FIFA WC:’આર્જેન્ટિના માટે મારી છેલ્લી મેચ’, મેસ્સી વર્લ્ડ કપ ફાઇનલ બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે

|

Dec 14, 2022 | 11:17 AM

પોતાના છેલ્લા વર્લ્ડ કપમાં મેસ્સી પાસે ટીમને ટાઈટલ સુધી લઈ જવા અને ગોલ્ડન બૂટ જીતવાની શાનદાર તક છે. ફાઇનલમાં આર્જેન્ટિનાનો સામનો ફ્રાન્સ અથવા મોરોક્કો બંન્નેમાંથી વિજેતા ટીમ સાથે થશે.

FIFA WC:આર્જેન્ટિના માટે મારી છેલ્લી મેચ, મેસ્સી વર્લ્ડ કપ ફાઇનલ બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે
આર્જેન્ટિના માટે મારી છેલ્લી મેચ
Image Credit source: Instagram

Follow us on

આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમના કેપ્ટન અને સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ સ્પષ્ટ કર્યું છે કે, તે 2022 ફિફા વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ લેશે. આ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં મેસ્સી છેલ્લી વખત પોતાના દેશ માટે રમતા જોવા મળશે. મેસ્સી પાસે આ મેચમાં પોતાની ટીમને ચેમ્પિયન બનાવીને વર્લ્ડ કપ જીતવાની અને ગોલ્ડન બૂટ પોતાના નામે કરવાની તક છે. તેમજ મેસ્સી રોનાલ્ડોનો રેકોર્ડ તોડી શકે છે.

ફિફા વર્લ્ડ કપ 2022 ફાઇનલ પછી નિવૃત્તિ લેશે

લિયોનેલ મેસીએ પોતે પુષ્ટિ કરી છે કે, તે 18 ડિસેમ્બરે ફિફા વર્લ્ડ કપ 2022 ફાઇનલ પછી નિવૃત્તિ લેશે. આર્જેન્ટિનાના કેપ્ટન મેસ્સીએ ક્રોએશિયા સામેની સેમી ફાઈનલ મેચમાં પેનલ્ટી પર ગોલ કરીને તેની ટીમને ફાઇનલમાં પહોંચવામાં મદદ કરી હતી. તેના સિવાય, જુલિયન અલ્વારેઝે બે ગોલ કર્યા અને આર્જેન્ટિનાએ ક્રોએશિયાને 3-0થી હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું. આ પછી મેસ્સીએ સ્પષ્ટ કર્યું કે તે છેલ્લી વખત પોતાના દેશ માટે ફાઇનલમાં રમશે.

મેસ્સીએ આર્જેન્ટિનાના મીડિયા આઉટલેટ ડાયરિયો ડિપોર્ટિવો ઓલેને જણાવ્યું હતું કે, “હું આ હાંસલ કરી શક્યો તે બદલ હું ખૂબ જ ખુશ છું,” ફાઇનલમાં છેલ્લી ગેમ રમીને મારી વર્લ્ડ કપ સફર સમાપ્ત કરીશ. આર્જેન્ટિનાના કેપ્ટને કહ્યું, “આગામી (વર્લ્ડ કપ)માં ઘણા વર્ષો છે અને મને નથી લાગતું કે હું તે કરી શકીશ.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

મેસીનો પાંચમો વર્લ્ડ કપ

35 વર્ષેનો મેસી પોતાનો પાંચમો વર્લ્ડ કપ રમી રહ્યો છે. તેમણે આર્જેન્ટિનાના જ મારાડોના અને ઝેવિયર માશેરાને પાછળ છોડ્યા છે. જેમણે 4 વર્લ્ડકપ રમ્યા છે.
મેસ્સીએ કતાર વર્લ્ડ કપમાં તેનો પાંચમો ગોલ કર્યો અને વર્લ્ડ કપ ગોલ કરવાના રેકોર્ડમાં ગેબ્રિયલ બટિસ્તુતાને પાછળ છોડી દીધો. ગેબ્રિયલ બતિસ્તુતાએ વર્લ્ડ કપમાં 11 ગોલ કર્યા છે અને મેસ્સી તેને પાછળ છોડી ગયો છે.

36 વર્ષના દુષ્કાળનો અંત

આર્જેન્ટિનાની ટીમ છઠ્ઠી વખત ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. આ પછી ટીમના ચાહકોએ રસ્તા પર આવીને ઉજવણી કરી હતી. ફાઇનલમાં આર્જેન્ટિનાનો સામનો 2018ના ચેમ્પિયન ફ્રાન્સ અથવા મોરોક્કોમાંથી થશે.મેસ્સી આર્જેન્ટિના માટે તેની છેલ્લી મેચ જીતીને ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા ઈચ્છશે. આર્જેન્ટિનાએ છેલ્લે વર્ષ 1986માં વર્લ્ડ કપ જીત્યો હતો. આશા છે કે મેસ્સીની છેલ્લી મેચમાં 36 વર્ષના દુષ્કાળનો અંત આવશે.

Published On - 11:13 am, Wed, 14 December 22

Next Article