World Championship: મનુ ભાકરે પુરી કરી દીધી ટોક્યો ઓલિમ્પિકની કસર, 4 ગોલ્ડ સહિત 5 મેડલ જીત્યા

|

Oct 08, 2021 | 9:46 AM

જુનિયર શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ (Junior Shooting World Championship) માં ભારતીય શૂટરોનો દબદબો યથાવત છે. તે હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે

World Championship: મનુ ભાકરે પુરી કરી દીધી ટોક્યો ઓલિમ્પિકની કસર, 4 ગોલ્ડ સહિત 5 મેડલ જીત્યા
Manu Bhakar

Follow us on

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic) માં નિરાશાજનક પ્રદર્શન કર્યા બાદ, મનુ ભાકર (Manu Bhakar) હવે ગોલ્ડની લાઇન લગાવીને તેને ભરપાઈ કરવાનો પ્રયાસ કરી રહી છે. મનુએ અત્યાર સુધી ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ (Junior Shooting World Championship) માં પાંચ મેડલ જીત્યા છે. જેમાંથી ચાર ગોલ્ડ છે. તેણે 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ઈવેન્ટનું ચોથો ગોલ્ડ જીત્યો હતો. આ ઇવેન્ટમાં તેમની સાથે રિધમ સાંગવાન અને નમાયા કપૂર પણ હતા, જે આ સમયે શાનદાર ફોર્મમાં છે.

ભારતીય ટીમે ગોલ્ડ મેડલ મેચમાં અમેરિકાને 16-4 થી હરાવ્યું હતું. દેશને મેન્સ ટ્રેપ ટીમ ઇવેન્ટમાં 20 મો મેડલ મળ્યો છે. જેમાં ભારતીયોને ફાઇનલમાં ઇટાલી સામે 4-6 થી હાર્યા બાદ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.

બખ્તયારુદ્દીન મલેક, શાર્દુલ વિહાન અને વિવાન કપૂરની જોડીએ, ક્વોલિફિકેશનમાં સાત ટીમોમાં બીજા સ્થાને રહીને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. જેમાં તેમણે 525 માંથી 473 પોઇન્ટ મેળવ્યા હતા. ઇટાલીએ 486 ના સ્કોર સાથે ટોચ પર રહીને ક્વોલિફિકેશનમાં સ્થાન મેળવ્યું હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ દરમ્યાન, 14 વર્ષીય કપૂરનું આ બીજો ગોલ્ડ મેડલ છે. તેણે 25 મીટર પિસ્તોલ વ્યક્તિગત કેટેગરીમાં પણ ગોલ્ડ જીત્યો હતો. ભારતે પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે આદર્શ સિંહ ફાઇનલમાં અમેરિકાના હેનરી ટર્નર લેવરેટ સામે હારી ગયો હતો.

પોઇન્ટ ટેબલમાં ભારત ટોચ પર છે

ભારત અત્યાર સુધી નવ ગોલ્ડ, આઠ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. યુએસ છ ગોલ્ડ મેડલ અને કુલ 19 મેડલ સાથે બીજા ક્રમે છે. મનુ, રિધમ અને કપૂર માટે લડાઈ સરળ હતી. તેમણે ઝડપથી 10.4 ની લીડ લીધી અને ઝડપી ફાયર શોટ બાદ લીડ વધીને 16.4 થઈ ગઈ. ક્વોલિફિકેશનમાં પણ ભારતીય ટીમ સ્કોર 878 પોઇન્ટ સાથે ટોપ પર હતી. બીજા રાઉન્ડમાં પણ ટોપર બનીને ગોલ્ડ મેડલ મેચમાં જગ્યા બનાવી લીધી હતી.

પુરુષ શૂટરો નિરાશ

પુરુષોની 25 મીટર રેપિડ ફાયરમાં છ ખેલાડીઓમાંથી ત્રણ ભારતીય હતા. આદર્શ સિંહ સિવાય, જોડિયા ભાઈઓ ઉદયવીર અને વિજયવીર સિદ્ધુએ પણ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ક્વોલિફિકેશનમાં ઉદયવીર 577 ના સ્કોર સાથે ચોથા સ્થાને રહ્યો, જ્યારે આદર્શ 574 ના સ્કોર સાથે પાંચમા ક્રમે રહ્યો. વિજયવીર 572 ના સ્કોર સાથે છઠ્ઠા સ્થાને રહ્યો. જોકે, વિજયવીર અને ઉદયવીર ફાઈનલમાંથી સૌથી પહેલા બહાર થયા હતા.

આદર્શે પ્રથમ બે શ્રેણીમાં પરફેક્ટ 10 નો સ્કોર બનાવ્યો હતો. આ પછી, અમેરિકાના ટર્નરે પ્રભુત્વ જમાવ્યું અને 40 માંથી 32 નિશાન સચોટ રીતે લગાવીને ગોલ્ડ જીત્યો હતો. આદર્શે 28 પોઇન્ટ સાથે સિલ્વર મેળવ્યો હતો. 50 મીટર રાઇફલ પ્રોન મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતના સૂર્યપ્રતાપ સિંહ અને સિફત કૌર સામ્રા બીજા ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી બહાર નીકળી ગયા હતા. આશી ચોકસી અને સંસ્કાર હવેલિયા પ્રથમ રાઉન્ડમાં નવમા સ્થાને રહ્યા હતા.

 

 

આ પણ વાંચોઃ IPL 2021: ધોની રન બનાવવામાં કેમ રહ્યો ફ્લોપ, રન બનાવવા ભૂલી ગયો કે પછી છ વર્ષ જૂની બિમારી ફરી લાગુ પડી ગઇ !

આ પણ વાંચોઃ World Championship: અંશુ મલિકે રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને વધાર્યુ દેશનુ ગૌરવ

 

Next Article