National Games 2022: હરિયાણા અને પંજાબ વચ્ચે ‘ગોલ્ડ’ માટે જામશે ફાઈનલનો જંગ, જાણો આજની હોકી સ્પર્ધાનો સ્કોર

નેશનલ ગેમ્સ હોકી સ્પર્ધામાં મહિલાઓની સેમી ફાઈનલ હરિયાણા અને ઝારખંડ વચ્ચે રમાઈ હતી. જેમાં પ્રથમ મેચમા હરિયાણા 05-02 ગોલ સાથે ફાઇનલમાં પહોંચ્યું છે.

National Games 2022: હરિયાણા અને પંજાબ વચ્ચે 'ગોલ્ડ' માટે જામશે ફાઈનલનો જંગ, જાણો આજની હોકી સ્પર્ધાનો સ્કોર
National Games 2022
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Oct 09, 2022 | 7:37 PM

Rajkot: નેશનલ ગેમ્સ (National Games 2022) હોકી સ્પર્ધામાં મહિલાઓની સેમી ફાઈનલ હરિયાણા અને ઝારખંડ વચ્ચે રમાઈ હતી. જેમાં પ્રથમ મેચમા હરિયાણા 05-02 ગોલ સાથે ફાઇનલમાં પહોંચ્યું છે. જયારે બીજી મેચ મધ્યપ્રદેશ અને પંજાબ વચ્ચે રમાઈ હતી. જેમાં પંજાબ ટીમે 02-01 ગોલ સાથે મધ્યપ્રદેશને પરાસ્ત કરી ફાઈનલ મેચમાં પ્રવેશ નિશ્ચિત કર્યો હતો.

પ્રથમ મેચમાં હરિયાણાની આંતરરાષ્ટ્રીય ખેલાડી રાની રામપાલે બે ફિલ્ડ ગોલ, બે પેનલ્ટી ગોલ અને એક પેનલ્ટી સ્ટ્રોક ગોલ સાથે પાંચ ગોલ, જયારે ઝારખંડ વતી સંગીતકુમારી અને સલીમા રેરેએ એક-એક ગોલ સાથે બે ગોલ નોંધાવ્યા હતાં. બીજી સેમિફાઇનલ મેચમાં પંજબની કેપ્ટન ગુરજીત કૌરે અને એમ.પી.ની ટીમના કેપ્ટન ઇશિકા ચૌધરીએ એક – એક ગોલ કરતા મેચ બરોબરી બાદ છેલ્લી મિનિટોમાં એટેક કરતા લાલરેમિસમીએ ફિલ્ડ ગોલ્ડ નોંધાવી 02-01થી મધ્યપ્રદેશ સામે વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આગામી 11મી તારીખે હરિયાણા અને પંજાબ વચ્ચે ગોલ્ડ માટે ફાઈનલ જંગ ખેલાશે.

મહત્વનું છે કે, આવતીકાલે સવારે 10 વાગ્યે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ તેમજ બપોરે 03:30 કલાકે હરિયાણા અને કર્ણાટકની વચ્ચે પુરુષોની સેમી ફાઈનલ મેચ યોજાશે.ત્યારબાદ 11મી ના રોજ મહિલા તેમજ પુરુષોની ફાઈનલ મેચ રમાશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બીચ વોલીબોલમાં ગુજરાતની મહિલા ટીમનો ફાઇનલમાં પ્રવેશ

નેશનલ ગેમ્સ 2022 માં બીચ વોલીબોલમાં (Beach Volleyball) ગુજરાતની મહિલા ટીમે બીચ વોલીબોલની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સેમિફાઇનલમાં ગુજરાતની ટીમે ઇવેન્ટની ટોપ સીડ ટીમ તેલંગાણાને સેમિફાઇનલ મુકાબલામાં 2-1 થી માત આપી હતી. ગુજરાતે ફાઇનલમાં પ્રવેશ સાથે વધુ એક મેડલ સુનુશ્ચિત કરી લીધો છે. ગુજરાતની વિજેતા ટીમનો ફાઇનલમાં હવે પુડુચેરી સામે મુકાબલો થશે. બીચ વોલીબોલની રમત સુરતના ડુમસ બીચ ખાતે રમાઇ રહી છે. બીચ વોલીબોલની રમતનું આયોજન 6 ઓક્ટોબરથી શરૂ થયું હતું અને આજે આ પ્રતિયોગિતાનું અંતિમ દિવસ છે જેમાં ગુજરાતે પોતાના નામે એક મેડલ સુનુશ્ચિત કર્યો છે.

સુરત ખાતે આયોજિત બીચ વોલીબોલમાં ગુજરાતની મહિલા ટીમે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સેમિફાઇનલમાં ગુજરાતની ટીમે ટોપ સીડ ટીમ તેલંગાણાને સેમિફાઇનલમાં હરાવ્યું હતું. ગુજરાતની સેમિફાઇનલમાં 2-1 થી જીત થઇ હતી. પ્રથમ સેટમાં ગુજરાતની 15-21 થી હાર થઇ હતી. પણ બીજા સેટમાં ગુજરાતે વાપસી કરી હતી અને 21-10 થી જીત મેળવી હતી અને પછી ત્રીજા અને નિર્ણાયક સેટમાં ગુજરાતની મહિલા ટીમે 15-12 થી જીત મેળવી મુકાબલમાં જીત મેળવી હતી. ફાઇનલમાં પ્રવેશ સાથે ગુજરાતની ટીમે મેડલ સુનિશ્ચિત કર્યો છે. ગુજરાતની ગોલ્ડ મેડલની આશા હશે કારણ કે તેલંગાણા ટોપ સીડ ટીમ હતી અને ગુજરાતની ટીમ માટે આ શાનદાર જીત હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">