Malaysia Open 2022: વર્લ્ડ નંબર 1 સામે હારીને પીવી સિંધુ ટૂર્નામેન્ટમાંથી થઈ બહાર, પ્રણોયની સફર પણ સમાપ્ત

|

Jul 01, 2022 | 8:37 PM

Badminton : સાતમી ક્રમાંકિત પીવી સિંધુ (PV Sindhu) ને બીજા ક્રમાંકિત તૈજુએ 21-13, 15-21, 13-21થી હાર આપી હતી. તૈજુએ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic) માં સિલ્વર મેડલ જીત્યો હતો.

Malaysia Open 2022: વર્લ્ડ નંબર 1 સામે હારીને પીવી સિંધુ ટૂર્નામેન્ટમાંથી થઈ બહાર, પ્રણોયની સફર પણ સમાપ્ત
PV Sindhu (PC: Twitter)

Follow us on

ભારતની દિગ્ગજ મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ (PV Sindhu)એ ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો છે. મલેશિયા ઓપન 2022 ટુર્નામેન્ટમાં પીવી સિંધુ તેની કટ્ટર હરીફ ચીની તાઈપેઈની તાઈ ત્ઝુ યિંગ સામે ટકી શકી ન હતી અને તે મલેશિયા ઓપન (Malaysia Open 2022)ની મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં 21-13, 15-21, 13- 21થી હાર્યા બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. મહત્વનું છે કે બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ આ ટુર્નામેન્ટમાં પ્રથમ મેચ જીતવા છતાં ચીની તાઇપેઈની તાઈ ત્ઝુ યિંગને હરાવી શકી નથી.

પીવી સિંધુની યિંગ સામે આ સતત છઠ્ઠી હાર છે. પીવી સિંધુ સામેની આ જીત બાદ ચીની તાઇપેઈની તાઈ ત્ઝુ યિંગે ભારતની આ ટોચની ખેલાડી પર પોતાનું વર્ચસ્વ વધુ મજબૂત કર્યું છે. બંનેનો જીત અને હારનો રેકોર્ડ પણ 5-16ના મોટા માર્જિન સાથે યિંગના પક્ષમાં છે.

પીવી સિંધુ અને તાઈ ત્ઝુ યિંગ વચ્ચેની મેચમાં શરૂઆતની ગેમમાં 2-5 થી પાછળ રહ્યા બાદ ભારતની સ્ટાર મહિલા ખેલાડી પીવી સિંધુ (PV Sindhu) એ સતત 11 પોઈન્ટ સાથે શાનદાર વાપસી કરી હતી. જોકે ચાઈનીઝ તાઈપેની ખેલાડીએ લાંબી રેલીઓ રમીને સ્પર્ધામાં પરત ફરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પીવી સિંધુએ તેને ઘણી તકો આપી ન હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

વિશ્વની સાતમી ક્રમાંકિત ભારતની પીવી સિંધુએ બીજી ગેમમાં પણ સારી શરૂઆત કરી હતી. પરંતુ બીજી ક્રમાંકિત યિંગે મેચમાં શાનદાર પુનરાગમન કરીને બ્રેક સુધી તેની લીડ 11-3 સુધી વધારી દીધી હતી. ચીની તાઈપેઈ તાઈ ત્ઝુ યિંગે તેની લીડને 14-3 સુધી લંબાવી હતી. પરંતુ પીવી સિંધુએ 17-15ના સ્કોર સાથે પ્રતિસ્પર્ધીની લીડને બે પોઈન્ટ સુધી મર્યાદિત કરવા માટે બાઉન્સ બેક કર્યું હતું.

અંતિમ રાઉન્ડમાં હરીફ ખેલાડીએ બાજી મારતા પીવી સિંધુની હાર થઇ

ચીની તાઈપેઇ ખેલાડી તાઈ ત્ઝુ યિંગે ત્યાર બાદ પીવી સિંધુને કોઈ તક આપી ન હતી અને મેચને નિર્ણાયક રમતમાં લઈ જવા માટે ચાર પોઈન્ટ એકત્રિત કર્યા હતા. ત્રીજી ગેમની શરૂઆતમાં બંને વચ્ચે 12 પોઈન્ટ સુધી રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. પરંતુ પીવી સિંધુએ તે પછી ગતિ ગુમાવી દીધી હતી અને તાઈ ત્ઝુ યિંગ સેમિ ફાઈનલમાં પહોંચતા ટાઈટલ જીતવા તરફ પોતાની દોટ મુકી હતી.

Next Article