Video : માઈક ટાયસને ફાઈટ પહેલા જેક પોલને મારી થપ્પડ, ફાઈટ બાદ બંને થશે માલામાલ

|

Nov 15, 2024 | 6:17 PM

વિશ્વના મહાન બોક્સરોમાંના એક માઈક ટાયસન 19 વર્ષ પછી પ્રોફેશનલ ફાઈટ કરશે. તેનો સામનો જેક પોલ સાથે થશે. બંને ખેલાડીઓ વચ્ચેની આ ફાઈટ 16 નવેમ્બરે સવારે 9:30 વાગ્યે શરૂ થવાની છે. આ મેચ પહેલા બંને ખેલાડીઓનો 'ફેસ-ઓફ' થયો હતો, જ્યાં ટાયસને જેક પોલને થપ્પડ મારી હતી.

Video : માઈક ટાયસને ફાઈટ પહેલા જેક પોલને મારી થપ્પડ, ફાઈટ બાદ બંને થશે માલામાલ
Mike Yyson & Jake Paul
Image Credit source: Tayfun Coskun/Anadolu via Getty Images

Follow us on

દુનિયાનો સૌથી ખતરનાક બોક્સર માઈક ટાયસન 58 વર્ષની ઉંમરે ફરી એકવાર રિંગમાં વાપસી કરવા જઈ રહ્યો છે. તેનો સામનો 27 વર્ષીય ભૂતપૂર્વ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અને પ્રોફેશનલ બોક્સર જેક પોલ સામે થશે. બંને વચ્ચેની આ ફાઈટ આર્લિંગ્ટન, ટેક્સાસના AT&T સ્ટેડિયમમાં થશે. આ ફાઈટમાં વધુ સમય બાકી નથી. દરમિયાન, માઈક ટાયસને આ લડાઈનો રોમાંચ ચરમસીમાએ પહોંચાડી દીધો છે. વાસ્તવમાં, માઈક ટાયસને ફાઈટ પહેલા જ જેક પોલને થપ્પડ મારી હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ફાઈટ પહેલા ટાયસન-પોલનો ‘ફેસ-ઓફ’

ટાયસને 2005 થી કોઈ પ્રોફેશનલ ફાઈટ લડી નથી, તેથી ચાહકો આ ફાઈટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટાયસનનો પ્રોફેશનલ રેકોર્ડ 50-6 છે, જેમાં 44 નોકઆઉટ અને બે નો-કોન્ટેસ્ટ છે. તો બીજી તરફ જેક પોલનો પ્રોફેશનલ રેકોર્ડ 10-1 છે, જેમાં સાત નોકઆઉટનો સમાવેશ થાય છે. ગયા વર્ષે પોલની એકમાત્ર હાર ટોમી ફ્યુરી સામે થઈ હતી. શરૂઆતમાં આ ફાઈટ 20 જુલાઈના રોજ યોજાવાની હતી, પરંતુ ટાયસને પેટના અલ્સરની સારવારને કારણે તેને સ્થગિત કરવી પડી હતી. હવે આ લડાઈ 16મી નવેમ્બરે સવારે 9.30 વાગ્યે શરૂ થવાની છે.

High Blood Pressure : બ્લડ પ્રેશરમાં વધવાથી સ્કિન પર દેખાય છે આ લક્ષણો, જાણો
અભિનેત્રીએ વિદેશી પતિ સાથે બીજી વાર લગ્ન કર્યા, જુઓ ફોટો
Fatty Liverની સમસ્યાથી છો પરેશાન? અજમાવો આ ઘરેલુ ઉપાય
સુરતથી માત્ર 2 કલાકમાં પહોંચાશે ભાવનગર, ગુજરાતના દરિયામાં બનશે બ્રિજ, જુઓ
શિયાળામાં હોઠ ફાટતા હોય તો આ નુસખો અજમાવો
લોખંડ નહીં પરંતુ આ ધાતુમાંથી બને છે રેલવે ટ્રેક, જાણો

માઈક ટાયસને જેક પોલને થપ્પડ મારી

આ મેચ પહેલા માઈક ટાયસન અને જેક પોલનો ‘ફેસ-ઓફ’ થયો હતો. વજન કરી લીધા પછી બંને સામ-સામે ઉભા રહ્યા. આ દરમિયાન, જેક પોલે માઈક ટાયસનના પગ પર પગ મૂક્યો, પછી માઈક ટાયસને ગુસ્સામાં જેક પોલને થપ્પડ મારી દીધી. આ ઘટના બાદ વાતાવરણ ગરમાયું હતું અને બંને બોક્સરની ટીમોએ દરમિયાનગીરી કરવી પડી હતી અને બંને એકબીજાથી દૂર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

 

ફાઈટ બાદ બંને ખેલાડીઓ થશે માલામાલ

ટાયસને તેની છેલ્લી પ્રોફેશનલ મેચ 19 વર્ષ પહેલા રમી હતી, જેમાં તે આઈરિશમેન કેવિન મેકબ્રાઈડ સામે હારી ગયો હતો. હવે તે રિંગમાં પરત ફરવા માટે તૈયાર છે. આ સાથે તે આ સ્પર્ધામાંથી કરોડો રૂપિયાની કમાણી પણ કરશે. રિપોર્ટ અનુસાર, જેકને આ મેચ માટે 40 મિલિયન યુએસ ડોલર (337 કરોડ રૂપિયા) મળશે. જ્યારે ટાયસનને 20 મિલિયન યુએસ ડોલર (રૂ. 168 કરોડ) મળશે.

આ પણ વાંચો: IND vs AUS : પર્થમાં ‘અનર્થ’, વિરાટ-ગિલ-પંત ખરાબ રીતે નિષ્ફળ, ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:14 pm, Fri, 15 November 24

Next Article