36મી નેશનલ ગેમ્સની નેટબોલ, બાસ્કેટબોલ અને વોલીબોલની રમત ભાવનગરમાં રમાશે

|

Sep 26, 2022 | 9:51 AM

આજથી ભાવનગરમાં નેટબોલની રમતનો પ્રારંભ થઈ રહ્યો છે. 36મી નેશનલ ગેમ્સ (National Games 2022)નું આયોજન ગુજરાતના આંગણે થઈ રહ્યું છે. ત્યારે સ્પોર્ટ્સ અને ફિટનેસ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે તે હેતુસર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતુ.

36મી નેશનલ ગેમ્સની નેટબોલ, બાસ્કેટબોલ અને વોલીબોલની રમત ભાવનગરમાં રમાશે
36મી નેશનલ ગેમ્સની નેટબોલ, બાસ્કેટબોલ અને વોલીબોલની રમત ભાવનગરમાં રમાશે
Image Credit source: Twitter

Follow us on

National Games 2022 : ગુજરાત સરકાર રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, દ્વારા રાજ્યમાં પ્રથમવાર યોજાનાર 36 મી નેશનલ ગેમ્સ-2022 (National Games 2022)નુ આયોજન આગામી તા. 27-9 થી તા. 10-10 સુધી થનાર છે. ત્યારે ભાવનગરમાં નેટબોલ, બાસ્કેટબોલ અને વોલીબોલની રમત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાડવામાં આવશે. આજથી નેટબોલ રમતની શરૂઆત ભાવનગર ખાતે શરુ થઈ છે. ગુજરાતની ટીમે ટેબલ ટેનિસમાં શાનદાર શરૂઆત કરી હતી તેથી ગુજરાતના સ્પોર્ટ્સ ચાહકો વચ્ચે આ રમતો ને લઇ જબરદસ્ત ઉત્સાહ જોવા મળશે. આજે નેટબોલ (Netball)ની રમત ભાવનગરના એમપીએચ, એસસીબી વેન્યુ 1 ખાતે રમાશે. ભાવનગરમાં યજમાન ગુજરાતની પુરૂષ ટીમ નેટબોલમાં પ્રથમ રાઉન્ડ મેચ રમવા મેદાન પર ઉતરશે. ગુજરાત સ્પર્ધાની શરૂઆતની મેચમાં વર્તમાન રાષ્ટ્રીય ચેમ્પિયન હરિયાણા સામે ટકરાશે. ત્યારબાદ ગુજરાતની મહિલા ટીમ પંજાબ સામે રમવા મેદાનમાં ઉતરશે.

અમદાવાદમાં 16 રમતો 6 સ્થળે યોજશે

રાજ્યમાં 7 વર્ષ બાદ નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં તારીખ 29 સપ્ટેમ્બરથી તારીખ 12 ઓગસ્ટ દરમિયાન યોજાનાર નેશનલ ગેમ્સમાં તારીખ 29મીએ અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમરી યોજાશે. આ ગેમ્સમાં 7000 ખેલાડી સહિત 13 હજારથી વધુ તેની સાથે સંકળાયેલા ઓફિશિયલ્સ ભાગ લેશે. જેમાં અમદાવાદમાં 16 રમતો 6 સ્થળે યોજશે. જેમાં 7100 ખેલાડી ભાગ લેશે. જ્યારે તારીખ 12મી ઓક્ટોબરના રોજ સુરતમાં ક્લોઝિંગ સેરેમની યોજાશે. સુરતમાં પણ 4 રમત બે સ્થળે યોજાશે. જેમાંથી ટેબલ ટેનિસની રમત રમાઈ ચૂકી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

 

નેશનલ ગેમ્સમાં આ રમતોનો સમાવેશ

નેશનલ ગેમ્સની 36 રમતો 7 શહેરમાં રમાડવાનું આયોજન છે. જેમાં કબડ્ડી, ખોખો, નેટબોલ, રોલર સ્કેટિંગ, તિરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ બોક્સિંગ, સાયકલિંગ, ફેન્સીંગ હોકી, ફૂટબોલ, જીમનેસ્ટીક, સ્કેટ બોર્ડિંગ, સોફ્ટબોલ, સ્વિમિંગ ટેનિસ ટ્રાય થોન વોલીબોલ, યોગાસન વગેરેનો સમાવેશ થાય છે.

36મી નેશનલ ગેમ્સમાં સોમવારે અમદાવાદ ખાતે કબડ્ડી રમતની શરૂઆત થઈ ગઈ છે અને નેટબોલ રમતની શરૂઆત ભાવનગર રમાઈ રહી છે. આ બે રમતની શરૂઆત સાથે હવે નેશનલ ગેમ્સ વધુ જોર પકડશે તેવી સંભાવના છે.

Next Article