IND vs AFG : ભારતીય ફુટબોલ ટીમે 2-1 થી અફઘાનિસ્તાનને હરાવ્યું, સુનિલ છેત્રી અને સહલ સમદે કર્યા ગોલ

|

Jun 12, 2022 | 7:09 AM

Football : ભારતીય ફૂટબોલ ટીમે AFC એશિયન કપ 2022 (Asian Cup 2022) ના ક્વોલિફિકેશનમાં અફઘાનિસ્તાનને હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.

IND vs AFG : ભારતીય ફુટબોલ ટીમે  2-1 થી અફઘાનિસ્તાનને હરાવ્યું, સુનિલ છેત્રી અને સહલ સમદે કર્યા ગોલ
India Football (PC: TV9)

Follow us on

ભારતીય ફૂટબોલ ટીમ (Indian Football Team) નું સતત બીજી વખત AFC એશિયન કપમાં રમવાનું સ્વપ્ન અને આશા હજુ પણ અકબંધ છે. હાલ AFC એશિયન કપ ક્વોલિફાયર (AFC Asian Cup Qualifiers) માટે ક્વોલિફાયર મેચો રમાઈ રહી છે અને શનિવારે આવી જ એક ક્વોલિફાયર મેચમાં ભારતીય ટીમ (Indian Football Team) એ શાનદાર પ્રદર્શન કરતા અફઘાનિસ્તાનને રોમાંચક મુકાબલામાં 2-1 થી હરાવીને પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. સુકાની સુનીલ છેત્રી (Sunil Chhetri) ની જબરદસ્ત ફ્રી-કિક અને સાહલ અબ્દુલ સમદના ઈન્જરી ટાઈમમાં કરેલા ગોલની મદદથી ભારતે કોલકાતામાં રમાયેલી આ મેચમાં જીત મેળવી હતી. ભારતીય ટીમ હવે ક્વોલિફિકેશનની ખૂબ નજીક છે અને તેને તેની છેલ્લી મેચમાંથી માત્ર 1 પોઈન્ટની જરૂર છે.

સુનિલ છેત્રીએ મેચમાં પહેલો ગોલ કર્યો

કોલકાતાના વિવેકાનંદ યુવા ભારતી ક્રિડાંગનમાં 11 જૂન શનિવારના રોજ રમાયેલી આ મેચ છેલ્લી મિનિટોમાં જ રંગમાં આવી ગઈ હતી. મેચમાં બંને ટીમોએ ગોલ માટે લાંબી રાહ જોવી પડી હતી. મેચની 85 મી મિનિટ સુધી સ્કોર 0-0 થી બરાબર રહ્યો હતો. ત્યાર બાદ 86મી મિનિટે ભારતને ફ્રી-કિક મળી હતી. અફઘાનિસ્તાનના ગોલથી લગભગ 20 યાર્ડ દૂર આવેલી આ ફ્રી-કિકને અનુભવી ભારતીય સુકાની સુનિલ છેત્રીએ જમણા પગના શોટથી ગોલમાં ફટકારીને ભારતને 1-0 ની સરસાઈ અપાવી હતી. કંબોડિયા સામે 2-0ની જીતમાં બંને ગોલ કરનાર છેત્રીનો 83મો ગોલ હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

સમદે અંતિમ મીનિટોમાં અફઘાનિસ્તાન પાસેથી જીત છીનવી

જો કે ભારતની આ લીડ લાંબો સમય ટકી ન હતી અને માત્ર બે મિનિટ બાદ અફઘાનિસ્તાને ભારતના નબળા ડિફેન્ડિંગનો ફાયદો ઉઠાવ્યો હતો. અફઘાનિસ્તાનના ઝુબેર અમીરીએ 88મી મિનિટે જબરદસ્ત હેડર વડે બોલને ભારતીય ગોલની અંદર નાખ્યો અને ટીમને 1-1 ની બરાબરી પર લાવી દીધી. એવું લાગતું હતું કે બંને ટીમોએ માત્ર 1-1 પોઈન્ટથી જ કામ કરવું પડશે. પરંતુ 92મી મિનિટમાં આશિક કુરુનિયનએ સમદને એક સરસ પાસ વડે અફઘાનિસ્તાનના બોક્સમાં ડિફેન્ડરોની નબળાઈનો ફાયદો ઉઠાવ્યો અને અફઘાન ગોલકીપરના જમણા ભાગમાં ફટકાર્યો અને ભારતને જીત અપાવી હતી.

 

ટીમ ઇન્ડિયાને માત્ર 1 પોઇન્ટની જરૂર

આ જીત સાથે ભારતના ગ્રુપ ડીમાં 2 મેચમાં 6 પોઈન્ટ થઈ ગયા છે અને ગોલ તફાવતને કારણે ટીમ હોંગકોંગ પછી બીજા ક્રમે છે. હોંગકોંગના પણ 6 પોઈન્ટ છે. પરંતુ તેણે ભારત કરતા એક ગોલ વધુ કર્યો હતો. હવે 14 જૂન મંગળવારે આ બંને ટીમો વચ્ચે ગ્રુપની છેલ્લી મેચ છે. જો ભારત આ મેચ ઓછામાં ઓછું ડ્રો કરે છે તો તે આવતા વર્ષની ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ જશે. ક્વોલિફાયરના 6 જૂથના તમામ વિજેતાઓને ટુર્નામેન્ટમાં પ્રવેશ મળશે. જ્યારે બીજા સ્થાને રહેલી 6 ટીમોમાંથી માત્ર શ્રેષ્ઠ 5 ટીમોને જ ટિકિટ મળશે. જો ભારત આ એક પોઈન્ટ મેળવી શકતું નથી તો તેણે અન્ય જૂથોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.

Next Article