ફિફા વર્લ્ડકપમાં આપવામાં આવતા ગોલ્ડન બૂટ, ગોલ્ડન બોલ અને ગોલ્ડન ગ્લોવ્સ વિશેની રસપ્રદ વાતો

|

Nov 25, 2022 | 10:44 PM

ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે પણ તેની સાથે સાથે ફિફા વર્લ્ડકપમાં ગોલ્ડન બૂટ, ગોલ્ડન બોલ અને ગોલ્ડન ગ્લોવ્સ પણ આપવામાં આવે છે. ચાલો જાણીએ તેના વિશેની રસપ્રદ વાતો.

ફિફા વર્લ્ડકપમાં આપવામાં આવતા ગોલ્ડન બૂટ, ગોલ્ડન બોલ અને ગોલ્ડન ગ્લોવ્સ વિશેની રસપ્રદ વાતો
Golden Boot Golden Ball, Golden Gloves award
Image Credit source: File photo

Follow us on

જે ફિફા વર્લ્ડકપની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગઈ હતી. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો. ફિફા વર્લ્ડકપમાં કરોડોની ઈનામી રકમ અને આકર્ષક એવોર્ડ પણ આપવામાં આવે છે. હાલમાં જ એડિડાસ દ્વારા કતાર ફિફા વર્લ્ડકપ માટેના આકર્ષક એવોર્ડની ઝલક બતાવવામાં આવી છે.

ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે પણ તેની સાથે સાથે ફિફા વર્લ્ડકપમાં ગોલ્ડન બૂટ, ગોલ્ડન બોલ અને ગોલ્ડન ગ્લોવ્સ પણ આપવામાં આવે છે. ચાલો જાણીએ તેના વિશેની રસપ્રદ વાતો.

ફિફા વર્લ્ડકપ ગોલ્ડન બોલ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ફિફા વર્લ્ડકપની એક સિઝનમાં સૌથી સારુ પ્રદર્શન કરનારા ફૂટબોલ ખેલાડીને આ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડને  ફિફા વર્લ્ડકપ ગોલ્ડન બૂટ કહેવામાં આવે છે.

ફિફા વર્લ્ડકપ 1930થી 2018ના ગોલ્ડન બોલ વિજેતા

1930 – જોસ નાસાઝી (ઉરુગ્વે)

1934 – જિયુસેપ મેઝા (ઇટાલી)

1938 – લિયોનીદાસ દા સિલ્વા (બ્રાઝિલ)

1950 – ઝિઝિન્હો (બ્રાઝિલ)

1954 – ફેરેન્ક પુસ્કાસ (હંગેરી)

1958 – ડીડી (બ્રાઝિલ)

1962 – ગેરિન્ચા (બ્રાઝિલ)

1966 – બોબી ચાર્લટન (ઇંગ્લેન્ડ)

1970 – પેલે (બ્રાઝિલ)

1974 – જોહાન ક્રુઇફ (નેધરલેન્ડ)

1982 – પાઓલો રોસી (ઇટાલી)

1986 – ડિએગો મેરાડોના (આર્જેન્ટિના)

1990 – સાલ્વાટોર શિલાસી (ઇટાલી)

1994 – રોમરિયો (બ્રાઝિલ)

1998 – રોનાલ્ડો (બ્રાઝિલ)

2002 – ઓલિવર કાહ્ન (જર્મની)

2006 – ઝિનેદીન ઝિદાન (ફ્રાન્સ)

2010 – ડિએગો ફોર્લાન (ઉરુગ્વે)

2014 – લિયોનેલ મેસ્સી (આર્જેન્ટિના)

2018 – લુકા મોડ્રિક (ક્રોએશિયા)

ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધારે ગોલ્ડન બોલ બ્રાઝિલના ફૂટબોલ ખેલાડીઓએ જીત્યા છે.

ફિફા વર્લ્ડકપ ગોલ્ડન બૂટ

ફિફા વર્લ્ડકપની એક સિઝનમાં સૌથી વધારે ગોલ કરનાર ફૂટબોલ ખેલાડીને આ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડને ફિફા વર્લ્ડકપ ગોલ્ડન બૂટ એવોર્ડ કહેવામાં આવે છે.

ફિફા વર્લ્ડકપ 1930થી 2018ના ગોલ્ડન બૂટ વિજેતા

1930 – ગિલેર્મો સ્ટેબિલે (આર્જેન્ટિના)

1934 – ઓલ્ડરિચ નેજેડલી (ચેક રિપબ્લિક)

1938 – લિયોનીદાસ (બ્રાઝિલ)

1950 – એડેમીર (બ્રાઝિલ)

1954 – સેન્ડોર કોસીસ (હંગેરી)

1958 – જસ્ટ ફોન્ટેન (ફ્રાન્સ)

1962 – ફ્લોરિયન આલ્બર્ટ (હંગેરી), વેલેન્ટિન ઇવાનોવ (સોવિયેત યુનિયન), ગેરિંચા (બ્રાઝિલ), વાવા (બ્રાઝિલ), ડ્રાઝન જેર્કોવિક (યુગોસ્લાવિયા), લિયોનેલ સાંચેઝ (ચીલી)

1966 – યુસેબિયો (પોર્ટુગલ)

1970 – ગેર્ડ મુલર (જર્મની)

1974 – ગ્રઝેગોર્ઝ લાટો (પોલેન્ડ)

1978 – મારિયો કેમ્પ્સ (આર્જેન્ટિના)

1982 – પાઓલો રોસી (ઇટાલી)

1986 – ગેરી લિનેકર (ઇંગ્લેન્ડ)

1990 – સાલ્વાટોર શિલાસી (ઇટાલી)

1994 – ઓલેગ સાલેન્કો (રશિયા), હ્રીસ્ટો સ્ટોઇચકોવ (બલ્ગેરિયા)

1998 – ડેવર સુકર (ક્રોએશિયા)

2002 – રોનાલ્ડો (બ્રાઝિલ)

2006 – મિરોસ્લાવ ક્લોઝ (જર્મની)

2010 – થોમસ મુલર (જર્મની)

2014 – જેમ્સ રોડ્રિગ્ઝ (કોલંબિયા)

2018 – હેરી કેન (ઇંગ્લેન્ડ)

ફિફા વર્લ્ડકપ ગોલ્ડન ગ્લોવ્સ

ફિફા વર્લ્ડકપની એક સિઝનમાં ગોલકીપર તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કે સૌથી વધારે ગોલ રોકનારા ગોલકીપરને આ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડને ફિફા વર્લ્ડકપ ગોલ્ડન ગ્લોવ્સ કહેવામાં આવે છે.

ફિફા વર્લ્ડકપ 1930થી 2018ના ગોલ્ડન ગ્લોવ્સ વિજેતા

1930 – એનરિક બેલેસ્ટ્રેરો (ઉરુગ્વે)

1934 – રિકાર્ડો ઝામોરા (સ્પેન)

1938 – ફ્રેન્ટિસેક પ્લાનિકા (ચેકોસ્લોવાકિયા)

1950 – રોક મેસ્પોલી (ઉરુગ્વે)

1954 – ગ્યુલા ગ્રોસિક્સ (હંગેરી)

1958 – હેરી ગ્રેગ (ઉત્તરી આયર્લેન્ડ)

1962 – વિલિયમ શ્રોજફ (ચેકોસ્લોવાકિયા)

1966 – ગોર્ડન બેંક્સ (ઇંગ્લેન્ડ)

1970 – લેડિસ્લાઓ મઝુરકીવિઝ (ઉરુગ્વે)

1974 – સેપ માયર (પશ્ચિમ જર્મની)

1978 – ઉબાલ્ડો ફિલોલ (આર્જેન્ટિના)

1982 – ડીનો ઝોફ (ઇટાલી)

1986 – જીન-મેરી પફાફ (બેલ્જિયમ)

1990 – લુઈસ ગેબેલો કોનેજો (કોસ્ટા રિકા), સર્જિયો ગોયકોચેઆ (આર્જેન્ટિના)

1994 – મિશેલ પ્રેઉડ’હોમ (બેલ્જિયમ)

1998 – ફેબિયન બાર્થેઝ (ફ્રાન્સ)

2002 – ઓલિવર કાહ્ન (જર્મની)

2006 – ગિયાનલુઇગી બુફોન (ઇટાલી)

2010 – ઇકર કેસિલાસ (સ્પેન)

2014 – મેન્યુઅલ ન્યુઅર (જર્મની)

2018 – થીબાઉટ કોર્ટોઈસ (બેલ્જિયમ)

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે.

Next Article