U-15 Asian Wrestling Championship: ભારતે જીત્યુ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપનું ટાઇટલ, ભારતીય પુરુષ કુસ્તીબાજોએ 4 ગોલ્ડ સહિત સાત મેડલ મેળવ્યા

|

Jul 05, 2022 | 8:54 AM

ભારતે સોમવારે એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ (Asian Wrestling Championship) નું ટાઇટલ જીતી લીધું છે. ભારતીય અંડર-15 ટીમના પુરુષ કુસ્તીબાજોએ 4 ગોલ્ડ સહિત સાત મેડલ જીત્યા હતા.

U-15 Asian Wrestling Championship: ભારતે જીત્યુ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપનું ટાઇટલ, ભારતીય પુરુષ કુસ્તીબાજોએ 4 ગોલ્ડ સહિત સાત મેડલ મેળવ્યા
Wrestling Championship ભારતનો દબદબો રહ્યો

Follow us on

ભારતે સોમવારે એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ (Asian Wrestling Championship) નું ટાઇટલ જીતી લીધું છે. ભારતીય પુરૂષ કુસ્તીબાજોએ બહેરીનમાં આયોજિત અંડર-15 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં 4 ગોલ્ડ સહિત સાત મેડલ જીત્યા હતા. જેમાં ચાર ગોલ્ડ મેડલ, બે સિલ્વર અને એક બ્રોન્ઝનો સમાવેશ થાય છે. આ પહેલા ભારતીય મહિલા કુસ્તીબાજો (Indian women wrestlers) એ 6 ગોલ્ડ અને ત્રણ સિલ્વર જીત્યા હતા. આમ રેસલિંગમાં ભારતીય કુસ્તીબાજોએ પોતાનો દબદબો દર્શાવ્યો હતો.

મહિલા કુસ્તીબાજોએ 6 ગોલ્ડ સહિત 9 મેડલ જીત્યા હતા

ભારત માટે ગોલ્ડ પરફોર્મ કરતાં તનિષા (33 કિગ્રા), દીપાંશી (39 કિગ્રા), એકતા (46 કિગ્રા), રંજીતા (50 કિગ્રા), નેહા (54 કિગ્રા) અને કાજલે 66 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ જીત્યો હતો.

Published On - 8:42 am, Tue, 5 July 22

Next Article