National Games2022નો આજે છેલ્લો દિવસ, વોલીબોલ અને બોક્સિંગની ઈવેન્ટમાં મેડલ માટે જામશે જંગ

|

Oct 12, 2022 | 9:55 AM

નેશનલ ગેમ્સ 2022 (National Games2022)નો અંત 12 ઓક્ટોબરે થશે. 36મા નેશનલ ગેમ્સનનો સમાપન સમારોહ 12 ઓક્ટોબરે સુરત (Surat) ખાતે યોજાશે. આગામી નેશનલ ગેમ્સ ગોવા (Goa) ખાતે યોજાશે.

National Games2022નો આજે છેલ્લો દિવસ, વોલીબોલ અને બોક્સિંગની ઈવેન્ટમાં મેડલ માટે જામશે જંગ
National Games2022નો આજે છેલ્લો દિવસ, વોલીબોલ અને બોક્સિંગની ઈવેન્ટમાં મેડલ માટે જામશે જંગ
Image Credit source: National Games Twitter

Follow us on

National Games2022 : આજે નેશનલ ગેમ્સ(National Games )નો છેલ્લો દિવસ છે. ત્યારે આજે પણ અનેક શહેરોમાં ઈવેન્ટ રમાનારી છે. જેમાં આપણે વાત કરીએ તો પ્રથમ ઈવેન્ટ વોલીબોલની ઈવેન્ટ ભાવનગરમાં યોજાશે. જેમાં આજે મહિલા અને પુરુષ બંન્ને વર્ગની મેડલ મેચ હશે. બ્રોન્ઝ મેડલ મેચ સવારે 10 કલાકે તો મહિલાની ગોલ્ડ મેડલ મેચ બપોરના 12 કલાકે રમાશે અને પરુષ વર્ગમાં ગોલ્ડ મેડલની ટક્કર બપોરના 2 કલાકે જોવા મળશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બોક્સિંગ (Boxing)ની ઈવેન્ટમાં પણ આજે અનેક મેડલ દાવ પર છે. આ તમામ મેચો 11 કલાકેથી શરુ થઈ બપોરના 1 કલાક સુધી રમાશે આ તમામ મેચ પુરુષ વર્ગમાં રમાશે. જ્યારે મહિલા વર્ગમાં પણ મેડલ મેચ સવારે 11 કલાકથી શરુ થઈ બપોરના 12 વાગ્યા સુધી રમાશે.

નેશનલ ગેમ્સનું સફળ આયોજન કરીને ગુજરાતે નવો ઈતિહાસ રચ્યો

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ (National Games )ની વિવિધ 36 જેટલી ઈવેન્ટમાં અલગ-અલગ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના ખેલાડીઓ શાનદાર પર્ફોમન્સ આપ્યું હતુ. ત્યારે આજે પણ 2 ઈવેન્ટમાં મેડલ દાવ પર છે, આ બંન્ને ઈવેન્ટમાં એક ગાંધીનગર શહેર ખાતે તો બીજી ભાવનગર શહેરમાં વોલીબોલની ઈવેન્ટ રમાશે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

માત્ર 90 દિવસના ટૂંકા ગાળામાં નેશનલ ગેમ્સનું સફળ આયોજન કરીને ગુજરાતે નવો ઈતિહાસ રચ્યો છે.નેશનલ ગેમ્સના આયોજનના પરિણામે મલખમના 10 વર્ષીય ગુજરાતી ખેલાડી શૌર્ય જેવા અનેક ખેલાડીઓને રાષ્ટ્રીય કક્ષાએ આગવી ઓળખ અને રમત ક્ષેત્રે નવીન પ્લેટફોર્મ ઉપલબ્ધ થયું છે

ગુજરાતના નેશનલ ગેમ્સમાં અત્યાર સુધી કુલ 47 મેડલ

 

 

36 મી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાત ખાતે થઇ રહ્યું છે. જેમાં વિવિધ રમતોનું આયોજન ગુજરાતના 6 મુખ્ય શહેર અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભાવનગર, રાજકોટ અને વડોદરા ખાતે થઇ રહ્યું છે.નેશનલ ગેમ્સ 2022માં ગુજરાતે ટ્રાયથલોન મિક્સડ ટીમ રિલે ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. આ સાથે ગુજરાતનો મેડલ આંક 47 પર પહોંચી ગયો છે. ગુજરાતે 13 ગોલ્ડ, 15 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

આ તમામ 47 મેડલ તીરંદાજી,બેડમિન્ટન,બીચ વૉલીબોલ,કેનોઇંગ,જુડો,મલ્લખંભ,નેટબોલ,રોલર સ્પોર્ટ્સ,શૂટિંગ,સોફ્ટ ટેનિસ,ટેબલ ટેનિસ,ટેનિસ,ટ્રાયથલોન,કુસ્તી અને યોગાસનની ઈવેન્ટમાં મળ્યા છે.

Next Article