AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત 2036 ઓલિમ્પિકના આયોજન માટે તૈયાર, અનુરાગ ઠાકુરે કહ્યું ભારત કરશે દાવો

ઠાકુરે કહ્યું કે, ભારત પાસે 1982માં એશિયન ગેમ્સ અને 2010માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાનો અનુભવ છે. અને હવે આ યાદીમાં 2036 સમર ઓલિમ્પિક્સનું નામ જોડાઈ શકે છે.

ભારત 2036 ઓલિમ્પિકના આયોજન માટે તૈયાર, અનુરાગ ઠાકુરે કહ્યું ભારત કરશે દાવો
2036 ઓલિમ્પિકની યજમાની માટે તૈયારImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2022 | 9:55 AM
Share

શું ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા તૈયાર છે? એવું જ લાગે છે. કારણ કે જો આવું ન થયું હોત તો રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં એવું ન કહ્યું હોત કે ભારત 2036 ઓલિમ્પિકની યજમાની કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે સપ્ટેમ્બર 2023માં ભારત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સમક્ષ તેનો રોડમેપ રજૂ કરશે. તમને જણાવી દઈએ કે આવતા વર્ષે સપ્ટેમ્બરમાં મુંબઈમાં IOC બેઠક યોજાવા જઈ રહી છે, જ્યાં ભારત હોસ્ટિંગને લઈને પોતાનો પ્લાન રાખી શકે છે.

અનુરાગ ઠાકુરે કહ્યું કે, સરકાર યજમાનીને લઈ બોલી લગાવવા માટે ભારતીય ઓલિમ્પિક સંધની સંપુર્ણ મદદ કરશે. ગુજરાતનું અમદાવાદ શહેર યજમાન શહેર હશે. ઠાકુરે કહ્યું કે, ભારતની પાસે 1982ના એશિયન ગેમ્સ અને 2010માં કોમનવેલ્થ ગેમની યજમાનીનો અનુભવ છે અને હવે આ લિસ્ટમાં 2036ના સમર ઓલિમ્પિકસનું નામ જોડાઈ શકે છે.

ભારતનું આગામી લક્ષ્ય છે 2036 ઓલિમ્પિકની યજમાની

ભારતીય રમત ગમત મંત્રીના જણાવ્યા મુજબ ભારત જો ઝી 20 પ્રેસીડન્સીની યજમાની કરી શકે છે તો તેને સંપુર્ણ ભરોસો છે કે, સરકાર IOA સામે ઓલિમ્પિક રમતની યજમાનીને લઈ પોતાની વાત રજુ કરી શકે છે. તેમનું માનવું છે કે, 2032 ઓલિમ્પિક સુધીના સ્લોટ ભલે ફાઈનલ હોય પરંતુ 2036 અમારા માટે દરવાજા ખુલ્લા છે અને ભારત યજમાની માટે પોતાનો દાવો રજુ કરવા માટે તૈયાર છે.

2036 ઓલિમ્પિક માટે ભારત તૈયાર : અનુરાગ ઠાકુર

ઠાકુરે આ જવાબ ત્યારે આપ્યો જ્યારે તેમને 2036 ઓલિમ્પિકને લઈ સવાલ થયા. તેમણે કહ્યું હા ભારત યજમાનીનો દાવો કરવા માટે સંપુર્ણ તૈયાર છે. ત્યારે એવું કોઈ કારણ નથી કે, જેનાથી અમે આ ન કરી શકીએ. જો આપણે રમતગમતને પ્રોત્સાહન આપતા રહીશું તો ચોક્કસપણે ઓલિમ્પિકનું મજબૂત આયોજન કરી શકીશું. આ યોગ્ય સમય પણ છે. જો ભારત દરેક ક્ષેત્રે ચર્ચાઓમાં છે તો રમતગમતમાં કેમ નથી. અમે 2036 ઓલિમ્પિક તરફ ખૂબ જ ગંભીરતાથી જોઈ રહ્યા છીએ.

તેમણે કહ્યું- ગુજરાતે ઘણી વખત ઓલિમ્પિકની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમની પાસે હોટલ, હોસ્ટેલ, એરપોર્ટ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઈને તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.  ગુજરાતમાં ઓલિમ્પિકનું આયોજન કરવા માટે રાજ્ય સરકારના મેનિફેસ્ટોનો પણ એક ભાગ છે.

g clip-path="url(#clip0_868_265)">