
લિયોનલ મેસ્સી વધુ એક શાનદાર ગોલ ફ્રિ કિકની મદદથી ઇન્ટર મિયામી માટે કર્યો હતો, જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ સતત ત્રીજી મેચ હતી, જેમાં મેસ્સીએ બે ગોલ કર્યા હતા. મેસ્સીએ ઇન્ટર મિયામી (Inter Miami) માટે શાનદાર શરૂઆત કરી છે અને દરેક મેચમાં તેનુ યોગદાન ટીમ માટે મહત્વપૂર્ણ રહ્યુ છે. મેસ્સીના (Lionel Messi) કારણે મિયામી ટીમને આગળના રાઉન્ડમાં પહોંચવામાં સફળતા મળી છે.
આ પણ વાંચો: IND vs WI : હાર્દિક પંડ્યાની ટી20માં બાદશાહત, એક ઝટકામાં બનાવી દીધા આ રેકોર્ડ, અશ્વિનને પણ છોડયો પાછળ
લિયોનેલ મેસ્સીએ મિયામી માટે રમતા 85 મી મિનિટમાં ફ્રિકિક થી ગોલ કર્યો હતો. આ ગોલ સાથે તમામ ફૂટબોલ પ્રેમીઓને મેસ્સીનો ડેબ્યૂ ગોલ યાદ આવી ગયો હતો. ડેબ્યૂ મેચમાં પણ મેસ્સીએ બોક્સની બહારથી ફ્રિકિક દ્વારા શાનદાર ગોલ કર્યો હતો. મેસ્સીએ તેની ડેબ્યૂ મેચમાં આઝૂલ સામે ગોલ કર્યો હતો અને ટીમને 2-1 જીત અપાવવામાં મદદ કરી હતી. આજની મેચમાં મિયામીની ડેલસ સામે શાનદાર જીત થઇ હતી. મિયામીએ ડેલસને 5-3 થી પેનલ્ટી દ્વારા માત આપી હતી.
જુઓ વીડિયો :
HE DID IT AGAIN. 🤯
LEO MESSI. FREE KICK. EQUALIZER. 4-4. pic.twitter.com/Yh1TXFDENH
— Major League Soccer (@MLS) August 7, 2023
રાઉન્ડ ઓફ 16 માં મિયામીની ટીમ આ જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. શારલોટ અને હ્યુસ્ટન વચ્ચેની મેચના વિજેતા સામે ઇન્ટર મિયામીની ટક્કર થશે. ફ્લોરિડાની બહાર મેસ્સીનો પ્રથમ ગોલ છઠ્ઠી મિનિટમાં આવ્યો હતો. તેણે જોરડી આલ્બાના પાસ પર ગોલ કર્યો હતો. રિવ્યુ બાદ તે ગોલ માન્ય ગણવામાં આવ્યો હતો. સાત વખતના બેલન ડોર વિજેતા અને આર્જેન્ટીના માટે વિશ્વ કપ વિજેતા સ્ટાર લિયોનેલ મેસ્સી ઇન્ટર મિયામી માટે તમામ ચાર મેચમાં ગોલ કર્યા છે. અત્યાર સુધી ચાર મેચમાં મેસ્સીએ કુલ સાત ગોલ કર્યા છે. મેસ્સીના ગોલ સાથે ટીમએ ડેલસ સામે 4-4 થી સ્કોર બરાબર કર્યો હતો. મેચ તે બાદ પેનલ્ટીમાં ગઇ હતી જેમાં મિયામીની જીત થઇ હતી.