આજથી ગાંધીનગરમાં National Games 2022નો પ્રારંભ, ફેન્સિંગ અને એથ્લેટિક્સમાં મેડલ માટે દાવ લાગશે

|

Sep 30, 2022 | 9:38 AM

વડાપ્રધાન મોદીએ ગુરુવારના રોજ નેશનલ ગેમ્સના મેસ્કોટ સાવજ સાથેની કારમાં સમગ્ર સ્ટેડિયમમાં ખુલ્લી કારમાં રાઉન્ડ લગાવ્યો હતો અને ઉપસ્થિત સહુ ખેલાડીઓ, મહેમાનો દરેકનુ અભિવાદન જીલ્યુ હતુ. તો આજે ગાંધીનગરમાં પણ નેશનલ ગેમ્સ રમાઈ રહી છે.

આજથી ગાંધીનગરમાં National Games 2022નો પ્રારંભ, ફેન્સિંગ અને એથ્લેટિક્સમાં મેડલ માટે દાવ લાગશે
આજથી ગાંધીનગરમાં National Games 2022નો પ્રારંભ, ફેન્સિંગ અને એથ્લેટિક્સમાં મેડલ માટે દાવ લાગશે
Image Credit source: Twitter

Follow us on

National Games 2022 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજીત કાર્યક્રમમાં 36મી નેશનલ ગેમ્સ (National Games 2022)નું ઉદ્ઘાટન કર્યું છે. તો ચાલો જોઈએ આજનું શેડ્યુલ. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તલવારબાજી (Fencing) (ફેન્સિંગ)ની રમતનો આજથી પ્રારંભ થયો છે. જેમાં મહિલા અને પુરુષની સિંગલ ગેમ્સ રમાશે. તેમજ 2 વાગ્યાથી ફાઈનલ રમતનું આયોજન કરવામાં આવ્યું છે. જે બપોરના 5 કલાક સુધી ચાલશે. તેમજ આઈઆઈટી ગાંધીનગર ખાતે એથ્લેટિક્સ (Athletics)ની રમત શરુ થઈ રહી છે. આ રમત આજથી એટલે કે, સપ્ટેમ્બર 30 થી શરુ થઈ રહી છે.

અમદાવાદના ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે લોન બોલ્સ

એથ્લેટિકસમાં ફાઈનલમાં 20 કિલોમીટર વોકની ફાઈનલ, ત્રિપલ જમ્પ, શૉટ પુટ, હેમર થ્રો અને 1500 મીટરની ફાઈનલમાં મેડલ માટે દાવ લાગશે અમદાવાદના રાયફલ ક્લબ ખાતે પણ શૂટિંગની ઈવેન્ટમાં ફાઈનલ રમત રમાશે. ગાંધીનગરના ક્રાઉન શૂટિંગ અને સ્પોર્ટ્સ એકેડમી ખાતે શૂટિંગમાં મેચ રમાશે. અમદાવાદના ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે લોન બોલ્સ માં મહિલા સિંગલ અને મહિલા 4 તેમજ પુરુષ ત્રિપલનો મુકાબલો રમાશે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

 

ગુજરાતમાં પ્રથમવાર નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે, 7વર્ષની રાહ જોયા બાદ જ આ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશના 28 રાજ્યો ઉપરાંત 8 કેન્દ્રશાસિત પ્રદેશોના અંદાજે 7 હજાર ખેલાડીઓ આ વખતે આ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે. ગુજરાતના 6 શહેરોમાં આ ગેમ્સનું આયોજન કરવામાં આવશે. દિલ્હીમાં માત્ર સાયકલિંગ સ્પર્ધાઓ યોજાશે.

જુ઼ડેગા ઈન્ડિયા જીતેગા ઈન્ડિયા

આ વખતે ગેમ્સની સૌથી મોટી તાકાતને ધ્યાનમાં રાખીને ગેમ્સનું થીમ સોંગ બનાવવામાં આવ્યું છે અને પીએમ મોદીએ પણ પોતાના ભાષણમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. PMએ મેદાનમાં હાજર દર્શકો અને ખેલાડીઓ સાથે ‘જુડેગા ઈન્ડિયા, જીતેગા ઈન્ડિયા’ના નારા લગાવ્યા હતા. તેણે કહ્યું, “આ શબ્દો આજે આકાશમાં ગુંજાઈ રહ્યા છે.

Published On - 9:34 am, Fri, 30 September 22

Next Article