શું દુતી ચંદે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે ? સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં આવી

|

Dec 03, 2022 | 11:08 AM

દુતી ચંદે (Dutee chand) 2019માં કહ્યું હતું કે, તે ગે છે અને તે પછી તેને તેના પરિવાર અને મિત્રોની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

શું દુતી ચંદે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે ? સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં આવી
શું દુતી ચંદે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે
Image Credit source: Instagram

Follow us on

ભારતની દોડવીર દુતી ચંદ સતત ચર્ચામાં રહે છે. ક્યારેક તેની રમતથી તો ક્યારેક મેદાનની બહારની પ્રવૃત્તિઓથી. આ દોડવીર ફરી ચર્ચામાં છે અને તેનું કારણ છે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલો આ ફોટો. આ ફોટો પછી અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે. દુતીએ પોતાના ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તે એક છોકરી સાથે છે અને દુતીએ આ ફોટો સાથે જે લખ્યું છે તેના માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. દુતીએ આ ફોટો પોસ્ટ કરતાની સાથે જ તે લાઈમલાઈટમાં આવી ગઈ હતી.

દુતી ચંદે જણાવ્યું હતુ કે, તે ગે છે. દુતીએ હવે પોતાના ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. તેને જોયા બાદ અંદાજો લગાડી શકાય કે, દુતીએ પોતાની ગર્લફેન્ડ સાથે લગ્ન કર્યા છે. દુતીએ ટ્વિટર પર એક છોકરીની સાથે ફોટો પોસ્ટ કરી છે અને કેટલાક મીડિયા રિપોર્ટસ અનુસાર તે છોકરીને દુતીની ગર્લફેન્ડ ગણાવી રહ્યા છે. આ ફોટોને પોસ્ટ કરતા દુતીએ લખ્યું કે, તારી સાથે કાલે પણ પ્રેમ હતો આજે પણ છે અને હંમેશા રહેશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

શું છે સચ્ચાઈ

દુતીનો આ ફોટોમાં એક છોકરીની સાથે છે અને બંન્ને પોતાના દિલ સાથે ફોટો ક્લિક કર્યો છે. ફોટો શેર કરતા જ દુતી ચર્ચામાં આવી હતી. પરંતુ હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે, દુતીએ લગ્ન કર્યા છે કે કેમ, દુતીના બહેનના લગ્ન હતા અને આ ફોટો પણ તેની બહેનના લગ્ન સમયે ક્લિક કરવામાં આવ્યો હતો. આ સાથે દુતીએ લગ્નના કેટલાક ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ સિવાય તેમણે એક ફોટો અલગથી પોસ્ટ કર્યો છે જે ટ્વિટર પર છે. ઈન્સ્ટાગ્રામ પર આ ફોટોની સાથે દુતીએ લખ્યું પ્રેમ તો પ્રેમ છે.

 

 

આ છોકરી અન્ય કેટલાક ફોટામાં દુતીના પરિવાર સાથે જોવા મળે છે. આ ફોટો દુતીની બહેનના લગ્ન પ્રસંગે સામે આવ્યો છે, પરંતુ દુતીએ હજુ સુધી પોતાના લગ્નને લઈને કોઈ નિવેદન આપ્યું નથી.

2019માં કર્યો હતો ખુલાસો

દુતી ચંદે 2019માં ખુલાસો કર્યો હતો કે, તે ગે છે. તે ભારતની પહેલી ગે ખેલાડી છે. આ ખુલાસા બાદ દુતીએ કહ્યું હતુ કે, તેણે અનેક સમસ્યાનો સામન કરવો પડ્યો હતો. તેના પરિવાર અને મિત્રોએ તેના નિર્ણયની અલોચના કરી હતી. લોકોએ પણ અવનવી વાતો ખેલાડી વિશે કરી હતી. દુતીએ પોતાના અનેક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

Next Article