Neeraj Chopra એ માણ્યા નવરાત્રીના ગરબા, ગરબે ઘૂમીને ખૂબ લીધો આનંદ, VIDEO

|

Sep 29, 2022 | 9:08 AM

ભારતમાં ક્રિકેટ સ્ટાર્સનો ક્રેઝ લઈ કોઈ જ નવી વાત નથી. પરંતુ, જ્યારે નીરજ ચોપરા (Neeraj Chopra) વડોદરામાં પહોંચ્યા ત્યારે તેના સ્વાગતમાં ઉત્સાહનો માહોલ કોઈ ક્રિકેટરથી પણ વધારે જોવા મળ્યો હતો અને એ પણ હાર્દિક પંડ્યાના હોમટાઉન વિસ્તારમાં.

Neeraj Chopra એ માણ્યા નવરાત્રીના ગરબા, ગરબે ઘૂમીને ખૂબ લીધો આનંદ, VIDEO
Neeraj Chopra એ વડોદરામાં ગરબા માણ્યા

Follow us on

ભાલાની રમતમાં વિશ્વભરમાં ભારતનો ઝંડો ફરકાવનાર નીરજ ચોપરા (Neeraj Chopra) વડોદરા પહોંચ્યો હતોય. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) નુ હોમટાઉન ગણાતા વડોદરા શહેરમાં નિરજ ચોપરાનુ જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું. પછી જે ગુજરાતની ઓળખ છે તેમાં તે ખૂબ ગરબે ઘૂમ્યો. નીરજ ચોપરા એ ચાહકો સાથે ગરબા માણ્યા અને આમ કરતી વખતે તેણે ફરી એકવાર દિલ જીતી લેનારુ કામ કર્યું છે. વડોદરા (Vadodra) માં તેના ભવ્ય સ્વાગતની માત્ર તસવીરો જ સામે આવી નથી, પરંતુ તેના ગરબા ગાવાનો વીડિયો પણ છવાયેલો રહ્યો છે.

વડોદરામાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ક્રિકેટ શિખ્યો છે. તે અહીંથી ભારતીય ક્રિકેટ ટીમ સુધીની પોતાની સફર કરી ચૂક્યો છે. તેનુ હોમટાઉન નીરજ ચોપડા માટે દીવાના બની ગયું હતું. ભારતમાં ક્રિકેટ સ્ટાર્સના ક્રેઝ નવી વાત નથી. પરંતુ, જ્યારે નીરજ ચોપરા ત્યાં પહોંચ્યો ત્યારે તેના સ્વાગતમાં ઉત્સાહનો માહોલ કોઈ ક્રિકેટરથી ઓછો નહોતો, ચાહકો અને વડોદરાના લોકો તેને આવકારવા સાથે ખૂબ પ્રેમ દર્શાવી રહ્યા હતા. નીરજ ચોપરાએ ક્રિકેટને ધર્મ માનવા વાળા ભારતમાં જેવેલિનને નવી ઓળખ આપી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ચાહકોએ લગાવ્યા નારા- ગરમ ગરમ શીરો, નીરજ ભાઈ હીરો

તમે અત્યાર સુધી નીરજ ચોપરાને મોટાભાગે સ્પોર્ટ્સ આઉટફિટ્સમાં જોયા હશે. પરંતુ, જ્યારે તે બરોડા પહોંચ્યો ત્યારે તે ગરબા ડ્રેસ પહેરીને જોવા મળ્યો હતો. હવે જાણો વડોદરામાં તેના ફેન્સે તેને આવકારવા શું કર્યું. નીરજ ચોપરા સ્ટેજ પર પહોંચતા જ લોકોનો શોર સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેને આવકારતા જ લોકોએ નારા લગાવવા માંડ્યા હતા, ‘ગરમ ગરમ શીરો, નીરજ ભાઈ હીરો.

 

 

નીરજ ચોપરા એ માણ્યો ગરબાનો આનંદ

ચાહકોને મળ્યા પછી, તે ક્ષણ આવી જ્યારે નીરજ ચોપરાએ ગરબા કર્યા. અને પરંપરાગત પરિધાનમાં ગરબા કરતી વખતે પણ તે દિલ જીતી લેતો જોવા મળ્યો હતો. તેના ગરબા સ્ટેપ્સ એટલા જ સચોટ લાગતા હતા, જેટલા તેના ભાલાના મેદાન પર મેડલ જીતવા માટેનું અંતર માપે છે.

 

 

 

ગરબાનો વિડીયો ખૂબ ધૂમ મચાવી રહ્યો છે

ઈજામાંથી પરત ફરતા ડાયમંડ લીગ જીતનાર નીરજ ચોપરા પ્રથમ ભારતીય એથ્લેટ બન્યા હતો. તે પછી તેણે 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લીધો ન હતો અને જેવલિનમાંથી બ્રેક લઈને સ્વિટ્ઝર્લેન્ડ રજાઓ માણવા ગયો હતો, જ્યાંથી સોશિયલ મીડિયા પર સતત તસવીરો શેર કરતો હતો, જે ચાહકોને ખૂબ પસંદ આવી રહી હતી. હવે તે પછી તેનો ગરબાનો વિડીયો નવરાત્રીની સિઝનમાં ભારતમાં ધૂમ મચાવી રહ્યો છે.

 

Published On - 8:57 am, Thu, 29 September 22

Next Article