Madrid Open: ત્રણ કલાકથી વધુ ચાલેલી મેચમાં આખરે રાફેલ નડાલે જીત મેળવી હતી

|

May 06, 2022 | 4:36 PM

Madrid Open 2022 : ટુર્નામેન્ટમાં નોવાક જોકોવિચે (Novak Djokovi) મેચ રમ્યા વગર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો. એન્ડી મરે (Andy Murry) તબિયત ખરાબ હોવાથી નોવાક જોકોવિચ સામેની મેચ રમ્યો નહીં અને ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેચી લીધું હતું.

Madrid Open: ત્રણ કલાકથી વધુ ચાલેલી મેચમાં આખરે રાફેલ નડાલે જીત મેળવી હતી
Rafael Nadal (PC: EUROSPORT)

Follow us on

ચેમ્પિયન્સ લીગ સેમિ ફાઇનલમાં માન્ચેસ્ટર સિટી સામે રિયલ મેડ્રિડની સંઘર્ષપૂર્ણ જીતના સાક્ષી બન્યાના એક દિવસ બાદ રાફેલ નડાલ (Rafael Nadal) ને ટેનિસ કોર્ટ પર તેની મનપસંદ ફૂટબોલ ટીમની લડાઈની ભાવના બતાવવાની હતી. જ્યારે રીઅલ મેડ્રિડે અંતિમ ક્ષણોમાં 2 ગોલ કરીને મેચને વધારાના સમયમાં ખેંચી અને પછી જીત મેળવી ત્યારબાદ રાફેલ નડાલે પણ મેડ્રિડ ઓપન (Madrid Open 2022) ટેનિસ ટુર્નામેન્ટમાં ડેવિડ ગોફિન સામે 4 મેચ પોઈન્ટ બચાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

વિશ્વ રેન્કિંગમાં ચોથા સ્થાને રહેલા રાફેલ નડાલે 3 કલાકથી વધુ ચાલેલી મેચમાં ગોફિનને 6-3, 5-7, 7-6 (9) થી હરાવ્યો હતો. હવે પછી તેનો સામનો પોતાના જ દેશના સ્પેનિયાર્ડ કાર્લોસ અલકેરેઝ સાથે થાશે. જેણે કેમેરોન નોરી સામે 6-4, 6-7 (4), 6-3 થી વિજય સાથે તેનો 19 મો જન્મદિવસ ઉજવ્યો હતો. રાફેલ નડાલની કારકિર્દીની આ 1,050 મી જીત છે. આ પહેલા એન્ડી મરે પેટની સમસ્યાને કારણે નોવાક જોકોવિચ સામેની મેચમાંથી ખસી ગયો હતો.

નોવાક જોકોવિચ મેચ રમ્યા વગર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો

નોવાક જોકોવિચ (Novak Djokovic) આમ કોર્ટમાં ગયા વિના ક્વાર્ટર ફાઇનલમાં આગળ વધ્યો. જ્યાં તેનો સામનો 12મી ક્રમાંકિત હ્યુબર્ટ હર્કાસ સામે થશે. જેણે ક્વોલિફાયર ડુસાન લાજોવિકને 7-5, 6-3 થી હરાવ્યો હતો. સર્બિયા ઓપનની ફાઇનલમાં નોવાક જોકોવિચને હરાવનાર આન્દ્રે રૂબલેવે ડેનિલ ઇવાન્સને 7-6 (7), 7-5થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ચોથા રાઉન્ડમાં સ્ટેફાનોસ અને રુબવેલ વચ્ચે ટક્કર થશે

રુબલેવ હવે ચોથા ક્રમાંકિત સ્ટેફાનોસ સિત્સિપાસ સામે ટકરાશે. જેણે ગ્રેગોર દિમિત્રોવ સામે 6-3, 6-4 થી આસાન જીત નોંધાવી હતી. ક્વોલિફાયર લોરેન્ઝો મુસેટ્ટી ડાબી જાંઘની ઈજામાંથી ખસી ગયા બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન એલેક્ઝાંડર ઝવેરેવ આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો. જ્યારે મુસેટ્ટીએ ખસી જવાનો નિર્ણય કર્યો. ત્યારે ઝવેરેવ 6-3, 1-0થી આગળ હતો.

મહિલા સેમિ ફાઇનલમાં ઓન્સ જબુરેએ એલેકઝાન્ડ્રોવાને બે સેટમાં હરાવી

મહિલા સેમિ ફાઇનલમાં આઠમી ક્રમાંકિત ઓન્સ જબુરે ક્વોલિફાયર એકટેરીના એલેક્ઝાન્ડ્રોવાને માત્ર એક કલાકમાં 6-2, 6-3 થી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તેણીનો મુકાબલો 12મી ક્રમાંકિત અમેરિકન જેસિકા પેગુલા સામે થશે જેણે ખિતાબી મુકાબલામાં જીલ ટેકમેનને 6-3, 6-4થી હરાવ્યો હતો.

Next Article