Archery World Cup: ભારતીય તીરંદાજી ટીમે વર્લ્ડ કપમાં કરી કમાલ, ફ્રાંસને હરાવીને જીત્યો ગોલ્ડ મેડલ

|

Jun 25, 2022 | 6:18 PM

જ્યોતિ સુરેખા (Jyothi Vennam) અને અભિષેક વર્માની (Abhishek Verma) ભારતીય જોડીએ તીરંદાજી વર્લ્ડ કપમાં (Archery World Cup) કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમનો ખિતાબ પોતાના નામે કરી દીધે છે. ભારતીય જોડીએ ફ્રાન્સની જોડીને હરાવી હતી.

Archery World Cup: ભારતીય તીરંદાજી ટીમે વર્લ્ડ કપમાં કરી કમાલ, ફ્રાંસને હરાવીને જીત્યો ગોલ્ડ મેડલ
archery
Image Credit source: Twitter

Follow us on

ભારતીય ટીમે પેરિસમાં ચાલી રહેલા તીરંદાજી વર્લ્ડ કપના (Archery World Cup) ત્રીજા ચરણમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યોતિ સુરેખા અને અભિષેક વર્માની ભારતીય જોડીએ કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમમાં ગોલ્ડ મેડલ પોતાને નામે કરી દીધો છે. જ્યોતિનો (Jyothi Vennam) આ સિઝનનો પ્રથમ વર્લ્ડ કપ હતો અને તેણે તેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમની ફાઇનલમાં ભારતીય જોડીએ ફ્રાંસને હરાવીને ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો. ખિતાબી મુકાબલામાં ભારતીય જોડીએ ફ્રાન્સ પર 152-149ના માર્જીનથી જીત મેળવી હતી. ભારતીય જોડીએ શાનદાર શરૂઆત કરતા ફ્રેંચની જોડી જીન બૌલ્ચ અને 48 વર્ષીય ઓલિમ્પિક મેડલ વિજેતા સોફી ડોડેમોન્ટને નજીકના મુકાબલામાં 152-149 થી હરાવ્યા. આ પહેલો કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમમાં ભારતનો વર્લ્ડ કપ ગોલ્ડ છે.

ભારતીય ટીમે જોરદાર કરી વાપસી

આ પહેલા ભારતીય સ્ટાર દીપિકા કુમારી, અંકિતા ભગત અને સિમરનજીત કૌરની ત્રિપુટીએ રિકર્વ મહિલા ટીમ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચીને પ્રથમ મેડલ મેળવ્યો હતો. આ પછી ભારતીય તીરંદાજોએ કમ્પાઉન્ડમાં પણ તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું. મહિલા તીરંદાજો પ્રથમ ક્વોલિફિકેશન ટૂરમાં ટોપ 30માંથી બહાર થઈ હતી, જેમાં 13માં નંબરે આવી હતી, પરંતુ તે પછી ફાઈનલમાં પહોંચવા માટે તેણે ટુર્નામેન્ટમાં જબરદસ્ત પુનરાગમન કર્યું અને ફાઈનલમાં પહોંચી. વિમેન્સ રિકર્વની ટાઈટલ મેચ રવિવારે રમાશે. ભારતીય ટીમ સામે ચાઈનીઝ તાઈપેનો સામનો કરશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જ્યોતિએ 7 મહિના પછી કરી વાપસી

જ્યોતિની એશિયન ગેમ્સ માટે ટ્રાયલ્સમાં અવગણના કરવામાં આવી હતી. તે 7 મહિનાથી વધુ સમય પછી ટીમમાં પાછી ફરી અને આ મેડલ સાથે જીતનો જશ્ન મનાવ્યો. વિશ્વ રેન્કિંગમાં ત્રીજા સ્થાને રહેલી આ તીરંદાજ હજુ બીજા મેડલની રેસમાં છે. વ્યક્તિગત સેમિફાઇનલમાં તેણીનો મુકાબલો બેઇજિંગ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા ફ્રેન્ચ લિજેન્ડ સોફી સામે થશે.

રોમાંચક મેચ જીતીને ફાઇનલમાં બનાવી લીધી જગ્યા

અભિષેક વર્મા અને જ્યોતિની કમ્પાઉન્ડ મિક્સ્ડ જોડીએ એસ્ટોનિયાના રોબિન જાટમા અને લિસેલ જાટમાના જોડીને રોમાંચક મુકાબલામાં હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી. સેમિફાઇનલમાં ભારતીય જોડીએ 156-151થી જીત મેળવી હતી. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય જોડીએ પ્યુર્ટો રિકોને 158-150થી હરાવ્યું હતું. ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય જોડીને અલ સલ્વાડોરના રોબર્ટો હર્નાંડેજ અને સોફિયા પેજના આકરા પડકારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે શૂટઓફમાં જીત મેળવી હતી.

Next Article