને ગોલપોસ્ટની અંદર લઈ જાય. ખેલાડીઓથી લઈને સ્ટેડિયમમાં બેઠેલા હજારો પ્રશંસકો અને ટીવી પર જોઈ રહેલા લાખો અન્ય દર્શકોના ઉત્સાહની કોઈ સીમા નથી રહેતી હોતી. ક્યારેક કેટલાક આશ્ચર્યજનક ગોલ પણ જોવા મળે છે, જેના પર વિશ્વાસ કરવો જણ મુશ્કેલ હોય છે. આવો જ એક ગોલ રશિયાના ફૂટબોલર નોરીક અવદલિયાને (Norik Avdalyan) કર્યો છે, જેને જોઈને વિશ્વાસ તો દૂરના પણ થઈ જશે.

નોરિકનો ગજબ પલટી માર ગોલ

રશિયાનો 26 વર્ષીય ફૂટબોલર નોરિક અવદલિયાન તેના ચોંકાવનારા પેનલ્ટી શોટને કારણે ફરી ચર્ચામાં આવ્યો છે, જેના કારણે તે 4 વર્ષ પહેલા ચર્ચામાં આવ્યો હતો. બુધવારે 4 ઑક્ટોબરે ટ્વીટર પર નોરિકનો એક વિડિયો ખૂબજ જોવામાં આવ્યો અને શેર કરવામાં આવ્યો, જેમાં તેણે પેનલ્ટી સ્પોટથી ગોલપોસ્ટમાં બોલ ગોલ કર્યો હતો. હવે સવાલ એ થાય છે કે એમાં ખાસ શું છે?

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

તો મામલો એવો છે કે નોરિકે મેચમાં પેનલ્ટીનો મોકો મળતાની સાથે જ કંઈક એવું કર્યું જે ફૂટબોલના મેદાનમાં ક્યારેય જોવા મળતું નથી. ઓછામાં ઓછું પેનલ્ટી ગોલ વખતે તો નહીં જ. એક ટ્વિટર એકાઉન્ટે તેનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જે મુજબ નોરિકે મીડિયાલીગ મેચમાં આ ગોલ કર્યો હતો. હવે વાત ગોલની કરી લઈએ. રશિયન ફુટબોલર નોરિકે, પેનલ્ટી લેવા માટે સામાન્ય રીત મુજબ દોડવાને બદલે, શોટ લગાવી પાછળની તરફ પલ્ટી મારી દીધી, જેણે બધાને હચમચાવી દીધા, જ્યારે ગોલકીપર પૂરેપૂરો થાપ ખાઈ ગયો હતો.

 

 

4 વર્ષ પહેલા પણ કમાલ કર્યો હતો

આ રીતે ગોલ કરવા છતાં, ન તો તે પોતાનું લક્ષ્ય ચૂકી ગયો અને ન તો તે પોતાનુ સંતુલન ગુમાવ્યુ હતુ. 26 વર્ષના આ વિંગરે જબરદસ્ત શોટ ફટકારીને બધાને ખુશ કરી દીધા હતા. મજાની વાત એ છે કે નોરિકે પહેલીવાર આવું નહોતુ કર્યું હતું. અગાઉ 2018માં પણ તે આવો જ ગોલ કરીને પહેલીવાર ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ નોરિકે અંડર-21 મેચમાં આવી ફ્લિપ-ફ્લોપ પેનલ્ટી દ્વારા ગોલ કર્યો હતો.

ફૂટબોલનો જેમ્સ બોન્ડ

બાય ધ વે, આ રીતે સ્કોર કર્યા પછી જો કોઈ તેને ફૂટબોલનો જેમ્સ બોન્ડ કહે તો નવાઈ નહીં. હોલિવૂડની ફિલ્મોમાં દેખાડવામાં આવતો પ્રખ્યાત બ્રિટિશ જાસૂસ પાત્ર જેમ્સ બોન્ડ પણ એક્શન સીનમાં આવી અનેક કરતબો બતાવીને દુશ્મનો પર કબજો જમાવે છે. કદાચ નોરિક પણ બોન્ડથી ખૂબ પ્રભાવિત છે અને આ જ કારણ છે કે આ પ્રખ્યાત ડિટેક્ટીવનો કોડ 007 નોરિકે તેનો જર્સી નંબર બનાવ્યો છે.

 

Published On - 11:14 pm, Wed, 5 October 22

Next Article