IBA Women World Boxing Championships: નિખત ઝરીન ફાઈનલમાં પહોંચી, બ્રાઝીલની બોક્સરને પછાડી દીધી, મનીષા અને પરવીનની હાર

|

May 18, 2022 | 8:03 PM

નિખત ઝરીને (Nikhat Zareen) વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપ (IBA Women World Boxing Championships) ની ફાઇનલમાં પહોંચીને ભારત માટે ઓછામાં ઓછો સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો છે.

IBA Women World Boxing Championships: નિખત ઝરીન ફાઈનલમાં પહોંચી, બ્રાઝીલની બોક્સરને પછાડી દીધી, મનીષા અને પરવીનની હાર
Nikhat Zareen ગોલ્ડ માટે ટક્કર લેશે

Follow us on

ભારતીય મહિલા બોક્સર નિખત ઝરીને (Nikhat Zareen) 52 કિગ્રા વજન વર્ગમાં આઇબીએ મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ (IBA Women World Boxing Championships) ની ફાઇનલમાં પ્રવેશ કરીને તેની શાનદાર દોડ ચાલુ રાખી. તેણે સેમિફાઇનલમાં બ્રાઝિલની કેરોલિના ડી અલ્મેડાને 5-0 થી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ઈસ્તાંબુલમાં રમાઈ રહેલી આ ચેમ્પિયનશિપમાં 18 મે બુધવારે રમાયેલી સેમીફાઈનલમાં નિખતે એકતરફી રમત બતાવી અને જીત મેળવી. ફાઈનલમાં પહોંચીને નિખતે ભારત માટે ઓછામાં ઓછો સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો છે.

ભૂતપૂર્વ જુનિયર વર્લ્ડ ચેમ્પિયન નિખાતે ધીરજ અને શાંતિ બતાવી અને સામેના ખેલાડી પર પોતાનું વર્ચસ્વ દર્શાવ્યું અને તેથી જ પાંચ રેફરીઓએ સર્વસંમતિથી ભારતીય બોક્સરની તરફેણમાં નિર્ણય લીધો. જો કે, અન્ય બે ભારતીય બોક્સરોની સફર સેમીફાઈનલમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. મનીષા અને પરવીન સેમિફાઇનલમાં પોતપોતાની મેચો હારી ગયા હતા અને આ રીતે તેમને બ્રોન્ઝ પર જ સમાધાન કરવું પડશે.

શું તે ખાસ યાદીમાં સામેલ થશે?

છ વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિક મેડલ વિજેતા મેરી કોમ, સરિતા દેવી, જેનીન આરએલ અને લેખા સી એ ભારતીય ખેલાડીઓમાં સામેલ છે જેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. હવે નિખત આ યાદીમાં નામ નોંધાવવાની આરે ઉભી છે. એશિયન ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતા નિખાતે ઈંગ્લેન્ડના ચાર્લી-સીન ડેવિસનને 5-0 થી હરાવી સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મનીષા અને પરવીન હારી ગયા

નિખત ઉપરાંત મનીષા મૌને પણ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો પરંતુ તે 57 કિગ્રા વજન વર્ગમાં ઓલિમ્પિક મેડલ વિજેતા ઇટાલીની ઇર્મા ટેસ્ટા સામે 5-0થી હારી ગઇ હતી. મનીષાએ મંગોલિયાની નામુન મોનખોરને 4-1 થી ખંડીત થયેલા નિર્ણયથી હરાવતાં સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ શાનદાર પ્રદર્શન બાદ આ વખતે તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

પરવીન સેમીફાઈનલમાં ભારત તરફથી ત્રીજી દાવેદાર હતી. યુવા બોક્સર 63 કિગ્રામાં સેમિફાઇનલ ટાઇટલ મેચમાં પ્રવેશવા માટે રિંગમાં પ્રવેશી હતી, પરંતુ આયર્લેન્ડની બોક્સર એમી બ્રોડહર્સ્ટ તેના પર ભારે પડી હતી. આયરિશ બોક્સરે ફાઇનલમાં પહોંચવાના અલગ-અલગ નિર્ણયમાં પરવીનને 4-1થી હરાવી હતી. આ રીતે પરવીન ઈસ્તાંબુલથી બ્રોન્ઝ મેડલ સાથે પરત ફરશે.

શ્રેષ્ઠ પ્રદર્શન 2006માં આવ્યું હતું

આ સ્પર્ધામાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2006માં રહ્યું છે જ્યારે દેશે ચાર ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત આઠ મેડલ જીત્યા હતા. અગાઉના રાઉન્ડમાં ચાર ભારતીય બોક્સરો મેડલ સાથે પરત ફર્યા હતા, જેમાં મંજુ રાનીએ સિલ્વર જીત્યો હતો જ્યારે મેરી કોમે બ્રોન્ઝમાં તેણીનો આઠમો વર્લ્ડ મેડલ જીત્યો હતો.

Published On - 8:00 pm, Wed, 18 May 22

Next Article