AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Neeraj Chopraએ ફરી વધાર્યું ભારતનું ગૌરવ, વર્લ્ડ રેન્કિંગમાં નંબર 1 બન્યો

Neeraj Chopra ranked World No 1 : ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા વિશ્વ એથ્લેટિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલ નવીનતમ રેન્કિંગ મુજબ, મેન્સ જેવલિન થ્રોમાં વિશ્વનો નવો નંબર વન ખેલાડી બન્યો છે.ટોક્યો ઓલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બનેલા ચોપરા ગ્રેનાડાના વર્તમાન વિશ્વ ચેમ્પિયન એન્ડરસન પીટર્સથી 22 પોઈન્ટથી આગળ છે.

Breaking News : Neeraj Chopraએ ફરી વધાર્યું ભારતનું ગૌરવ, વર્લ્ડ રેન્કિંગમાં નંબર 1 બન્યો
Neeraj Chopra ranked World No 1
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 5:27 PM
Share

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા વિશ્વ એથ્લેટિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલ નવીનતમ રેન્કિંગ મુજબ, મેન્સ જેવલિન થ્રોમાં વિશ્વનો નવો નંબર વન ખેલાડી બન્યો છે.ટોક્યો ઓલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બનેલા ચોપરા ગ્રેનાડાના વર્તમાન વિશ્વ ચેમ્પિયન એન્ડરસન પીટર્સથી 22 પોઈન્ટથી આગળ છે.

નીરજ ચોપરાએ તેની 2023 સીઝનની શરૂઆત 6 મેના રોજ દોહામાં 88.67 મીટરના વિશ્વ-અગ્રણી પ્રયાસ સાથે પ્રથમ ડાયમંડ લીગ મીટિંગ જીતીને કરી હતી.25 વર્ષીય નીરજ ચોપરા ભારતીય આગામી 4 જૂને નેધરલેન્ડના હેંગેલો ખાતે ફેની બ્લેન્કર્સ-કોએન ગેમ્સમાં અને ત્યારબાદ 13 જૂને ફિનલેન્ડના તુર્કુમાં પાવો નુર્મી ગેમ્સમાં ભાગ લેશે.

ગોલ્ડન બોય બન્યો નંબર 1

મેન્સ જેવલિન થ્રોમાં ટોપ 5

  1.  નીરજ ચોપરા (IND) – 1455 પોઈન્ટ
  2.  એન્ડરસન પીટર્સ (GRN) – 1433 પોઈન્ટ
  3. જેકબ વડલેજચ (CZE) – 1416 પોઈન્ટ
  4. જુલિયન વેબર (GER) – 1385 પોઈન્ટ
  5. અરશદ નદીમ (PAK) – 1306 પોઈન્ટ

(વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા 16 મે, 2023ના રોજ જાહેર કરાયેલ રેન્કિંગ મુજબ)

નીરજ ચોપરાએ 2021 ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. એથ્લેટિક્સમાં ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર તે પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો હતો. ત્યારપછી ચોપરાએ 87.58 મીટરના અંતરે બરછી ફેંકી અને ભારતીય રમતગમતના ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત કર્યું.

નીરજ ચોપરાએ અન્ય સ્પર્ધાઓમાં પણ ઓલિમ્પિકમાંથી મળેલી સફળતા ચાલુ રાખી. જ્યુરિચમાં પ્રતિષ્ઠિત ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ 89.63 મીટરના અંતરે બરછી ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારથી, ભાલા સ્પર્ધામાં નીરજ ચોપરાનું નામ ઉત્તરોત્તર વધતું ગયું.

ઈવેન્ટ જીત્યા બાદ મીડિયા સાથે વાત કરતા નીરજ ચોપરાએ કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય 2024માં યોજાનારી પેરિસ ઓલિમ્પિકમાં આ સાતત્ય જાળવી રાખવાનો છે. ચોપરાએ કહ્યું, “તે ખૂબ જ સખત લડાઈ જીતી હતી, પરંતુ હું ખુશ છું. આ મારા માટે સારી શરૂઆત છે. મને આશા છે કે આગામી સ્પર્ધાઓમાં નંબર-1 બનીશ અને આ સિઝનમાં વધુ સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખીશ.

નીરજ ચોપડાએ પોતાની વાતચીતમાં આગળ કહ્યું, “મને તે ખૂબ ગમ્યું. તમામ એથ્લેટ્સ માટે પડકાર મોટો હતો, પરંતુ હું મારા પરિણામથી સંતુષ્ટ છું. તે એક સારી શરૂઆત હતી અને અહીંનું વાતાવરણ શાનદાર હતું. ઘણા લોકો મને ટેકો આપવા આવ્યા અને તેઓ ખૂબ ખુશ હતા.

IPL 2023 , ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">