ભારતીય પુરુષ હોકી ટીમે સ્વિટ્ઝર્લેન્ડ પર જીત મેળવી, પાકિસ્તાન સામેની મેચ ડ્રો

|

Jun 05, 2022 | 10:07 AM

FIH Hockey 5s: ભારતીય પુરૂષ (Indian Hockey) ટીમે દિવસની તેમની બીજી મેચમાં પાકિસ્તાન સામે બે વખત લીડ મેળવી હતી પરંતુ તે જાળવી શકી ન હતી.

ભારતીય પુરુષ હોકી ટીમે સ્વિટ્ઝર્લેન્ડ પર જીત મેળવી, પાકિસ્તાન સામેની મેચ ડ્રો
Indian Hockey (PC: TV9)

Follow us on

ભારતીય પુરૂષ હોકી ટીમ (Hockey India Team) એ શનિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન (Pakistan Hockey Team) સામે 2-2 થી ડ્રો મેચ રમી હતી. તો આ પહેલા યજમાન સ્વિટ્ઝર્લેન્ડ સામે 4-3 થી જીત સાથે ભારતીય હોકી ટીમે FIH હોકી ફાઇવની શરૂઆતની સિઝનમાં તેમના અભિયાનની શરૂઆત કરી હતી. ગુરિન્દર સિંઘના નેતૃત્વમાં પુરૂષોની ટીમે પ્રથમ મેચમાં ફિટનેસ, કૌશલ્ય અને ગતિનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં રાહિલ મોહમ્મદે બીજી અને 10 મી મિનિટમાં બે ફિલ્ડ ગોલ કર્યા હતા.

મોઇરાંગથેમ રબીચંદ્રએ પહેલી મિનિટમાં ‘ચેલેન્જ ગોલ’ કર્યો હતો. જ્યારે સુકાની ગુરિંદરે 19મી મિનિટે ભારત માટે ગોલ કર્યો હતો. સ્વિટ્ઝર્લેન્ડ તરફથી વિંકલર જોનાસ (6મી મિનિટ), રેઈનહાર્ડ ફેબિયો (11મી) અને ક્રુસેઈ પેટ્રિકે (16મી) ગોલ કર્યા હતા. હાફ ટાઇમ સુધી ભારત 3-1 થી આગળ હતું. હોકી ફાઇવ મેચ 20 મિનિટની હોય છે. જે દરેક દસ મિનિટના બે ભાગમાં રમાય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભારતીય પુરૂષ ટીમે દિવસની તેની બીજી મેચમાં પાકિસ્તાન સામે બે વખત લીડ મેળવી હતી. પરંતુ તે જાળવી શકી ન હતી અને 2-2 થી ડ્રો રહી હતી. રાહીલ મોહમ્મદે પ્રથમ મિનિટમાં ફિલ્ડ ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી. ત્યાર બાદ 6 મિનિટ બાદ લૈકત અરશદે સ્કોર બરાબરી પર લાવી દીધો હતો.

 

ગુરસાહિબજીત સિંહે ફરી એકવાર 18મી મિનિટે ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી. પરંતુ કટ્ટર હરીફ પાકિસ્તાને છેલ્લી મીનિટના થોડી સેકન્ડ પહેલા અબ્દુલ રહેમાનના ગોલથી સ્કોર બરાબરી પર લાવી દીધો હતો. કોચ ગ્રેહામ રીડની ટીમ રવિવારે મલેશિયા અને પોલેન્ડ સામે ટકરાશે.

ભારતની મહિલા ટીમ બંને મેચમાં હારી ગઇ

જોકે, ભારતીય મહિલા ટીમને ઉરુગ્વે (3-4) અને પોલેન્ડ (1-3) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ભારતીય મહિલા ટીમના અભિયાનની શરૂઆત નિરાશાજનક રીતે થઈ હતી. ઉરુગ્વે સામે કુજુર અજમિના (1મી અને 7મી મિનિટ) એ બે ગોલ કર્યા. જ્યારે ફાલ્કે વૈષ્ણવી વિઠ્ઠલ (18મી મિનિટ) એ પણ ભારત માટે ગોલ કર્યા. ઉરુગ્વેની સુકાની વિઆના ટેરેસા (બીજા, 10મા અને 19મા) એ ત્રણ ગોલ કરીને મેચમાં મોટો અંતર ઉભો કર્યો હતો. ટીમનો વધુ એક ગોલ વિલર મેન્યુએલા (6ઠ્ઠી મિનિટ) એ કર્યો હતો.

ત્યાર બાદ રજની એતિમાર્પુની આગેવાની હેઠળની ભારતીય ટીમને પોલેન્ડ સામે 1-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત તરફથી એકમાત્ર ગોલ રશ્મિતા મિંજે કર્યો હતો. મહિલા ટીમ રવિવારે સ્વિટ્ઝર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

Published On - 10:01 am, Sun, 5 June 22

Next Article